Adani Cement: અદાણીએ બનાવ્યું “કેન્સર” ગામ ; કોડીનારના વડનગરમાં લોકો નર્ક જેવી જિંદગી જીવવા મજબૂર ! વિરોધ કરે તો કંપની પોલીસ બોલાવે છે!

(દિલીપ પટેલ દ્વારા)

અમદાવાદ, 7 એપ્રિલ 2026

Adani Cement: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામે અદાણીના અંબુજા સિમેન્ટના પ્લાન્ટનું કેમિકલયુકત અને પ્રદૂષિત પાણી છોડાવાના કારણે હવા, પાણી અને જમીન પ્રદૂષિત થઈ ગયા છે અહીં 9 હજાર લોકો 25 વર્ષથી પ્રદૂષણની ગંભીર અસર હેઠળ જીવી રહયા છે, પ્રદૂષણ ફેલાવનાર અંબુજા અને એસીસી સિમેન્ટ કંપનીના માલિક વિનોદ અદાણી છે, જેઓ ગૌતમ અદાણીના મોટાભાઈ છે.

કોડીનારના વડનગરમાં અદાણી અંબુજા સિમેન્ટના પ્રદૂષણના કારણે લોકોને કેન્સર,કિડની રોગ,લીવર રોગ,પથરી,અસ્થમા જેવી બીમારીઓના ભોગ બની રહયા છે,કેન્સરથી દર વર્ષે અહીં 4થી વધુના મોત થાય છે,70થી 80 જેટલા લોકોને કેન્સરની બીમારી છે.

અહીં રહેતા રામભાઈ જોટવાએ જણાવ્યું કે તેમના પરિવારમાં તેમના બે દિકરાના બે વખત ઓપરેશન કરવા પડ્યા છે. બન્ને દિકરાઓને સૌથી વધારે ગંભીર અસર દેખાય છે,વારંવાર બીમાર પડે છે 10 વર્ષથી વારંવાર રજૂઆત કરતા હતા. પણ કોઈ પગલાં લેવાયા ન હતા. અધિકારીઓને નોટિસ આપી છે.

કન્વેયર બેલ્ટમાંથી ધૂળ નિકળે છે આસપાસના તમામ વિસ્તારમાં અસર થાય છે ફેક્ટરીની અસર ગામને વધારે થાય છે. ગામના બધા લોકોને આરોગ્યની અસર વધારે થાય છે ખેતરોમાં પાક પર ધૂળ બેસી જાય છે. તેથી આંબા, નાળિયેરીમાં નુકસાન વધારે થાય છે. ધૂળનો પાઉડર બેસી જાય છે. તેથી ફળ બંધાતા નથી.

ભયંકર પ્રદૂષણ હવે માજા મૂકી છે,શ્વાસ અને પથરી જેવા ગંભીર રોગોથી પીડાઈ રહી છે અધિકારીઓને ફરિયાદ કરે છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર નોટિસો આપે છે પણ ફેક્ટરી બંધ કરતા નથી. ફેક્ટરીમાં 51 વખત અધિકારીઓ આવીને ગયા પણ નોટિસ આપવા સિવાય કંઈ થતું નથી ટાલપત્રીનું કવર કરી દેવાનું કહ્યું અને પ્રશ્ન નિકાલ કરી દેવાનું કંપનીએ કહ્યું હતું. તે હાસ્પાસ્યદ છે. નાના લોકોનું અધિકારીઓ સાંભળતા નથી. વધારે કહીએ છીએ તો કહે છે કે પોલીસ બોલાવીશું.

નિવારણ નહીં આવે તો અમે રજૂઆત કરતાં રહીશું. અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતાં રહીશું મોટો અવાજ આવે છે. મહેમાનો આવે છે તે રાજના ઊંઘી શકતા નથી સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં ફરિયાદ કરી તો કંપની દ્વારા તાલપત્રી બાંધવા ઉકેલ જણાવ્યો હતો.

વડનગરના ખેડૂત ઇરાઈબેન રામભાઈ જોટવાએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી છે.
સિમેન્ટના ડસ્ટિંગને કારણે તેમના પતિને શ્વાસની બીમારી થઈ છે, જ્યારે બે પુત્રોના પથરીના બે-ત્રણ વાર ઓપરેશન કરાવવા પડ્યા છે.

કોડીનાર તાલુકામાં સૌથી વધુ કેન્સરના દર્દીઓ વડનગરમાં હોવાની રજૂઆત પણ પત્રમાં કરવામાં આવી હતી ગામના લોકોની શ્વાસ નળીમાં બળતરા અને ફેફસાના ઇન્ફેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે 64 ગામ કોડીનારના છે તેમાં વડનગરમાં સૌથી વધારે કેન્સર છે.

વડનગરની 2011ની વસ્તી 9296 અને કુટુંબો 2003 હતા. 2026માં તેમાં કોઈ જાજો વધારો થયો નથી સિંચાઈના પાણી ખરાબ થઈ ગયા છે. પીવાથી પથરી વધે છે. નાળિયેરી, ઘઉંના પાક પર ધૂળ જામે છે. પાણી અને ધૂળના કારણે 50 ટકા ઓછું ઉત્પાદન થઈ ગયું છે કુવાના પાણી આસપાસ થઈ ગયા છે.

આસપાસના ખેતરોમાં લાલ પાણી થઈ જાય છે. સિમેન્ટની રજકણોને કારણે બંજર બની ગઈ છે અહીં રહેતા નાજાભાઇ મુળાભાઈ ગાધેએ રજૂઆત કરી કે 10 વર્ષમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ 51 વખત પ્લાન્ટની મુલાકાત લીધી છે.

રાતના સમયે ધૂળ આવે ઘરની અંદર સ્તર જામી જાય છે આંખો બળે છે. શ્વાસ લેવામાં તકલીફ છે. વાડી વિસ્તારના 250 ઘરમાં ભારે ખરાબી છે તપાસમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી ઓનલાઇન મોનિટરિંગ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે ચીમનીના ગેસ પેરામીટર કાર્યરત નથી એ એફ આર વિભાગમાં VOCની તીવ્ર દુર્ગંધ આવે છે.

નક્કર ક્લોઝર નોટિસ કે કડક દંડની કાર્યવાહી કરી ન હતી ગુજરાત હાઇકોર્ટમાં ઓક્ટોબર 2024માં રિટ અરજી દાખલ થઇ હતી વળતર અપાવા દાદ માંગવામાં આવી હતી કલેક્ટર, ધારાસભ્યો, સાંસદ અને મુખ્યમંત્રીને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે ધારાસભ્ય મોહન વાળાએ 2021માં રજૂઆત કરી હતી.

એક જ કેમ્સમાં ત્રણ સિમેન્ટ પ્લાન્ટ, ડીજી પાવર પ્લાન્ટ અને કોલસાનો પાવર પ્લાન્ટ મળી કુલ પાંચ પ્લાન્ટ આવેલા છે કેમિકલ, બળતણ, ઓઇલ સહિતની ચીજવસ્તુઓનો જોખમી સંગ્રહ થાય છે ટ્રીટમેન્ટ કે યોગ્ય પ્રક્રિયા અનુસર્યા વિના જ તેના પ્લાન્ટનું કેમિકલ પાણી અને પ્રદૂષિત પાણી-એફુલઅન્ટનો આડેધડ નિકાલ કરાય છે. અનેક ફરિયાદો છતાં ફેકટરીનાં પેટનું પાણી હલતું નથી માણસો, પશુઓ, જીવસૃષ્ટિ, કૂવા, તળાવ, જમીન, ખેતીના પાકનું ઉત્પાદ ઘટી ગયું છે લોકોનાં ઘરોમાં સિમેન્ટની ધૂળ ભરાઈ જાય છે.

લિકવિડ યાર્ડ અને શિલકાય યાર્ડ, તથા કન્વયર બેલ્ટથી ધૂળ ઉડે છે કૂવામાંથી લાલ કેમિકલયુક્ત પાણી આવે છે. લોકોના આરોગ્યને અને પાકને નુકસાન થયું છે 2021ના ઓક્ટોબરે કોડીનારના મામલતદાર સંજયસિંહ અસવારને રજૂ કરી હતી.

કંપનીના મેનેજરને અનેક વખત લેખિતમાં જાણ કરી હતી ખેડૂતો આંદોલન કર્યું હતું કંપનીએ હજી સુધી પ્રદૂષણ મામલે કંઈ કર્યું નથી મયુર ગાધે વડનગરના મયુર ગાધે દ્વારા પ્રદૂષણના કારણે ગામમાં કેન્સર સહિતની ગંભીર બીમારીઓ છે. કંપની દ્વારા ખાણો ખોદી કાઢવામાં આવી છે.

ભાવેશ સોલંકી ભાવેશભાઈ સોલંકી કેન્દ્રીય પોલ્યુશન કંટ્રોલ બોર્ડને રજૂઆત કરી હતી જી.પી.સી.બી.ની ગાંધીનગર ખાતેની કચેરીને સ્થળ તપાસ કરીને અહેવાલ આપવા આદેશ કર્યો હતો બગાયતી પાકો અંબુજા ફેક્ટરી અંબુજા સિમેન્ટ્સ લિમિટેડની શરૂઆત 1986માં થઈ હતી પ્લાન્ટની શરૂઆત વખતે તેની ઉત્પાદન ક્ષમતા 7 લાખ ટન હતી હાલમાં ઇન્ટિગ્રેટેડ પ્લાન્ટની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા અંદાજે 27 મિલિયન ટન પ્રતિ વર્ષ છે.

60 હજાર ટન પ્લાસ્ટીક સળગાવે છે દેશમાં 11 રાજ્યોમાં 21 સ્થાનો પર તેની ફેક્ટરી છે. 100 મિલિયન ટન પેદા કરે છે ફેક્ટરી પોતાની જરૂરિયાત માટે 90 મે.વો.નો કેપ્ટિવ કોલ પાવર પ્લાન્ટ ધરાવે છે પરિવહન ખર્ચ ઘટાડવા માટે અહીંથી 7 કિમી દૂર મૂળ દ્વારકા ખાતે દરિયાઈ જેટી બનાવવામાં આવી છે. દરિયાઈ માર્ગે નિકાસ અને પરિવહન કરે છે ફેક્ટરીની આસપાસ કર્મચારીઓ માટે વસાહત હોવાથી આ વિસ્તાર ‘અંબુજા નગર’ તરીકે પણ ઓળખાય છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Adani Cement: વડનગરમાં અંબુજા સિમેન્ટના વાયુ પ્રદૂષણથી ગ્રામજનો ત્રસ્ત! કિડની-લીવર અને શ્વાસ સંબંધી રોગો વધ્યા! જુઓ, ખાસ અહેવાલ
  • April 6, 2026

Adani Cement: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામે આવેલી અંબુજા સિમેન્ટ કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ સામે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રદૂષણના…

Continue reading
Narendramodi: નરેન્દ્ર મોદીનું ગુજરાતના તમામ ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પહોંચાડવાનું લક્ષ પૂર્ણ કેમ ન થયું?
  • April 5, 2026

Narendramodi: હાલમાં સમગ્ર દેશમાં ગેસની ભારે અછત ઉભી થઇ છે ત્યારે 2007 માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના તમામ ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ તે હજુ પણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madhu Kishwar: મધુ કિશ્વરને મળી જાનથી મારી નાખવાની ધમકી ; The Gujarat Report ઉપર મધુ કિશ્વરનો સનખેજ ખુલાસો! જુઓ, વિડીયો

  • April 7, 2026
  • 4 views
Madhu Kishwar: મધુ કિશ્વરને મળી જાનથી મારી નાખવાની ધમકી ; The Gujarat Report ઉપર મધુ કિશ્વરનો સનખેજ ખુલાસો! જુઓ, વિડીયો

Adani Cement: અદાણીએ બનાવ્યું “કેન્સર” ગામ ; કોડીનારના વડનગરમાં લોકો નર્ક જેવી જિંદગી જીવવા મજબૂર ! વિરોધ કરે તો કંપની પોલીસ બોલાવે છે!

  • April 7, 2026
  • 6 views
Adani Cement: અદાણીએ બનાવ્યું “કેન્સર” ગામ ; કોડીનારના વડનગરમાં લોકો નર્ક જેવી જિંદગી જીવવા મજબૂર ! વિરોધ કરે તો કંપની પોલીસ બોલાવે છે!

Tamil Nadu: વેપારી પિતા-પુત્રને પોલીસ કસ્ટડીમાં લઈ નગ્ન કરી ઢોર માર મારી હત્યા કરનાર નવ પોલીસવાળાઓને ફાંસીની સજા

  • April 7, 2026
  • 8 views
Tamil Nadu: વેપારી પિતા-પુત્રને પોલીસ કસ્ટડીમાં લઈ નગ્ન કરી ઢોર માર મારી હત્યા કરનાર નવ પોલીસવાળાઓને ફાંસીની સજા

Trump’s Threat: અમેરિકાનો પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો! ટ્રમ્પની ધમકી,હવે ‘એકજ રાતમાં ઈરાનનો ખેલ ખતમ! “This is my last warning”

  • April 7, 2026
  • 10 views
Trump’s Threat: અમેરિકાનો પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો! ટ્રમ્પની ધમકી,હવે ‘એકજ રાતમાં ઈરાનનો ખેલ ખતમ! “This is my last warning”

Adani Cement: વડનગરમાં અંબુજા સિમેન્ટના વાયુ પ્રદૂષણથી ગ્રામજનો ત્રસ્ત! કિડની-લીવર અને શ્વાસ સંબંધી રોગો વધ્યા! જુઓ, ખાસ અહેવાલ

  • April 6, 2026
  • 5 views
Adani Cement: વડનગરમાં અંબુજા સિમેન્ટના વાયુ પ્રદૂષણથી ગ્રામજનો ત્રસ્ત! કિડની-લીવર અને શ્વાસ સંબંધી રોગો વધ્યા! જુઓ, ખાસ અહેવાલ

Iran War Update: ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ માટે પાકિસ્તાને કરી મધ્યસ્થી! ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા કર્યો ઇન્કાર

  • April 6, 2026
  • 5 views
Iran War Update: ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ માટે પાકિસ્તાને કરી મધ્યસ્થી! ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા કર્યો ઇન્કાર