Rajula Copper Plant Protest: ઝેરી હવા અને પાણી છોડતી કોપર ફેક્ટરીમાં ભાજપ અને તંત્ર હાજર, નૈતિકતા ગેરહાજર!

Rajula Copper Plant Protest: DYSP હરેશ વોરા, ધારાસભ્ય હીરા સોલંકી, અમરેલી કલેકટર વિકલ્પ ભારદ્વાજ, ચેતન શિયાળ, જાફરાબાદ મામલતદાર, જીગ્નેશ ભાઈ પટેલ APMC રાજુલા ના ભૂતપૂર્વ ચેરમેન અને હાલ ગુજરાત ખેડૂત બજાર નિયંત્રણ સમિતિ ના ચેરમેન પદે છે..

અંબાજીમાં કોપરની નવી ખાણથી તાંબાની આયાત ઘટશે
અંબાજીમાં પ્રથમ ભૂગર્ભ કોપર – લેડ – ઝીંક ખાણ શરુ થશે

કોપર (તાંબા) ની ફેક્ટરીઓ કે પ્રોસેસિંગ પ્લાન્ટ્સથી પર્યાવરણ, પશુ અને માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે.

રાજુલા આસપાસના 20 ગામો
વંધ લુણસાપુર અને લોથપુર (જ્યાં મુખ્ય પ્લાન્ટ પ્રસ્તાવિત છે)
કાગવદર
મીઠાપર
કોવાયાવંધ
નાગેશ્રી
સરોવરડાકોળી
કંથારીયાબલાની વાવ

20 કિલોમીટરની ત્રિજ્યામાં

ગામો
સલ્ફર ડાયોક્સાઇડ અને ઝેરી રજકણોને કારણે આસપાસના ગામોના લોકોમાં શ્વાસના રોગો, ફેફસાની બીમારીઓ અને ત્વચાના કેન્સર જેવા ગંભીર રોગો થવાનું જોખમ વધી જશે.

પ્લાન્ટને સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરી રહ્યા છે.

કોપર ગાળવાની ભઠ્ઠીઓ માંથી સલ્ફર ડાયોક્સાઇડ અને ભારે ઝેરી ધુમાડો નીકળે છે, જેનાથી એસિડ વર્ષા થઈ શકે છે અને શ્વસનતંત્રના ગંભીર રોગો થાય છે.

કોપર નિષ્કર્ષણ દરમિયાન સલ્ફ્યુરિક એસિડ અને આર્સેનિક, સીસું, કેડમિયમ જેવી ઝેરી ધાતુઓનો કચરો પાણીમાં ભળે છે, જે જળચર જીવોને મારી નાખે છે અને પીવાના પાણીને દૂષિત કરે છે.

જમીનને બિનફળદ્રુપ બનાવી નાખે છે.

આસપાસના રહેવાસીઓમાં કેન્સર, ત્વચાના રોગો અને જન્મજાત ખામીઓનું પ્રમાણ વધે છે.

ગુજરાતમાં પણ આવા પ્રોજેક્ટ્સ સામે સ્થાનિક સ્તરે વિરોધ નોંધાયો છે

રાજુલા (અમરેલી) અને જાફરાબાદ પંથકમાં પ્રસ્તાવિત કોપર સ્મેલ્ટર અને ફર્ટિલાઈઝર પ્લાન્ટના કારણે પર્યાવરણ, ખેતી અને વન્યજીવોને ગંભીર નુકસાન થવાની ભીતિ છે.

રાજુલા કોપર હટાવો સમિતિ દ્વારા આ પ્રોજેક્ટનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

નુકસાન અને અસરો

એશિયાટીક સિંહોના નિવાસસ્થાન ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની સરહદથી માત્ર 26 કિલોમીટર દૂર છે.
30 સિંહોની અવરજવર જોવા મળી છે. પ્લાન્ટના ઝેરી ધુમાડા અને અવાજના પ્રદૂષણથી સિંહો અને અન્ય વન્યજીવોના કુદરતી આવાસને મોટું નુકસાન થશે.

સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ ૨૫૭ સિંહ વસવાટ કરે છે.
રાજુલા અને જાફરાબાદનો દરિયાકાંઠો સિંહોનું કુદરતી આવાસ બની ચૂક્યો છે.

કોપર પ્લાન્ટના પ્રદૂષણની સીધી અસર અહીં મુક્તપણે ફરતા સિંહો પર પડશે.

પ્લાન્ટની આસપાસના 20 કિલોમીટરના વિસ્તારમાં આવેલી જમીન ભવિષ્યમાં ખેતીલાયક નહીં રહે.

કોપર પ્રોસેસિંગના કેમિકલ યુક્ત વાયુઓ હવામાં ભળવાથી કપાસ, મગફળી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થશે.

ઘાસચારો દૂષિત થવાથી અહીંનો મુખ્ય વ્યવસાય ગણાતું પશુપાલન જોખમાશે.

જળ સ્ત્રોતો અને દરિયાઈ જીવો પર આર્સેનિક, સીસું, કેમિકલ યુક્ત પાણી જમીનમાં ઉતરવાથી પીવાના અને સિંચાઈના પાણીના બોર દૂષિત થઈ જશે.

મત્સ્યઉદ્યોગ
દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી જો કેમિકલયુક્ત કચરો દરિયામાં જશે, તો માછલીઓ અને અન્ય જળચર જીવો નાશ પામશે, જેનાથી સ્થાનિક માછીમારોની રોજીરોટી છીનવાઈ શકે છે.
રાજુલા અને જાફરાબાદમાં 25 હજાર માછીમારો દરિયાઈ વ્યવસાય સાથે સીધા સંકળાયેલા છે. જે કોળી સમૂદાયના છે.

જાફરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં 17 હજાર
ખારવા અને કોળી સમાજના છે.

35 હજાર લોકો આ ઉદ્યોગ પર નિર્ભર છે.

ગુજરાતના ટોચના 10 ફિશ લેન્ડિંગ સેન્ટરોમાંનું એક મોટું કુદરતી બંદર છે. 700 બોટો છે.

બૂમલાં માછલીનો વૈશ્વિક ગઢ છે. તેનો વેપાર રૂ. 600 કરોડ છે.

00000
રાષ્ટ્રિય પર્યાવરણ નિતી- 2006માં જળ દ્વારા ઉભા થતાં સામાજીક જોખમોના નિયમનની વાત કરાઈ છે. આથી સરકાર દ્વારા નદીઓ સરોવર અને ભુગર્ભજળના પ્રદુષણને કારણે, થતાં પાણીજન્ય રોગોની જનઆરોગ્ય પર ઉભા થતા જોખમ અંગે મોજણી કરવી જરૂરી હતી.

નદી, સરોવર અને ભુગર્ભજળમાં રહેલ આર્સનીક, ઝીંક, આર્યન, મરક્યુરી,કોપર, કોમીયમ કડીમીયમ, લેડ અને સેન્દ્રિય પ્રદુષકીની હાજરીને કારણે થતાં પાણીજન્ય અને જળ આર્ધારીત રોગોના ખતરા અંગેની સરકાર દ્વારા કોઈ મોજણી કરવામાં આવી ન હતી.

પીવાના તેમજ અન્ય ઉપયોગમાં લેવાથી ઉભા થતાં નકારાત્મક પરીણામોની કોઈ મોજણી કરવામાં આવી ન હતી.

00000000
13 માર્ચ, 2024

– રાજુલા-જાફરાબાદ વચ્ચેના લોથપુર ગામ પાસે.

જાહેર સુનાવણી પહેલા, વિરોધ કરવા માટે યાર્ડમાં એક મીટિંગ યોજવામાં આવી હતી, અન્ય સ્થાનિક લોકોએ કંપનીના સમર્થનમાં રાત્રે સભા યોજી હતી.

રાજુલા: રાજુલા-જાફરાબાદ વચ્ચેના લોથપુર ગામ પાસે આવેલી કોપર કંપનીના કારણે પર્યાવરણ સહિત સ્થાનિક લોકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હોવાનું કેટલીક સંસ્થાઓના લોકોએ વિરોધ દર્શાવી જણાવ્યું હતું. જોકે, અન્ય સ્થાનિકોએ કંપનીના સમર્થનમાં રાત્રી બેઠક યોજી હતી. આવી સ્થિતિમાં

13મીએ લોથપુર ગામ પાસે જાહેર સુનાવણી યોજાઈ

રાજુલા કોપર ખાતપો સમિતિ દ્વારા ખેડૂતો સહિત પર્યાવરણ પ્રેમીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપની સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદન પત્ર સાથે પોસ્ટર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મહુવા તાલુકાના ખેડૂત આગેવાનો ભરતસિંહ વાળા, ઝૈદીભાઈ ખાખરા, ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ વિક્રમભાઈ ઘાઘરા, ચેતનભાઈ વ્યાસ, પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરી, પર્યાવરણ પ્રેમી મનીષભાઈ ગોસ્વામી, જોરૂભાઈ ખાખરા, યુસુબભાઈ દરબાણ, ધીરૂભાઈ ઘાઘરા, અમરૂભાઈ ઘાઘરા, ચેતનભાઈ વ્યાસ, ચંદુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

દરમિયાન, જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક, ખેડૂતો અને સ્થાનિકો મોડી રાત્રે વિરોધકર્તાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને કંપનીને આવકારવા માટે ભેગા થયા હતા. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય અને જિલ્લા કારોબારી પ્રમુખ કરશનભાઈ ભીલ, કાગવદર માજી સરપંચ મહિપતભાઈ વરૂ, ઉંચીયા સરપંચ પ્રતાપભાઈ બેપરીયા, તાલુકા પંચાયત સદસ્ય શિવરાજભાઈ કોટીલા, કારોબારી પ્રમુખ અનિરુધ્ધભાઈ વાળા, લોથપુર સરપંચ રાણાભાઈ મકવાણા, કિસાન મોરચાના આગેવાન કનુભાઈ મકવાણા, ખેડૂત આગેવાન કનુભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાઈ વરુ હાજર રહ્યા હતા અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. સ્થાનિક સકારાત્મક લોકોને માહિતી મળી રહે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આંદોલન કચડી નંખાયું

ઇન્ડો એશિયા કોપર ફેક્ટરીનું કામ ચાલુ

લોઠપુર અને લુણસાપુર ગામની પીઠેહઠ

કોપર ફેક્ટરી સામે આંદોલન બંધ

લોઠપુર કેમ
લુણસાપુર

ઇન્ડો એશિયા કોપર ઝેરની ફેક્ટરી

લોકોએ વિરોધ થતાં ભાજપની દાદાગીરી

26 લાખ ટન કોપર-ખાતર બનશે

ઇન્ડો એશિયા કોપરના 16 હજાર કરોડનો પ્રોજેક્ટમાં 26 લાખ ટન કોપર-ખાતર બનશે

અમરેલીના જાફરાબાદ-રાજુલા તાલુકાના લોથપુર (લોઠપુર) ગામ પાસે ઈન્ડો એશિયા કોપર લિમિટેડ દ્વારા કોપર પ્લાન્ટ સામે સ્થાનિક ખેડૂતો અને રહીશો દ્વારા કોપર હટાવો સમિતિ બનાવવામાં આવી

પ્રોજેક્ટથી હજારો એકર ખેતીની જમીન અને સિંહ, દીપડા જેવા વન્યજીવોને નુકસાન થવાની આશંકાએ ગ્રામજનો તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ પ્લાન્ટથી આસપાસના વિસ્તારમાં ૨૦ કિ.મી. સુધીના ક્ષેત્રમાં ખેતી અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચશે

આ વિસ્તાર ઇકો-સેન્સેટિવ ઝોન અને વન્યજીવોની અવરજવર ધરાવતો હોવાથી તેનો ભારે વિરોધ છે

લોકસુનાવણી: પ્રોજેક્ટ માટે જી.પી.સી.બી. (GPCB) દ્વારા આયોજિત લોકસુનાવણી દરમિયાન ઉગ્ર હોબાળો થયો હતો અને વિરોધ પ્રદર્શન પણ કરાયા હતા

આવેદનપત્ર: કોપર હટાવો સમિતિ દ્વારા અગાઉ રાજુલા મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદનપત્રો આપીને આ પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરવામાં આવી છે

કોપર હટાવો સમિતિના મુખ્ય આગેવાનો

ફેક્ટરી ચાલુ

તખુભાઈ સાંડસુર
ભરતસિંહ વાળા
વિક્રમભાઈ ધાખડા
મૃદિતાબેન વિદ્રોહી (અમદાવાદના જાણીતા પર્યાવરણ અને સામાજિક કાર્યકર – જેમને લોકસુનાવણી દરમિયાન બોલતા અટકાવી પોલીસે ડિટેઈન કર્યા હતા)

નીતાબેન વૈદ

મંગળુભાઈ ખુમાણ

જયદીપભાઈ ખુમાણ

5 દિવસ સભા કરી
લોકસુનાવણીમાં ધરપકડ કરાવી

થાંભલાનું

વીજ લાઇન ના કોન્ટ્રાક્ટરો જ નેતાઓ અને પોલીસ છે.

દાદાગીરીથી ખેડૂતોનો માર્ગ બંધ કરતી કંપની સામે ધારાસભ્ય લાલઘૂમ થયા છે.

રાણીગપરા ગામે ખાનગી કંપનીએ ખેડૂતોનો માર્ગ બંધ કર્યો હોવાથી ખેડૂતોએ હીરા સોલંકીને રજૂઆત કરી હતી. કંપનીનું તાળું તોડ્યું હતું. ‘દાદાગીરી નહીં ચાલે’ કહી ખેડૂતોનો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો

રાજુલા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારાનાનેસ વિસ્તારના ખેડૂત ભીખુભાઈ હમીરભાઈ ધાખડાએ પોતાની માલિકીની જમીનમાં લાઇન ઉભી કરાવવા મુદ્દે રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકી દ્વારા દબાણ અને ધમકી આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક ઓડિયોના આધારે ચર્ચામાં આવ્યા છે.

ધારાસભ્યના ભાગીદાર તેમજ જમાઈ ચેતનભાઈ શિયાળનો અવાજ હોવાનું કહી રહ્યા છે.

ઇન્ડો એશિયા કોપર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં લાંબા સમયથી અસંતોષ છે.

કંપનીની કામગીરીથી જમીન અને પાણી પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.

કંપનીમાં ધારાસભ્ય તથા પૂર્વ પી.આઈ. હરેશ વોરાની ભાગીદારી હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે.

ખેડૂત ભીખુભાઈ દૃષ્ટિબાધિત (અંધ) હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ખેડૂત સંગઠનો અને સ્થાનિક લોકો દ્વારા જો ખેડૂત સાથે અન્યાય થયો હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આ સમગ્ર મામલે ધારાસભ્ય હીરાલાલ સોલંકી, ચેતનભાઈ શિયાળ, હરેશ વોરા અથવા સંબંધિત કંપની તરફથી સત્તાવાર પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ નથી.

ભાજપના ધારાસભ્યો ખેડુતો ને ધમકાવવા લાગ્યાં…..

વિજ પોલ ની કામગીરી નહી અટકાય અને કેસ થશે તેવી અમરેલી રાજુલા ના ધારાસભ્ય હીરા સોલંકી ની ઓડીયો ક્લીપ વાઈરલ થતાં ગુજરાત નાં ખેડુતો માં ઉગ્ર રોષ

ખોટી દમદાટી આપીને કોપર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની લાઈન ઊભી કરાવવા માટે ધમકી આપે છે.

બેફામ બનેલા ભાજપના નેતાઓ અંધને પણ નહીં છોડે.રાજુલા તાલુકાના લુણસાપુર ગામની આજુબાજુમાં ઈન્ડો એશિયા કોપર પ્રાઇવેટ લિમિટેડ કંપની કે જે જમીન પાણી ખેડૂતને ખૂબ નુકસાન કરે છે તેમાં ધારાસભ્ય અને પુર્વ પીઆઈ હરેશ વોરા ભાગીદાર છે.

ઇન્ડો એશિયા કોપર લિમિટેડએ કિરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહાયક કંપની છે, જે ગુજરાતમાં અગ્રણી મેટલ ઉત્પાદક છે. કોપર ઉત્પાદનો જેવા કે કોપર કેથોડ્સ, સીસીઆર વાયર રોડ્સ અને કોપર ટ્યુબ્સનું ઉત્પાદન કરે છે.
વિદ્યુત વાયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોટિવ ઉદ્યોગો માટે સીસીઆર વાયર રોડ્સ, કોપર કેથોડ્સ અને એચવીએસી માટે કોપર ટ્યુબ્સ બનાવે છે.

અમદાવાદના આશ્રમરોડ પર ટાઉનહોલ પાસે

કંપની અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક છે,

અમરેલીના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ગ્રામજનોએ ઇન્ડો એશિયા કોપરને અમરેલીમાં કોપર રિફાઇનરી અને ખાતર પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવાના સરકારના નિર્ણયનો સખત વિરોધ કર્યો છે.

પ્રસ્તાવિત પ્લાન્ટ ગુજરાતનો સૌથી મોટો પ્લાન્ટ બનવાનો છે. જેની ક્ષમતા વાર્ષિક 10 લાખ ટન કોપર અને 16 લાખ ટન ખાતરનું ઉત્પાદન કરવાની છે.

આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 16 હજાર કરોડ છે.

13 માર્ચ 2014માં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ પ્રસ્તાવિત ફેક્ટરીને મંજૂરી આપવા અંગે લુણસાપુર ગામમાં સુનાવણી કરી હતી.

લોકોએ બેનરો લહેરાવ્યા હતા અને પ્લાન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ સ્થળ પર ગોઠવાયેલી ખુરશીઓ પણ ફેંકી હતી. પોલીસે 11 વ્યક્તિઓની અટકાયત કરી હતી.

કંપની દ્વારા તાંબાને પીગળવા અને ખાતર બનાવવા માટે જૂની ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂકાયો હોવાથી ઘણા ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓએ પાણી અને વાયુ પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે વન્યજીવન પર તેની અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પેઢી દ્વારા GPCB ને સુપરત કરાયેલ ડ્રાફ્ટ પર્યાવરણ અસર મૂલ્યાંકન અહેવાલ મુજબ, પ્રસ્તાવિત પ્રોજેક્ટનું સ્થળ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવન અભયારણ્યની સીમાથી 26 કિમી દૂર છે – જે એશિયાઈ સિંહો માટે વિશ્વનું છેલ્લું નિવાસસ્થાન છે.

EIA અહેવાલમાં તેમના અભ્યાસ દરમિયાન પ્રસ્તાવિત સ્થળની નજીક સિંહોની હિલચાલના પુરાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જાહેર સુનાવણીના એક દિવસ પહેલા, ખેડૂતો અને પર્યાવરણવાદીઓના બનેલા “રાજુલા કોપર હટાઓ” નામના જૂથે સરકારી અધિકારીઓને વિરોધ પત્ર સુપરત કર્યો હતો.

162 હેક્ટર જમીન પર પ્લાંટ છે.

30 ગામને અસર

આ પણ વાંચો: 

Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત – thegujaratreport.com

Rajula Copper Factory Protest: રાજુલામાં ઇન્ડો એશિયા કોપરના 16 હજાર કરોડના પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ – thegujaratreport.com

Vikas Garg Arrest: મહાદેવ ઓનલાઈન બેટિંગ કેસમાં ભાજપ નેતા વિકાસ ગર્ગ પર ઈડીનો શિકંજો – thegujaratreport.com

Related Posts

Gopal Italia-Bhavan Bharwad: ગોપાલ ઇટાલિયાને લકવો થવાની ટિપ્પણીથી વિવાદ, ધારાસભ્યએ ભવન ભરવાડને આપ્યો જવાબ
  • October 16, 2026

Gopal Italia-Bhavan Bharwad: ગુજરાતના રાજકારણમાં ગોપાલ ઇટાલિયા અને ભવન ભરવાડનાં નિવેદનોને લઈને ચર્ચા શરૂ થઈ છે. ભરવાડ સમાજના એક કાર્યક્રમમાં ભવન ભરવાડે ગોપાલ ઇટાલિયાનો ઉલ્લેખ કરીને કરેલી ટિપ્પણીનો વીડિયો સોશિયલ…

Continue reading
Surat Workers Protest: સુરતમાં શ્રમિકોના આંદોલન પહેલાં પોલીસની કાર્યવાહી, 70 જેટલા કામદારો અટકાયતમાં
  • October 16, 2026

Surat Workers Protest: સુરતના ટેક્સટાઇલ અને એમ્બ્રોયડરી ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોની વિવિધ માગણીઓને લઈને 15 ઑક્ટોબરે કલેક્ટર કચેરી નજીક તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. શ્રમિકો દ્વારા શાંતિપૂર્ણ મહાઆંદોલન અને સત્યાગ્રહની જાહેરાત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gopal Italia-Bhavan Bharwad: ગોપાલ ઇટાલિયાને લકવો થવાની ટિપ્પણીથી વિવાદ, ધારાસભ્યએ ભવન ભરવાડને આપ્યો જવાબ

  • October 16, 2026
  • 5 views
Gopal Italia-Bhavan Bharwad: ગોપાલ ઇટાલિયાને લકવો થવાની ટિપ્પણીથી વિવાદ, ધારાસભ્યએ ભવન ભરવાડને આપ્યો જવાબ

Surat Workers Protest: સુરતમાં શ્રમિકોના આંદોલન પહેલાં પોલીસની કાર્યવાહી, 70 જેટલા કામદારો અટકાયતમાં

  • October 16, 2026
  • 6 views
Surat Workers Protest: સુરતમાં શ્રમિકોના આંદોલન પહેલાં પોલીસની કાર્યવાહી, 70 જેટલા કામદારો અટકાયતમાં

CJP Tiranga March: ‘તિરંગો ફરકાવવા જેલમાં જવું પડે તો તૈયાર’, અભિજીત દિપકેનું નિવેદન, દિલ્હીમાં 32 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત

  • October 16, 2026
  • 7 views
CJP Tiranga March: ‘તિરંગો ફરકાવવા જેલમાં જવું પડે તો તૈયાર’, અભિજીત દિપકેનું નિવેદન, દિલ્હીમાં 32 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત

Supreme Court Contempt Cases: ‘માફી માગો અને છૂટી જાઓ?’ સુપ્રીમ કોર્ટના અવમાનના કેસોના આંકડાઓએ ઊભા કર્યા સવાલો

  • October 16, 2026
  • 8 views
Supreme Court Contempt Cases: ‘માફી માગો અને છૂટી જાઓ?’ સુપ્રીમ કોર્ટના અવમાનના કેસોના આંકડાઓએ ઊભા કર્યા સવાલો

ચૂંટણી પંચનો મોટો નિર્ણય, રાજકીય પક્ષોને મળશે Searchable Voter List PDF; 17 રાજ્યોમાં SSRની જાહેરાત

  • October 16, 2026
  • 7 views
ચૂંટણી પંચનો મોટો નિર્ણય, રાજકીય પક્ષોને મળશે Searchable Voter List PDF; 17 રાજ્યોમાં SSRની જાહેરાત

CJP Tiranga March: ‘PM મોદી નબળા તાનાશાહ’, અભિજીત દીપકેનો આકરો પ્રહાર, 16 ઑક્ટોબરે તિરંગા માર્ચની અપીલ

  • October 16, 2026
  • 15 views
CJP Tiranga March: ‘PM મોદી નબળા તાનાશાહ’, અભિજીત દીપકેનો આકરો પ્રહાર, 16 ઑક્ટોબરે તિરંગા માર્ચની અપીલ