Israel: ઈરાન યુદ્ધમાં હૂતી વિદ્રોહીઓની ખુલ્લી એન્ટ્રી! ઈઝરાયેલ ઉપર ઝીંકી મિસાઇલો! સમગ્ર વિશ્વમાં ચિંતા!

  • World
  • March 28, 2026
  • 0 Comments

Israel: ઈરાન-ઈઝરાયલ યુદ્ધના 28 દિવસ વીતી ચુક્યા છે અને ટ્રમ્પ કહેતા ફરતા હતા કે હવે અમે 6 એપ્રિલ સુધી હુમલા કરીશું નહિ પણ ઈઝરાયેલે ઈરાનના પરમાણુ સેન્ટર ઉપર હુમલો કર્યો તેથી ટ્રમ્પની આંતરરાષ્ટ્રીય સ્તરે શાખા દાવ ઉપર લાગી છે આ અગાઉ હુતી વિદ્રોહીઓએ ચીમકી આપી હતી કે જો હવે ઈરાન ઉપર હુમલાઓ થશે તો અમે પણ યુદ્ધમાં સામેલ થઈશુ અને ટ્રમ્પના એક તરફી યુદ્ધ વિરામનો ભંગ થતાં તેને દગો સમજવામાં આવી રહ્યો છે અને આખરે હુતી વિદ્રોહીઓ યુદ્ધમાં સામેલ થઈ ગયા છે અને હવે પછીનું યુદ્ધ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય બનવાનું છે.

ટાઈમ્સ ઓફ ઈઝરાયલના રિપોર્ટ અનુસાર, યમનમાં હાજર ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓએ લગભગ 2000 કિલોમીટર દૂર ઈઝરાયલના દક્ષિણી શહેર બેર્શેબા અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવી બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી.

ઈઝરાયલી સેના અનુસાર, મિસાઈલ લોન્ચની જાણ થતા જ એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરવામાં આવી અને ખતરાને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યો. આ હુમલામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. વર્તમાન યુદ્ધ દરમિયાન યમનથી ઈઝરાયલ પર આ પહેલો હુમલો માનવામાં આવી રહ્યો છે.

હુતીએ આ પહેલા ગાઝા યુદ્ધ શરૂ થયા પછી નવેમ્બર 2023માં ઈઝરાયલ અને દરિયાઈ જહાજો પર હુમલા શરૂ કર્યા હતા. તેના જવાબમાં ઈઝરાયલે પણ તેમના પર જવાબી હુમલા કર્યા હતા. જોકે ઓક્ટોબર 2025માં હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયા પછી હુતી વિદ્રોહીઓએ ઈઝરાયલ પર હુમલા રોકી દીધા હતા અને ટ્રમ્પના યુદ્ધ રોકવાના દાવા બાદ પહેલી વખત હુતીઓ એ કહ્યું હતું કે જો હવે ઈરાન ઉપર હુમલો થશે તો તેઓ ઈરાનના સમર્થનમાં યુદ્ધમાં ઉતરશે.

દરમિયાન ઈઝરાયેલે ટ્રમ્પના વચનની ઐસી તૈસી કરી ઈરાનના હેવી-વોટર રિએક્ટર અને યલોકેક પ્રોડક્શન પ્લાન્ટ ઉપર હુમલા કરતા હવે હુતી વિદ્રોહીઓ યુદ્ધમાં સામેલ થઈ ગયા છે અને હવે પછીનું યુદ્ધ ખૂબજ ગંભીર માનવામાં આવી રહ્યું છે તેના મુખ્ય કારણમાં જે રીતે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દુનિયાની ગેસ-તેલની ચેઇન ખોરવી નાખી તે રીતે હજુ એક ચાલુ રહેલા બીજા વ્યૂહાત્મક માર્ગ બાબ-અલ-મંદેબ સ્ટ્રેટને પણ હુતિઓ બંધ કરી શકે છે.

જો આવું થયું તો હવે વિશ્વમાં મહામારી આવવાની છે જેની ગંભીરતા ટ્રમ્પ કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સમજવા તૈયાર નથી, હૂતી વિદ્રોહીઓની યુદ્ધમાં સીધી એન્ટ્રી અને’હવે યુદ્ધના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહો’ ની ઈરાનની ધમકીથી યુદ્ધ ભયાનક મોડ ઉપર પહોંચવાનો શંખનાદ સમગ્ર વિશ્વને ઝપેટમાં લેશે તે નક્કી છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
  • September 24, 2026

Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

Continue reading
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

  • September 26, 2026
  • 3 views
Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

  • September 26, 2026
  • 5 views
Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

  • September 26, 2026
  • 5 views
Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

  • September 26, 2026
  • 6 views
Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

  • September 26, 2026
  • 9 views
Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

  • September 26, 2026
  • 9 views
Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ