Donald Trump: ઈઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસનો સીઝ ફાયર : ટ્રમ્પે કરી જાહેરાત

  • World
  • April 16, 2026
  • 0 Comments

Donald Trump: ઈરાન-અમેરિકા વચ્ચે પાકિસ્તાન માં યોજાયેલી શાંતિવાર્તા નિષ્ફળ રહી તે સમયે ઈરાને જે પહેલી શરત રાખી હતી તે ઈઝરાયેલ દ્વારા લેબનોન પર હુમલા બંધ કરવાની હતી તે શરત પૂર્ણ થઈ છે આખરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે (Ceasefire) યુદ્ધવિરામની જાહેરાત કરી છે આ યુદ્ધવિરામ આજે સાંજે 5:00 વાગ્યે (EST) થી અમલમાં આવી ગયો છે.

ટ્રમ્પે (Truth Social) ટ્રુથસોશિયલ પરની એક પોસ્ટમાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે, “મેં લેબનોનના અત્યંત આદરણીય રાષ્ટ્રપતિ જોસેફ ઓન અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાતચીત કરી છે. આ બંને નેતાઓ સંમત થયા છે કે, તેમના દેશો વચ્ચે શાંતિ લાવવા માટે, તેઓ સત્તાવાર રીતે સાંજે 5 વાગ્યે EST વાગ્યે 10 દિવસનો યુદ્ધવિરામ શરૂ કરશે.”

ત્યારબાદ લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉને ફોન પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો યુદ્ધવિરામના પ્રયાસો માટે આભાર માન્યો હતો રાષ્ટ્રપતિ કાર્યાલય અનુસાર બંને નેતાઓએ લેબનોનની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી. આઉને કહ્યું કે દેશમાં શાંતિ અને સ્થિરતા માટે વહેલો યુદ્ધવિરામ જરૂરી છે.

અમેરિકાની મધ્યસ્થતા હેઠળ, બંને દેશો વચ્ચે વોશિંગ્ટનમાં સીધી શાંતિ મંત્રણા યોજાઈ હતી, જે છેલ્લા 33 વર્ષોમાં પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક માનવામાં આવે છે જેમાં 10 દિવસનો સીઝફાયર થયો છે અમેરિકાના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ૧૯૯૩ બાદ બંને દેશો વચ્ચે પ્રથમ વાર સીધી ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Masoud Pezeshkian Resignation: જ્યારે નિર્ણયો સેના જ લે છે તો અમારું શું કામ? ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનનું રાજીનામું
  • June 1, 2026

Masoud Pezeshkian Resignation: ઈરાન અત્યારે બહારથી ભલે અમેરિકા જેવા શક્તિશાળી દેશ સામે મજબૂતીથી લડતું દેખાતું હોય, પરંતુ દેશની અંદર સત્તાના સર્વોચ્ચ સ્તરે ભયાનક બગાવત અને નારાજગી ફાટી નીકળી છે. ઈરાનની…

Continue reading
Bangladesh US Trade Deal Controversy: શાંતિના નોબેલ વિજેતાનો અસલી ચહેરો, ૧૮ મહિનામાં બાંગ્લાદેશને અમેરિકાના હાથે વેચીને યુનુસે પોતાના તમામ ભ્રષ્ટાચારના કેસો કરાવ્યા માફ
  • May 27, 2026

Bangladesh US Trade Deal Controversy: બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ વચગાળાની સરકારના વડા બનેલા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસનો અસલી ચહેરો હવે દુનિયા સામે ખુલ્લો પડી ગયો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CBSE OSM Controversy: પોર્ટલ ઠપ્પ, પેમેન્ટ ફેલ અને પરિણામોમાં લોચા! NDA ના પોતાના જ મતદારો હવે માંગી રહ્યા છે ભ્રષ્ટ શિક્ષણ મંત્રીનું રાજીનામું

  • June 4, 2026
  • 3 views
CBSE OSM Controversy: પોર્ટલ ઠપ્પ, પેમેન્ટ ફેલ અને પરિણામોમાં લોચા! NDA ના પોતાના જ મતદારો હવે માંગી રહ્યા છે ભ્રષ્ટ શિક્ષણ મંત્રીનું રાજીનામું

Dudhsagar Dairy SNF Price Scam: દૂધનાં ભાવ તો વધ્યા પણ ડેરીમાં પશુપાલકોનું શોષણ કેવું છે?

  • June 4, 2026
  • 5 views
Dudhsagar Dairy SNF Price Scam: દૂધનાં ભાવ તો વધ્યા પણ ડેરીમાં પશુપાલકોનું શોષણ કેવું છે?

Yogi Adityanath Cow Politics: ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ પર યોગી આદિત્યનાથની ટિપ્પણી ‘પાખંડપૂર્ણ’

  • June 4, 2026
  • 9 views
Yogi Adityanath Cow Politics: ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ પર યોગી આદિત્યનાથની ટિપ્પણી ‘પાખંડપૂર્ણ’

Malviya Nagar Fire Tragedy Delhi: દિલ્હીના માલવીય નગરમાં ભીષણ આગનો તાંડવ, ૬ રૂમની પરવાનગી વાળા બિલ્ડિંગમાં ૨૦ ઓરડા કોના આશીર્વાદથી ખડકાયા?

  • June 4, 2026
  • 5 views
Malviya Nagar Fire Tragedy Delhi: દિલ્હીના માલવીય નગરમાં ભીષણ આગનો તાંડવ, ૬ રૂમની પરવાનગી વાળા બિલ્ડિંગમાં ૨૦ ઓરડા કોના આશીર્વાદથી ખડકાયા?

Ghatlodia Contaminated Water: સ્માર્ટ સિટીના નામે ઘાટલોડિયાની જનતાને પિવડાવ્યું ગટરનું પાણી, ૧૦૦૦ થી વધુ લોકો બીમાર

  • June 4, 2026
  • 8 views
Ghatlodia Contaminated Water: સ્માર્ટ સિટીના નામે ઘાટલોડિયાની જનતાને પિવડાવ્યું ગટરનું પાણી, ૧૦૦૦ થી વધુ લોકો બીમાર

Abhishek Mishra Mathura Arrest: શિક્ષિતોને શિકાર બનાવતો આઈઆઈટી પાસઆઉટ ‘બાબા’ ગિરફ્તાર! પ્રસાદના નામે નશો કરાવી આશ્રમમાં ખેલાતો બળાત્કારનો ખેલ

  • June 4, 2026
  • 9 views
Abhishek Mishra Mathura Arrest: શિક્ષિતોને શિકાર બનાવતો આઈઆઈટી પાસઆઉટ ‘બાબા’ ગિરફ્તાર! પ્રસાદના નામે નશો કરાવી આશ્રમમાં ખેલાતો બળાત્કારનો ખેલ