
Delimitation Bill: સમગ્ર દેશમાં ખાસ કરીને રાજકીય પક્ષોમાં સીમાંકન બિલ 2026 (Delimitation Bill 2026) મુદ્દે ઘમાસાણ મચ્યું છે કેમકે ભારતની લોકશાહીમાં સૌથી મોટા ફેરફારો પૈકીનું આ બિલ છે અને આ બીલનો ઉદ્દેશ્ય લોકસભાની બેઠકો 543 થી વધારીને 850 કરવાનો છે. આ પ્રસ્તાવનો વિપક્ષ દ્વારા વ્યાપક વિરોધ થઈ રહ્યો છે, જેના મુખ્ય કારણો ઉત્તર-દક્ષિણ રાજ્યો વચ્ચેના રાજકીય સંતુલન અને વસ્તી નિયંત્રણ નીતિઓ સાથે સંબંધિત છે.
ખાસ કરીને કોંગ્રેસ, ડીએમકે અને ટીએમસી, આ બિલને “અબંધારણીય” અને “ભારતના સંઘીય (Federal) માળખા પર હુમલો” ગણાવે છે. તેઓ માને છે કે આનાથી દક્ષિણના રાજ્યોનો સંસદમાં પ્રભાવ ઓછો થઈ જશે ગેરરીતિ (Gerrymandering) નો ડર: એવો આક્ષેપ છે કે સરકાર 2029ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપના પક્ષમાં ચૂંટણી મેદાન (Constituency Boundaries) તૈયાર કરવા માટે આ સીમાંકનનો ઉપયોગ ‘બેકડોર’ થી કરી રહી છે.
અકાળ અને ગેરબંધારણીય પગલું: વિરોધ પક્ષોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે મહિલા અનામત બિલ 2023માં સર્વસંમતિથી પાસ થયા પછી, હવે સીમાંકન સાથે તેને જોડીને વહેલી તકે (2026માં) કેમ લાવવામાં આવી રહ્યું છે?
જ્યારે કેન્દ્ર સરકારનો દાવો છે કે આ સીમાંકનથી દક્ષિણના રાજ્યોને નુકસાન નહીં થાય અને મહિલાઓને 33% અનામતની ખાતરી મળશે. અમિત શાહે જણાવ્યું હતું કે, 50% સીટો વધારવાના મોડેલ હેઠળ તમામ રાજ્યોની સીટો વધશે અને દક્ષિણના રાજ્યોનો હિસ્સો લગભગ સમાન રહેશે.
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મયુર જાની અને મેહુલ વ્યાસે વિસ્તૃત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








