Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

  • World
  • March 24, 2026
  • 0 Comments

●પ્લુટોનિયમની અસરો 24,000 વર્ષ સુધી રહે છે! અમેરિકાના અખતરા હવે દુનિયાને ભારે પડવાના છે!

Atomic Bomb: પેસિફિક મહાસાગરમાં માર્શલ ટાપુઓમાં એનવેટાક એટોલના વાદળી પાણીની વચ્ચે એક સફેદ કોંક્રિટ ગુંબજ (Dome) બનેલો છે,જેને દુનિયા રનિટ ડોમ (Runit Dome) તરીકે ઓળખે છે, દરિયામાં બનાવેલી વિશાળ સિમેન્ટ કોન્ક્રીટની આ કોઈ સામાન્ય બિલ્ડીંગ નથી પણ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા કરવામાં આવેલા ડઝનેક પરમાણુ પરીક્ષણોનો ભયાનક કાટમાળ આ કોન્ક્રીટ બિલ્ડીંગ નીચે દટાયેલો છે. થોડા દિવસો પહેલા પ્રકાશિત થયેલા અહેવાલોએ વૈજ્ઞાનિકોને ચિંતામાં મૂકી દીધા છે. આ 50 વર્ષ જૂના આ “મૃત્યુના કિલ્લા”માં હવે તિરાડો પડવા લાગી છે. નિષ્ણાતોને ડર છે કે જો આ બિલ્ડીંગ તૂટી પડશે, તો તેની અંદર રહેલો 120,000 ટનથી વધુ પરમાણુ કચરો સીધો સમુદ્રમાં પ્રસરી જશે તેનાથી તબાહી મચી શકે છે.

આપને જણાવી દઈએકે શીત યુદ્ધ દરમિયાન 1946 થી 1958 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સે માર્શલ ટાપુઓમાં 67 પરમાણુ વિસ્ફોટ કર્યા હતા. આ વિસ્ફોટોથી બચેલી કિરણોત્સર્ગી રાખ અને કાટમાળને સાફ કરવા માટે 1970 ના દાયકામાં એક વિશાળ ખાડો બનાવવામાં આવ્યો હતો. આ ખાડો પરમાણુ કચરાથી ભરવામાં આવ્યો હતો અને પછી તેના ઉપર 18 ઇંચ જાડા કોંક્રિટનું પડ ચડાવી ઢાંકી દેવામાં આવ્યો હતો. આને “કોંક્રિટ કબર” અથવા પરમાણુ કબર તરીકે ઓળખવામાં આવે છે.

વૈજ્ઞાનિકોએ કોન્ક્રીતના આ વિશાળ ગુંબજમાં કરોળિયાના જાળા જેવી તિરાડો જોઈ છે. તેઓ આના બે મુખ્ય કારણો જણાવે છે. પ્રથમ આબોહવા પરિવર્તનને કારણે સમુદ્રનું સ્તર વધી રહ્યું છે, જેના કારણે ખારા પાણી ગુંબજનો પાયો નબળો પડી રહ્યો છે. બીજું, જ્યારે તે બનાવવામાં આવ્યું હતું, ત્યારે તેનો હેતુ કામચલાઉ ઉકેલ તરીકે હતો પરંતુ હવે 50 વર્ષ પછી, કોંક્રિટની વેલીડીટી ખતમ થઈ ગઈ છે.

આ વિશાળ ગુંબજ નીચે પ્લુટોનિયમ-239 જેવા અત્યંત ખતરનાક કિરણોત્સર્ગી તત્વો છે. તે એટલું ઝેરી છે કે એક ચપટી પણ હજારો લોકોને મારી શકે છે. પ્લુટોનિયમની અસરો 24,000 વર્ષ સુધી રહે છે, જે માનવ સંપર્કમાં આવવાથી ભયાનક પરિણામો આવી શકે છે ઉપરાંત દરિયામાં દૂર દૂર સુધી દુનિયાભરમાં અસર કરી શકે છે જેમા વિશાળ દરિયામાં વિચરતા સમુદ્રી જીવો અને માછલીઓ દ્વારા માનવ ખોરાક શૃંખલામાં પ્રવેશી શકે છે, જેનાથી અસાધ્ય રોગો કે કેન્સર અને જન્મજાત રોગોનું જોખમ ઝડપથી વધી વધશે અને માનવ જિંદગીઓ માટે ખતરો ઉભો કરશે.

આ મુદ્દાએ રાજકીય વિવાદ પણ ઉભો કર્યો છે. માર્શલ આઇલેન્ડ સરકાર કહે છે કે આ ગંદકી યુનાઇટેડ સ્ટેટ્સની છે અને તેઓએ તેનો કોઈ નિવેડો લાવવો જોઈએ બીજી તરફ અમેરિકાનું કહેવુ છે કે ગુંબજનો બહારનો ભાગ પહેલેથી જ એટલો પ્રદૂષિત છે કે જો ગુંબજ તૂટી પડે તો પણ તેનાથી કિરણોત્સર્ગના સ્તરમાં ખાસ ફરક પડશે નહીં. જોકે, વૈજ્ઞાનિકો આ દલીલને ખતરનાક માને છે, સ્થાનિક લોકો આ ગુંબજને “ધ ટોમ્બ” કહે છે. રહેવાસીઓને ડર છે કે મોટા તોફાન કે સુનામીની સ્થિતિમાં, તે પત્તાના ઘરની જેમ તૂટી શકે છે. જો આવું થાય, તો પ્રશાંત મહાસાગરનો મોટો ભાગ ડેડ ઝોન બની જશે.

સૌથી મોટી ચિંતા દરિયાની સપાટીમાં વધારો છે, પાણી ધીમે ધીમે આસપાસના વિસ્તારોમાં અને માળખાની નીચે પહોંચી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં, પાણી ઘૂસવાની શક્યતા છે. જો આવું થાય તો આ ઝેરી કચરો ફેલાઈ શકે છે, નિષ્ણાતો માને છે કે માળખું તાત્કાલિક તૂટી પડશે નહીં, પરંતુ વાસ્તવિક ખતરો ધીમે ધીમે લીક થવામાં રહેલો છે. આનો અર્થ એ છે કે સમય જતાં, ઝેરી તત્વો પાણીમાં ઓગળી શકે છે, તેની ભયંકર અસરો થવાની દહેશત ઉભી થઈ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
  • September 24, 2026

Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

Continue reading
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

  • September 26, 2026
  • 1 views
Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

  • September 26, 2026
  • 3 views
Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

  • September 26, 2026
  • 3 views
Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

  • September 26, 2026
  • 4 views
Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

  • September 26, 2026
  • 7 views
Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

  • September 26, 2026
  • 7 views
Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ