Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પને અચાનક ઈરાન પર હુમલાનું શૂરાતન કેમ ઉપડ્યું? વેનેઝુએલા અને ઇરાનની થિયરી એકજેવી કેમ?સાઉદીનો કરાર પૂર્ણ થતાં ટ્રમ્પ કેમ વિફર્યા?જાણો સમગ્ર મામલો

  • World
  • March 1, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક વેપારી છે જેઓનું ગણિત કોઈ સમજી શકે તેમ નથી તેઓ કહે કઈક અને નીકળે બીજે જેવી વ્યૂહરચના રમતા આવ્યા છે.

વેનેઝુએલા પર હુમલા માટે ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો ડ્રગ્સની હેરફેરમાં સંડોવાયેલા હોવાનો આરોપ નાખી બહાનું મળ્યું અને માદુરો અને તેમના પત્નીને પકડી લઈ વેનેઝુએલા ઉપર કબ્જો કર્યો અને ત્યારબાદ ટ્રમ્પ જે ઇચ્છતા હતા તે ત્યાંના તેલના ભંડાર પર ટ્રમ્પનું નિયંત્રણ આવી ગયું છે. હવે તેલથી સમૃદ્ધ ઈરાન ઉપર ટ્રમ્પની નજર હતી અને અહીં પણ વેનેઝુએલાની જેમ ઇરાનના સુપ્રીમો પરમાણુ હથિયાર બનાવતા હોવાની વાત કરીને ઇરાનની ચારેતરફ ઘેરાબંધી કરી હુમલો કર્યો જેમાં ઈરાની સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈનું મોત થયું છે, તાજેતરના સમયમાં વેનેઝુએલા બાદ અમેરિકાનો આ બીજો મોટો હુમલો છે અને સૌથી મહત્વની વાત એ છે કે અહીં મોટા તેલ ભંડારો છે જેની ઉપર નિયંત્રણ મેળવવાની ટ્રમ્પની નીતિ છે.

ઉલ્લેખનીય છે કે વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો (303 અબજ બેરલ) તેલ ભંડાર છે. રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ બાદ ટ્રમ્પે વેનેઝુએલાના તેલના ખજાના પર પોતાનો કબ્જો જાહેર કરી દીધો છે હવે ઇરાનની વાત કરવામાં આવે તો ઈરાન પાસે વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ ભંડાર (અંદાજે 209 અબજ બેરલ) છે, જે વિશ્વના કુલ ભંડારના 12% અને મધ્ય પૂર્વના ચોથા ભાગ જેટલો છે.

આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હોવા છતાં ઈરાન દૈનિક 3.3 થી 3.5 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે અને 1.5 મિલિયન બેરલ તેલની નિકાસ ચાલુ રાખે છે આમ,વેનેઝુએલા બાદ ઈરાન સોનાના ઈંડા આપતી મુરઘી છે તે ટ્રમ્પ સારી રીતે જાણે છે અને હવે યુદ્ધ બાદ તેઓ ઇરાનના આ તેલ ભંડાર પર પોતાનું નિયંત્રણ કરવા માંગે છે, જે વાત ચર્ચાનો વિષય બની છે.આમ,જગત જમાદારની નીતિ તેલ ભંડાર પર નિયંત્રણ મેળવવાની છે જે સ્પષ્ટ થઈ રહ્યું છે.

અચાનક અમેરિકાની નજર દુનિયાના મોટા તેલ ભંડારો કેમ ગઈ?

આખા ખેલમાં મુદ્દાની વાત એ છે કે સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચેનો 50 વર્ષ જૂનો ‘પેટ્રોડોલર’ (Petrodollar) કરાર 9 જૂન, 2024 ના રોજ સમાપ્ત થયો છે,સાઉદી અરેબિયા સાથે તા. 8 જૂન, 1974 ના રોજ થયેલો આ કરાર હવે સાઉદી અરેબિયાએ રિન્યૂ (નવીકરણ) ન કરવાનો નિર્ણય લીધો છે,આ કરાર હેઠળ સાઉદી અરેબિયા તેનું ક્રૂડ ઓઈલ માત્ર અમેરિકી ડોલરમાં જ વેચતું હતું, જેના કારણે વૈશ્વિક બજારમાં ડોલરની માંગ અને વર્ચસ્વ જળવાઈ રહેતું હતું.

હવે સૌદી અરેબિયા અને અન્ય અખાતી દેશો ચીની યુઆન (Yuan), યુરો, યેન અને અન્ય સ્થાનિક કરન્સીમાં પણ તેલનો વેપાર કરી શકશે.
ભારત અને UAE એ પણ ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે સ્થાનિક કરન્સી સેટલમેન્ટ (LCS) સિસ્ટમ હેઠળ ભારતીય રૂપિયા અને દિરહામમાં તેલનો વેપાર શરૂ કરી દીધો છે.

આ ફેરફારથી વૈશ્વિક અર્થતંત્રમાં અમેરિકી ડોલરના એકહથ્થુ શાસન પર મોટી અસર પડી શકે છે અને બહુ-ચલણી (Multi-currency) વેપાર પ્રથા મજબૂત બનવાની સ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની નજર મોટા ઓઇલ ભંડારો ઉપર ટકી હતી અને પહેલા વેનેઝુએલાના તેલ ભંડારો કબ્જે કર્યા અને અમેરિકી ટ્રેઝરીએ લાયસન્સ નંબર-46 જાહેર કર્યું છે, જે હેઠળ હવે માત્ર અમેરિકન કંપનીઓ જ વેનેઝુએલાની સરકારી તેલ કંપની (PDVSA) પાસેથી તેલ ખરીદી શકે અને વેચી શકે તેવી ગોઠવણ કરી પોતાનો હાથ ઉપર કરી દીધો છે મતલબ કે કોઈ બીજો દેશ સીધું વેનેઝુએલા પાસેથી તેલ ખરીદી શકે નહીં પણ તે દેશોએ અમેરિકા પાસેથી તેલ ખરીદવું પડે બસ આજ પોલિસી હવે ઇરાનના તેલ ભંડારો માટે રાખતા ટ્રમ્પની નીતિ એક ભયાનક પ્લાન છે અને આ બધોજ ખેલ ‘Crude Oil’ નો છે જે વાત વિશ્વ જાણતું હોવાછતાં જગત જમાદાર સામે કોઈ બોલી શકે તેમ નથી, ટૂંકમાં પરમાણુ હથિયાર મામલે ઈરાન પર હુમલો અને પછી ફાયદો આ બન્ને વસ્તુ ટ્રમ્પ એક કાંકરે બે પક્ષીઓ મારવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Islamabad: અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા થઈ તે સેરેના હોટેલનું બિલ ચૂકવવા પાક સરકાર અસમર્થ! ભારે ફજેતી
  • April 15, 2026

Islamabad: પાકિસ્તાન વર્ષોથી સતત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ની નજર હેઠળ છે. અહેવાલો અનુસાર, દેશનો ફુગાવાનો દર 7 થી 9 ટકાની વચ્ચે રહે…

Continue reading
Donald Trump: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી શુ વાતચીત થઈ?
  • April 15, 2026

Donald Trump: પાકિસ્તાન સીઝ ફાયર બાદ ટ્રમ્પ આખી દુનિયામાં ઢોલ પીટતા રહ્યા કે મારા કહેવાથી સીઝ ફાયર થયું, મે મારા મિત્ર મોદીને ફોન કર્યો અને તેઓ માની ગયા કારણકે ટેરીફની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bengal: પ.બંગાળમાં ભાજપ-RSSનો હિન્દુત્વનો એજન્ડા કામ લાગશે ખરો??જુઓ,પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે!

  • April 16, 2026
  • 3 views
Bengal: પ.બંગાળમાં ભાજપ-RSSનો હિન્દુત્વનો એજન્ડા કામ લાગશે ખરો??જુઓ,પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે!

Gujarat Election: ભાજપનો ચૂંટણી પહેલા 700 બેઠકો પર કબ્જો! જગદીશ પંચાલ ફોર્મમાં આવી ગયા! જયરાજ સિંહ જાડેજાએ કહ્યું ” કોંગ્રેસના મિત્રોનો ‘સહકાર’ રહ્યો!” જુઓ વિડીયો

  • April 16, 2026
  • 11 views
Gujarat Election: ભાજપનો ચૂંટણી પહેલા 700 બેઠકો પર કબ્જો! જગદીશ પંચાલ ફોર્મમાં આવી ગયા! જયરાજ સિંહ જાડેજાએ કહ્યું ” કોંગ્રેસના મિત્રોનો ‘સહકાર’ રહ્યો!” જુઓ વિડીયો

Election: રાજ્યમાં ભારે અફરા-તફરી વચ્ચે કુલ 938 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા! કોંગ્રેસના ઉમેદવારોની “નીતિ” સામે ઉઠ્યા સવાલ!

  • April 15, 2026
  • 6 views
Election: રાજ્યમાં ભારે અફરા-તફરી વચ્ચે કુલ 938 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા! કોંગ્રેસના ઉમેદવારોની “નીતિ” સામે ઉઠ્યા સવાલ!

Vadodara: ડભોઈમાં ભાજપના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા અને કોંગ્રેસના સુધીર બારોટ જાહેરમાં બાખડયા!

  • April 15, 2026
  • 9 views
Vadodara: ડભોઈમાં ભાજપના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા અને કોંગ્રેસના સુધીર બારોટ જાહેરમાં બાખડયા!

Vadodara News: વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચતા કોંગ્રેસના કાર્યકરોનો હલ્લાબોલ! ગાડીના કાચ તોડ્યા! જુઓ વિડીયો

  • April 15, 2026
  • 13 views
Vadodara News: વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચતા કોંગ્રેસના કાર્યકરોનો હલ્લાબોલ! ગાડીના કાચ તોડ્યા! જુઓ વિડીયો

Adani: જામ સાહેબે પાણીના ભાવે જમીન અદાણીને કેમ વેચી? અનેક તર્ક-વિતર્ક! વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું? જાણો

  • April 15, 2026
  • 7 views
Adani: જામ સાહેબે પાણીના ભાવે જમીન અદાણીને કેમ વેચી? અનેક તર્ક-વિતર્ક! વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું? જાણો