Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!

  • Gujarat
  • February 27, 2026
  • 0 Comments

Vadodara: વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજની બીજા વર્ષમાં ભણતી કેટલીક વિદ્યાર્થીનીઓએ વાઇસ ડીન ડો. અમોલ ભાવે ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ વિદ્યાર્થિનીઓના હાથ પકડીને સતામણી કરતા હતા અને વિદ્યાર્થીનીઓનો હાથ પકડી તેમની આંગળીઓ પોતાના શરીરે ઘસાવી કહેતા હતા કે મને અહીં ક્રીમ લગાવેતો કેવું લાગે?

આ મામલે વિદ્યાર્થીનીઓ દ્વારા ડીન સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવતાં ભારે હોબાળો મચી ગયો છે,બીજી તરફ વાઇસ ડીન ડો. અમોલ ભાવેએ પોતાના પર લગાવવામાં આવેલા આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા જ્યારે ડીન પ્રો. ડો. રંજન ઐયરે આ મામલને ગંભીરતા લઈને તપાસ ચાલુ કરી છે અને તાત્કાલીક પગલાં ભરી ડો.અમોલને વાઈસ ડીન પદેથી બરતરફ કરી તેઓ પાસેથી પરીક્ષાને લગતું કામ પણ આંચકી લેવામાં આવ્યું છે સાથેજ મેડિકલ કોલેજના સત્તાધીશો 9 સભ્યની વુમન્સ હેરેસમેન્ટ કમિટી સમક્ષ મુદ્દો લઇ ગયા છે, જેની બેઠક આવતા સપ્તાહે મળનાર છે.

ડો.અમોલ વિરુદ્ધ 13થી વધુ વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી છે.

બરોડા મેડિકલ કોલેજના બીજા વર્ષની વિદ્યાર્થિનીઓએ ફાર્મેકોલોજી વિભાગના સિનિયર પ્રોફેસર અને વાઇસ ડીન ડો.અમોલ ભાવે સામે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે અનેક વિદ્યાર્થિની સાથે અશ્લીલ કહેવાય એવી હરકત કરી છે. તેમણે વિદ્યાર્થિનીઓનો હાથ પકડી ‘મને ક્રીમ અહીં લગાવે છે તો કેવું લાગે છે’ કહી પોતાના શરીરે વિદ્યાર્થિનીઓની આંગળીઓ ઘસાવી હતી,આ ઘટના બીજા વર્ષના પ્રેક્ટિકલ-વાઈવા દરમિયાન બની હતી.

જોકે ડો.અમોલનું કહેવું છે કે “મેં મારું એમબીબીએસ અને એમડી આજ કોલેજમાંથી કર્યું છે અને 28 વર્ષથી અહીં ફરજ બજાવું છું અગાઉ ક્યારેય મારી પર આવા આક્ષેપો થયા નથી,આ વિદ્યાર્થીનીઓ મારા સંતાનો જેવા છે અને છતાં જો તેઓને એવું લાગ્યું હોયતો માફી માંગુ છું”મીડિયા રિપોર્ટમાં આ મુજબ દાવો કરાયો છે,આ ઘટનાને લઇ ભારે હોબાળો મચી ગયો છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Gondal News: ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ ઉપર હુમલો થતા ચકચાર,ભાજપના ગઢમાં ગાડીના કાચ તોડી માર મરાયો!
  • February 24, 2026

Gondal News: રાજકોટ જિલ્લાના ગોંડલમાં આમ આદમી પાર્ટી (AAP)નાં પ્રદેશ સંયુક્ત સચિવ જિગીષા પટેલ અહીંના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક નજીક સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળવા ગયા ત્યારે કેટલીક મહિલાઓના…

Continue reading
Rain Alert: રાજ્યના પાંચ જિલ્લામાં વરસાદનું એલર્ટ ; વહેલી સવારે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ
  • February 23, 2026

Rain Alert: ગુજરાતમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયાના અહેવાલ છે, હવામાન નિષ્ણાતોના મત મુજબ હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય હોવાથી ગુજરાતના પૂર્વીય અને દક્ષિણ ભાગોમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!

  • February 27, 2026
  • 1 views
Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!

Arvind Kejriwal: પૂર્વ CM કેજરીવાલ નિર્દોષ જાહેર! તેઓએ કહ્યું’ભાજપના આરોપો ખોટા સાબિત થયા!’ જબરજસ્ત વિશ્લેષણ

  • February 27, 2026
  • 2 views
Arvind Kejriwal: પૂર્વ CM કેજરીવાલ નિર્દોષ જાહેર! તેઓએ કહ્યું’ભાજપના આરોપો ખોટા સાબિત થયા!’ જબરજસ્ત વિશ્લેષણ

Fire: રાજ્યમાં વર્ષે જીવલેણ આગમાં 2700 લોકોના મોત; કેમિકલ ઉદ્યોગો જોખમી સાબિત થઈ રહયા છે! જુઓ,ખાસ અહેવાલ

  • February 27, 2026
  • 2 views
Fire: રાજ્યમાં વર્ષે જીવલેણ આગમાં 2700 લોકોના મોત; કેમિકલ ઉદ્યોગો જોખમી સાબિત થઈ રહયા છે! જુઓ,ખાસ અહેવાલ

Supreme Court: ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મામલે સરકારની સ્પષ્ટતા ‘ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો!’ જુઓ ડૉ.જયનારાયણ વ્યાસે શુ કહ્યું?

  • February 27, 2026
  • 6 views
Supreme Court: ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મામલે સરકારની સ્પષ્ટતા ‘ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો!’ જુઓ ડૉ.જયનારાયણ વ્યાસે શુ કહ્યું?

Narendramodi: ગુજરાતમાં પ્રાથમિક શાળામાં શિક્ષણની અધોગતિ,50 ટકા બાળકોએ શાળા છોડી! જુઓ ખાસ વિશ્લેષણ

  • February 27, 2026
  • 6 views
Narendramodi: ગુજરાતમાં પ્રાથમિક શાળામાં શિક્ષણની અધોગતિ,50 ટકા બાળકોએ શાળા છોડી! જુઓ ખાસ વિશ્લેષણ

Narendramodi: PM નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ મુલાકાત મુદ્દે વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા

  • February 27, 2026
  • 2 views
Narendramodi: PM નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ મુલાકાત મુદ્દે વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા