Iran War: ઈરાનમાં માતમનો માહોલ! લોકો યુદ્ધની પરવા કર્યા વગર રસ્તા પર ઉતર્યા!કરબલા પછીના આ સૌથી મોટા જંગની જાહેરાત,ખામેની ભાગ્યા વગર લડ્યા! જુઓ વિડીયો

  • World
  • March 1, 2026
  • 0 Comments

Iran War: ઈરાનમાં સુપ્રીમો ખમેનીના મોતના સમાચાર મળતા જ તેહરાનના એન્ગલેબ સ્ક્વેર જેવા વિસ્તારોમાં હજારો લોકો હુમલાની પરવા કર્યા વગર રસ્તા ઉપર ઉમટી પડ્યા હતા અને માતમ મનાવ્યો હતો જોકે,ખમેનીના મોત બાદ દુનિયાભરમાં શિયા મુસલમાન સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે,ઈરાનમાં ઠેરઠેર લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને વિરોધ કરી માતમ મનાવ્યો હતો.

એટલુંજ નહિ ઈરાની ટીવી એન્કરો સમાચાર વાંચતી વખતે ભાવુક થઈ રડતા જોવા મળ્યા હતા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ આ ઘટનાને ‘મુસ્લિમો વિરુદ્ધ યુદ્ધની ઘોષણા’ ગણાવી છે અને ઈઝરાયેલ તથા અમેરિકા સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે.

નવા સર્વોચ્ચ નેતાની નિમણૂક ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિ, ન્યાયતંત્રના વડા અને ગાર્ડિયન કાઉન્સિલના સભ્યોની બનેલી સમિતિ કામચલાઉ ધોરણે જવાબદારી સંભાળશે,શિયા સમુદાયમાં એકજ ચર્ચા છે કે દુનિયા ખામેનીની શહાદતને યાદ રાખશે. શહાદતના દરેક ઉલ્લેખમાં તેમની બહાદુરી હંમેશા મોખરે રહેશે.

તેઓ જાણતા હતા કે અમેરિકા તેમને નિશાન બનાવી શકે છે, છતાં તેઓ તેહરાનથી ભાગી ગયા ન હતા, બંકરમાં પાછા ફર્યા ન હતા, પરંતુ તેમના કાર્યાલયમાં કામ કરતી વખતે શહાદત સ્વીકારી હતી. ટ્રમ્પ ખામેનીને મારીને વિજયનો દાવો કરી શકતા નથી, કારણ કે તેમની કહેવાતી બહાદુરી ખામેનીની શહાદતની તુલનામાં ફીકી પડી જાય છે. ખામેનીની શહાદત છેલ્લા સિત્તેર કે એંસી વર્ષના મધ્ય પૂર્વના ઇતિહાસમાં સૌથી મોટી ઘટના છે.

આ ઘટનાનો વ્યાપક પ્રભાવ પડશે. અહીંથી, ઈરાનના અસ્તિત્વ માટેની લડાઈ ખરેખર શરૂ થાય છે. ઈરાને પોતાને ટકાવી રાખવા માટે કરેલી બધી તૈયારીઓનું પરીક્ષણ કરવાનો સમય આવી ગયો હોવાનું શિયાઓ માને છે અને કરબલા પછીનું આ મોટું યુદ્ધ હોવાનું કહી રહયા છે આવા અનેક વિડીયો પણ વાયરલ થઈ રહયા છે અને દુનિયાભરમાં વસતા શિયા મુસલમાનોમાં અમેરિકા વિરુદ્ધ માહોલ જોવા મળી રહ્યો છે.

જોકે,ખામેનીના મૃત્યુની કેટલાક વિસ્તારોમાં ઉજવણી પણ થઈ હતી ઈરાન, અમેરિકા અને યુકેના કેટલાક ભાગોમાં ઉજવણી થઈ હોવાના પણ અહેવાલ છે પણ તેના કરતા ખામેનીના સમર્થકોની સંખ્યા સૌથી વઘુ છે જેઓ શોક મનાવતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 1 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 6 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 9 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 10 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

  • July 31, 2026
  • 6 views
AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

  • July 31, 2026
  • 8 views
India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો