
NIA: ભારતમાં અતિ મોટી ગંભીર ઘટના બની છે,નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મિઝોરમ અને મ્યાનમાર સરહદ સાથે જોડાયેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓ બદલ એક અમેરિકન નાગરિક (મેથ્યુ એરોન વેન ડાઇક) સહિત છ યુક્રેનિયન નાગરિકોની ધરપકડ કરી છે,આ એક ગંભીર ઘટના છે જે આ શંકાસ્પદ ઈસમોને દિલ્હી, લખનૌ અને કોલકાતાના એરપોર્ટ પરથી પકડવામાં આવ્યા કે જ્યારે તેઓ ભારત છોડવાની ફિરાકમાં હતા.
તેઓ પ્રવાસન વિઝા પર ભારતમાં આવ્યા હતા અને મિઝોરમ જેવા સુરક્ષિત વિસ્તારમાં (Protected Area) પરમિટ વગર ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા,ત્યાંથી તેઓ સરહદ ઓળંગીને મ્યાનમાર ગયા હતા અને ત્યાં રહેલા જાતિગત સશસ્ત્ર જૂથો (Ethnic Armed Groups) ને ડ્રોન ચલાવવાની તાલીમ આપી હોવાનો અને હથિયારો પૂરા પાડ્યા હોવાનો આરોપ છે.
તેમનો હેતુ મ્યાનમારમાં એવા ડ્રોનને તાલીમ આપવાનો હતો જે ભારતમાં પ્રતિબંધિત બળવાખોર જૂથો સાથે જોડાયેલા હોય. તેમણે કહ્યું કે સશસ્ત્ર જૂથો દ્વારા ઉપયોગ માટે મોટી સંખ્યામાં ડ્રોન યુરોપથી ભારત વાયા મ્યાનમાર મોકલવામાં આવ્યા હોવાનો આરોપ છે.
યુરોપથી મંગાવેલા હાઇ-ટેક ડ્રોન ભારતના રસ્તે મ્યાનમાર સુધી પહોંચાડવામાં પણ આ ઈસમોની સંડોવણી હોવાની તપાસ ચાલી રહી છે, ધરપકડ કરાયેલ અમેરિકન નાગરિક મેથ્યુ વેન ડાઇક એક પૂર્વ લશ્કરી તાલીમ આપનાર અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા હોવાનું કહેવાય છે, જે અગાઉ લિબિયા અને સીરિયા જેવા યુદ્ધગ્રસ્ત દેશોમાં પણ સક્રિય રહ્યો હતો.
હાલમાં આ તમામ સાતેય આરોપીઓ NIA ની કસ્ટડીમાં છે અને તેમની સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે ધરપકડ કરાયેલ અમેરિકન નાગરિક મેથ્યુ વેન ડાઇકને ભાજપના પીઢ મહિલા નેતા નિર્મલા સીતારામનનું કાર્યાલય પણ ફોલો કરે છે ત્યારે સવાલ થાય કે આનું શુ કનેક્શન હોય શકે?
આ મુદ્દા ઉપર વરીષ્ઠ પત્રકાર મયુર જાનીએ વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે, જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









