Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • World
  • March 25, 2026
  • 0 Comments

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા બે દિવસથી દુનિયામાં ગપ્પા મારી રહયા છે કે ઈરાન હવે પરમાણુ બૉમ્બ નહિ બનાવે અને હવે સીઝ ફાયર માટે રાજી થઈ ગયું છે બીજું કે અમે યુદ્ધ જીતી ગયા છે અને અમારા યુદ્ધ વિમાનો ઈરાન ઉપર ફરી રહયા છે વગેરે વગેરે…હવે ઇરાને ટ્રમ્પની આ વાતોનો જવાબ મિસાઈલોથી આપ્યો છે અને દુનિયાને મેસેજ આપ્યો છે કે ઈરાન કયારેય ઝુક્યું નથી અને ઝુકશે પણ નહીં આ ટ્રમ્પને ગપ્પાં મારવાની ટેવ છે અને તેથીજ તેને તેની ભાષામાં જવાબ આપવો યોગ્ય લાગ્યો છે આમ,યુદ્ધ વિરામની વાતો હવાઈ ગઈ છે અને યુદ્ધ ચાલુ જ છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 15 મુદ્દાના શાંતિ પ્રસ્તાવની ઠેકડી ઉડાવતા ઈરાને ગલ્ફમાં અમેરિકાના અનેક સૈન્ય મથકો પર જોરદાર મિસાઈલ હુમલા કર્યા છે ઈરાને કુવૈત, જોર્ડન અને બહેરીન સ્થિત અમેરિકન સૈન્ય મથકો ઉપર ઉપરા ઉપરી હુમલા કરી ટ્રમ્પને ખુલ્લી ચેલેન્જ આપી છે. આ હુમલા કરીને ઈરાને ટ્રમ્પને સીધો મેસેજ આપ્યો છે કે એક મહિનો સીઝફાયર કરવા માટે ટ્રમ્પે મુકેલી 15 શરતો ઈરાનને સ્વીકાર્ય નથી, ઈરાને કહ્યું છે કે યુદ્ધ અમારી શરતો ઉપર પૂરું થશે.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે એક નિવેદનમાં કહ્યું કે કુવૈત, જોર્ડન અને બહેરીન સ્થિત અમેરિકન સૈન્ય મથકો તેમજ ઈઝરાયલના ખાસ લક્ષને નિશાન બનાવવામાં આવ્યા છે મળતા અહેવાલો મુજબ કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલાને કારણે ફ્યૂલ ટેન્કમાં આગ લાગી હતી. બીજી તરફ સાઉદી અરેબિયાએ પણ તેના પૂર્વી ક્ષેત્રમાં 4 ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે.

ઈરાન યુદ્ધ હવે સમાપ્ત થવા જઈ રહ્યું છે તેવું અમેરિકન પ્રમુખ ટ્રમ્પ એક તરફ ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવી રહ્યા છે કે ઈરાન સમજદારીથી વાત કરી રહ્યું છે અને તે જલ્દી જ પરમાણુ મહત્ત્વાકાંક્ષા છોડીને સમજૂતી કરવા માંગે છે તો બીજી તરફ ઈરાને આ દાવા ફગાવી દીધા છે. ઈરાનના સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ ઈબ્રાહિમ ઝોલફાઘારીએ ટ્રમ્પની મજાક ઉડાવતા કહ્યું કે, ‘અમેરિકા અમારી સાથે નહીં પણ ‘પોતાની સાથે જ વાટાઘાટો’ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યુ છે. જો અમેરિકા ખરેખર સુપર પાવર હોત તો અત્યાર સુધીમાં તેનું લક્ષ પૂર્ણ કરી ચૂક્યું હોત.’

ઈરાનના દૂતાવાસે પણ વાટાઘાટો કર્યાનો ઈનકાર કર્યો હતો, ફિનલેન્ડમાં ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ‘વોશિંગ્ટન પાસે કોઈ સત્તા નથી. ત્યાં બધું જ નિયંત્રણ અન્ય લોકોના હાથમાં છે.’ પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત રઝા અમીરી મોગધામના જણાવ્યા અનુસાર, ટ્રમ્પના દાવાઓથી વિપરીત બંને દેશો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ જ વાતચીત થઈ નથી.

આમ,ઈરાને ટ્રમ્પના સીઝફાયરના દાવાની વિશ્વભરમાં મજાક ઉડાવી છે. ઈરાનના એક સૈન્ય પ્રવક્તાએ આજે બુધવારે અમેરિકાના સીઝફાયરના દાવા અંગે જણાવ્યું કે,ટ્રમ્પ પોતાની સાથે જ વાતચીત કરી રહ્યા હોય તેવું લાગે છે, ઈરાની સેનાના ‘ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર’ ના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ ઈબ્રાહિમ જોલફઘારીએ આ નિવેદન સરકારી ટીવી પર પ્રસારિત એક રેકોર્ડ કરેલા વીડિયોમાં આપ્યું હતું.

તેમણે કહ્યું, “તમે જે તાકાતની વાત કરતા હતા, તે હવે નિષ્ફળતામાં બદલાઈ ગઈ છે. તમે પોતાને દુનિયાની મહાસત્તા કહો છો, પરંતુ જો આ તાકાત તમારી પાસે હોત તો અત્યાર સુધીમાં તમારું ઓપરેશન પૂર્ણ કરી શક્યા હોત પણ એવું થયું નથી અને તમારી હારને સમજૂતીનું નામ ન આપો. તમારા ખોખલા વચનોનો યુગ હવે પૂરો થઈ ગયો છે.” આમ કહી ઈરાને ટ્રમ્પની ખીલ્લી ઉડાવી અમેરિકાના લશ્કરી ઠેકાણા ઉપર મિસાઇલ હુમલા કરી પોતાનો જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
  • September 24, 2026

Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

Continue reading
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

  • September 26, 2026
  • 2 views
Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

  • September 26, 2026
  • 4 views
Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

  • September 26, 2026
  • 4 views
Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

  • September 26, 2026
  • 5 views
Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

  • September 26, 2026
  • 9 views
Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

  • September 26, 2026
  • 9 views
Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ