Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

  • World
  • April 19, 2026
  • 0 Comments

Japan:  શું તમે કલ્પના કરી શકો છો કે આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ તેજ હવાથી જ વાહનો માટેનું પેટ્રોલ જેવું જ ઈંધણ બનાવી શકાય છે? જાપાની વૈજ્ઞાનિકોએ આ અશક્ય લાગતી વાતને વાસ્તવિકતામાં ફેરવી નાખી અને તેમણે હવામાંથી સીધા શોષાયેલા કાર્બન ડાયોક્સાઇડ (CO2) માંથી “કાર્બન ન્યૂટલ” એર પેટ્રોલ ઈંધણની શોધ કરી લીધી છે.

આ ટેકનોલોજી ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વિશાળ કંપની ENEOS કોર્પોરેશને તેના યોકોહામા પ્રદર્શન પ્લાન્ટમાં કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનનો ઉપયોગ કરીને પેટ્રોલ જેવાજ એર પેટ્રોલ જેવા કૃત્રિમ ઈંધણનું સફળતાપૂર્વક ઉત્પાદન કર્યું. પરંતુ જ્યારે તે વિશ્વમાં આ ટેકનોલોજીની ઉજવણી કરવા જઈ રહ્યું હતું, ત્યારે અચાનક જાપાને એક આઘાતજનક નિર્ણય લીધો અને હાલમાં આ પ્રોજેક્ટને મુલતવી રાખી દીધો છે. ચાલો સમજીએ કે પેટ્રોલ-ડીઝલના મજબૂત પર્યાય એવા એર પેટ્રોલના ઉત્પાદનને અટકાવી દેવા પાછળ જાપાનની મજબૂરી શું હતી.

■’હવામાંથી ઈંધણ’ બનાવવા પાછળનું વિજ્ઞાન શું છે?

આ ટેકનોલોજીને ‘કૃત્રિમ બળતણ’ અથવા ઈ-બળતણ કહેવામાં આવે છે. તેમાં, વૈજ્ઞાનિકો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને તેને પાણીમાંથી કાઢેલા હાઇડ્રોજન સાથે જોડે છે. આ રાસાયણિક પ્રક્રિયા એક પ્રવાહી બળતણ ઉત્પન્ન કરે છે જે પેટ્રોલ અથવા ડીઝલ જેવુ જ હોય છે. તેને ‘કાર્બન ન્યુટ્રલ’ કહેવામાં આવે છે કારણ કે, જ્યારે બાળવામાં આવે છે, ત્યારે તે હવામાંથી જેટલું CO2 કાઢવામાં આવ્યું હતું તેટલું જ છોડે છે.

જાપાનની ‘જાદુઈ’ સફળતા

જાપાનની અગ્રણી કંપનીઓ અને સંશોધન સંસ્થાઓએ તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. તેમણે સાબિત કર્યું કે આ ઈંધણનો ઉપયોગ હાલના કાર સહિતના તમામ વાહનો અને વિમાનના એન્જિનમાં કોઈપણ ફેરફાર વિના થઈ શકે છે. આ વિશ્વ માટે ‘ગેમ ચેન્જર’ બનવાનું હતું, કારણ કે તે પેટ્રોલ-ડિઝલનો પર્યાય બની શકે તેમ હતું અને ખાસ કરીને પ્રદૂષણનું સ્તર શૂન્ય સુધી ઘટાડી શકે છે.

સફળતા છતાં આ ટેકનોલોજી કેમ બંધ કરવામાં આવી?

જ્યારે આ ટેકનોલોજી વ્યાપારી રીતે લોન્ચ થવાની નજીક હતી, ત્યારે જાપાને તેને રોકવાનો નિર્ણય લીધો કારણ કે તે બધાને પરવડી શકે નહીં તેવો ઊંચો ભાવ રાખવો પડી શકે તેમ હતું એ સિવાય તેઓએ ઘણા કારણો આપ્યા પણ પહેલું કારણ ઊંચો ખર્ચ હતો. હવામાંથી બળતણનું ઉત્પાદન સામાન્ય પેટ્રોલ કરતાં ઘણું મોંઘું છે. એક લિટર ‘એર પેટ્રોલ’નું ઉત્પાદન કરવાનો ખર્ચ એટલો ઊંચો હતો કે સરેરાશ વ્યક્તિ તે પરવડી શકે તેમ ન હતો.

બીજું, આ બળતણનું ઉત્પાદન કરવા માટે વપરાતી વીજળી (નવીનીકરણીય ઉર્જા) સામે ઉત્પાદન નોંધપાત્ર રીતે ઓછું હતું, જેના કારણે તેનું ઉત્પાદન કરવું એટલે ખોટ કરતો ધંધો બની શકે તેમ હતું. પરિણામે, જાપાની સરકાર અને કંપનીઓએ આ એર પેટ્રોલના ખર્ચાળ ઉત્પાદનને બદલે ઓછો ખર્ચ કરતા ઇલેક્ટ્રિક વાહનો (EV) અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું ઉપરાંત ‘ઈ-ફ્યુઅલ’ હજુ બજાર માટે તૈયાર નથી.કારણ કે ઊંચો ખર્ચો હોવાથી તેના ભાવો પણ વધુ હોય પરિણામે હવા માંથી શુધ્ધ પેટ્રોલની શોધ કરવા છતાં તેનો ઉત્પાદન ખર્ચ પરવડે તેમ ન હોય અતિ ખર્ચાળ બનનારા પ્રોજેકટને પડતો મુકવાનો જાપાને નિર્ણય લીધો હતો.

શું આ ટેકનોલોજીનો અંત છે?

વૈજ્ઞાનિકો કહે છે કે આ પ્રોજેક્ટ હજુ પૂરો થયો નથી. ભવિષ્ય માટે તેને “સાચવી” રાખવામાં આવ્યો છે. જેમ જેમ નવીનીકરણીય ઉર્જા (સૌર અને પવન) સસ્તી બનશે, તેમ તેમ હવામાંથી બળતણ ઉત્પન્ન કરવાની આ ટેકનોલોજીને પુનર્જીવિત કરી શકાય છે. જ્યારે કાર માટે EV વધુ સારી છે, ત્યારે ભવિષ્યમાં વિમાનો માટે E-ઇંધણ એકમાત્ર વિકલ્પ છે.

તેને ‘કાર્બન ન્યુટ્રલ’ કેમ કહેવામાં આવે છે?

જ્યારે સામાન્ય પેટ્રોલ બળતી વખતે હવામાં નવું CO2 છોડે છે, જેનાથી ગરમી વધે છે. આ જાપાની એર પેટ્રોલ હવામાંથી જેટલું CO2 ઉત્પન્ન કરે છે તેટલું જ છોડે છે, પરિણામે પર્યાવરણ પર તેની કોઈ આડ અસર પડતી નથી અને પ્રદૂષણ થતું નથી.
આ એર પેટ્રોલ દરેક પ્રકારના વાહનો તેમજ વિમાનો અને જહાજો માટે વરદાન બની શકે છે.

ભવિષ્યમાં સમગ્ર વિશ્વને આ ટેકનોલોજીથી ફાયદો થશે

આ ટેકનોલોજી ભવિષ્યમાં આબોહવા પરિવર્તન સામેનું સૌથી મોટું શસ્ત્ર હશે. વાયુ પ્રદૂષણ સામે આ બળતણ એક દિવસ જરૂરી બનશે,જાપાન 2050 સુધીમાં સંપૂર્ણપણે કાર્બન ન્યુટ્રલ બનવા માંગે છે. આ માટે, જાપાની કંપનીઓ હવે એવી કાર અને એન્જિન પર કામ કરી રહી છે જે સીધા આ કૃત્રિમ બળતણ પર ચાલી શકે પર ચાલી શકે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

Related Posts

US Economy: યુદ્ધથી કોને ફાયદો? અમેરિકાની બેન્કો અને ડિફેન્સ કંપનીઓની કમાણીનો ખુલાસો
  • July 18, 2026

US Economy: જ્યારે દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ ફાટી નીકળે છે, ત્યારે તેની અસર માત્ર સરહદો પર જ નથી પડતી, પરંતુ તે ગ્લોબલ ઇકોનોમીના પાયા હચમચાવી નાખે છે. યુદ્ધની શરૂઆતમાં અર્થશાસ્ત્રીઓએ…

Continue reading
Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત
  • July 16, 2026

Adani US Investment Proposal: ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ ગૌતમ અદાણીએ તાજેતરમાં અમેરિકાની ન્યૂયોર્ક સ્થિત ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક મહત્વનું સોગંદનામું (સ્વોર્ન એફિડેવિટ) દાખલ કર્યું છે. ૧૫ જુલાઈના રોજ રજૂ કરવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

  • July 21, 2026
  • 3 views
Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!

  • July 21, 2026
  • 4 views
Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!

Sikkim Tunnel Collapse: સિક્કિમમાં ટનલ ધરાશાયી થવાની મોટી દુર્ઘટના, ૮ મજૂરોના મોત, ૧૯ હજુ પણ ફસાયેલા હોવાની આશંકા!

  • July 21, 2026
  • 8 views
Sikkim Tunnel Collapse: સિક્કિમમાં ટનલ ધરાશાયી થવાની મોટી દુર્ઘટના, ૮ મજૂરોના મોત, ૧૯ હજુ પણ ફસાયેલા હોવાની આશંકા!

Madhya Pradesh UCC bill: મધ્ય પ્રદેશમાં UCC બિલનો ડ્રાફ્ટ મંજૂર, લિવ-ઇન રિલેશનશિપની નોંધણી નહીં કરાવવા પર થશે જેલ અને દંડ!

  • July 21, 2026
  • 3 views
Madhya Pradesh UCC bill: મધ્ય પ્રદેશમાં UCC બિલનો ડ્રાફ્ટ મંજૂર, લિવ-ઇન રિલેશનશિપની નોંધણી નહીં કરાવવા પર થશે જેલ અને દંડ!

Jantar Mantar protest: સત્યાગ્રહ સામે આ સરકાર કેમ ઝૂકતી નથી? જંતર-મંતરથી ઉઠ્યો મોટો સવાલ

  • July 21, 2026
  • 5 views
Jantar Mantar protest: સત્યાગ્રહ સામે આ સરકાર કેમ ઝૂકતી નથી? જંતર-મંતરથી ઉઠ્યો મોટો સવાલ

CJP Protest: જંતર-મંતર પર વિદ્યાર્થી પ્રદર્શન અને પોલીસ લાઠીચાર્જ પર દેશભરમાં રાજકારણ ગરમાયું

  • July 21, 2026
  • 13 views
CJP Protest: જંતર-મંતર પર વિદ્યાર્થી પ્રદર્શન અને પોલીસ લાઠીચાર્જ પર દેશભરમાં રાજકારણ ગરમાયું