Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

  • India
  • April 21, 2026
  • 0 Comments

Politics: ભારતમાં રાજકારણ એક એવું ફિલ્ડ છે જ્યાં કોઈ ઉંમરનો બાધ નથી જ્યાં કોઈ એજ્યુકેશન જરૂરી નથી અરે જેલમાં બેઠા બેઠા પણ ચૂંટણી લડી શકાય છે અને તગડો પગાર, VIP ફેસિલિટીસ માન-મોભો-વટ અને સરકારી અધિકારીઓ પણ સલામ મારે તેવા આ ફિલ્ડમાં ભલા કોણ જવા ન માંગે અને એટલેજ નેતા બનવા માટે સૌ ઉત્સુક છે અને જો વારો આવી જાય તો બેકારી જોજનો દૂર ફેંકાઈ જાય, પ્રજાનું ભલું થાય કે ન થાય પણ નેતાનું ધાર્યું થઈ જાય છે.

હાલમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ છે ત્યારે જે ઉમેદવાર રિપીટ થયા તેઓએ રજૂ કરેલા એફિડેવિટમાં મોટો ખુલાસો થયો છે,જેમાં 2021માં નેતા બન્યા ત્યારની અને હવે 2026માં ફરી નેતા બનવા ફોર્મ ભર્યા ત્યારે સંપત્તિ કેટલી વધી તે વાતની સત્યતા સામે આવી છે અમદાવાદની વાત કરવામાં આવેતો વર્ષ 2021ની ચૂંટણીમાં મ્યુનિ. કાઉન્સિલર બન્યા ત્યારે કેટલાક ઉમેદવાર પાસે પોતાનું ઘર, શોપ, જમીન વગરે નહોતું પણ પાંચ વર્ષ બાદ ઘણા એવા કોર્પોરેટરો છે તેઓ માલામાલ બની ગયા છે.

ઘણા નેતાઓએ અમદાવાદ સહિત ગાંધીનગર, વિરમગામ, સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની જમીનો પણ ખરીદી છે. પ્લોટ પણ લીધા છે. જ્યારે કેટલાક નેતાઓનું બોડકદેવ, થલતેજ, વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં સપનાનું ઘર એવા આલીશાન મહેલ પણ ખરીદી લીધા છે. ઘરના દરવાજે ત્રણ-ચાર વૈભવી ગાડીઓ શોભાયમાન થઈ ગઈ છે. જેઓએ કોઈ જગ્યાએ કોઈ રોકાણ પણ નહોતું કર્યું, તેમની પાસે પત્ની અને બાળકોના નામે પણ લાખોની એફડી, જીવનવીમા પોલિસી થઈ ગઈ અને સુરક્ષિત લાઈફ બનાવી લીધી છે.

મીડિયા રિપોર્ટ મુજબ પાંચ વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હિતેશ બારોટ, દેવાંગ દાણી, રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન જૈનિક વકીલ સહિતની સંપત્તિ વધીને બેથી ત્રણ ગણી થઈ ગઈ છે. જ્યારે વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણની મિલકત ત્રીસેક ગણી થઈ ગઈ છે. આ વધારો વર્ષ 2021 અને 2026માં ઉમેદવારોએ રજૂ કરેલા સોંગદનામાં પરથી સામે આવ્યો છે.

ભાજપમાંથી રામોલ- હાથીજણના કાઉન્સિલર મૌલિક પટેલ અને કોંગ્રેસમાંથી દરિયાપુરના કાઉન્સિલર નીરવ બક્ષી પાંચ વર્ષમાં જમીનદાર બની ગયા છે. જ્યારે ખોખરામાંથી ભાજપના ઉમેદવાર કમલેશ પટેલે વીસથી વધુ કંપનીઓના શેર ખરીદી લીધા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે આ સિવાય સોનુ અને સંપત્તિની વિગતો પણ ખુલી છે જેમાં ઘણી પ્રગતિ કરી હોવાનો ખુલાસો થયો છે આમ,પાંચ વર્ષમાં નેતાઓની વધેલી સંપતિએ સૌનું ધ્યાન ખેંચ્યું છે હાલ,લોકશાહી માત્ર તમાશો બની છે અને જનતાને માત્ર વોટનો અધિકાર રહી ગયો છે જેમાં, હમણાં હમણાં તો બિન હરીફ બેઠક કરી તે અધિકાર પણ છીનવાઈ ગયો છે ત્યારે માત્ર નામની રહી ગયેલી લોકશાહી મામલે જનતામાં સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

India Global Peace Index 2026: ભારત દુનિયાના સૌથી વધુ હિંસાગ્રસ્ત દેશોની યાદીમાં કેવી રીતે પહોંચ્યું?
  • September 11, 2026

India Global Peace Index 2026: ગ્લોબલ પીસ ઇન્ડેક્સના તાજેતરના અહેવાલમાં ભારતની શાંતિ અને સુરક્ષાની સ્થિતિને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. વિશ્વ શાંતિ સૂચકાંકમાં કુલ 163 દેશોને સામેલ કરવામાં આવ્યા…

Continue reading
Retired Bureaucrats Corporate Appointments: આમ જનતાને રોટી, કપડાં અને મકાન માટે પણ વલખાં મારવા પડે છે, જ્યારે બાબુઓ નિવૃત્તિ પછી પણ હલવો-પૂરી ખાઈ રહ્યા છે!
  • September 11, 2026

Retired Bureaucrats Corporate Appointments: દેશમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, નિયમનકારી સંસ્થાઓના વડાઓ અને ન્યાયાધીશો નિવૃત્તિ બાદ તરત જ ખાનગી કંપનીઓ અથવા અન્ય મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નિયુક્ત થવાના મુદ્દે નવી ચર્ચા શરૂ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jignesh Mevani: ત્રણ દિવસના વિધાનસભા સત્ર પર સવાલ, જનતાના મુદ્દા કરતાં વિવાદમાં વધુ સમય વેડફાઈ રહ્યો છે

  • September 11, 2026
  • 2 views
Jignesh Mevani: ત્રણ દિવસના વિધાનસભા સત્ર પર સવાલ, જનતાના મુદ્દા કરતાં વિવાદમાં વધુ સમય વેડફાઈ રહ્યો છે

Gopal Italia-Harsh Sanghavi: ગુજરાત વિધાનસભામાં પોલીસ ભાડે આપવાની નીતિ પર સવાલ, ગોપાલ ઇટાલિયાએ સરકારને ઘેરી

  • September 11, 2026
  • 3 views
Gopal Italia-Harsh Sanghavi: ગુજરાત વિધાનસભામાં પોલીસ ભાડે આપવાની નીતિ પર સવાલ, ગોપાલ ઇટાલિયાએ સરકારને ઘેરી

India Global Peace Index 2026: ભારત દુનિયાના સૌથી વધુ હિંસાગ્રસ્ત દેશોની યાદીમાં કેવી રીતે પહોંચ્યું?

  • September 11, 2026
  • 4 views
India Global Peace Index 2026: ભારત દુનિયાના સૌથી વધુ હિંસાગ્રસ્ત દેશોની યાદીમાં કેવી રીતે પહોંચ્યું?

Retired Bureaucrats Corporate Appointments: આમ જનતાને રોટી, કપડાં અને મકાન માટે પણ વલખાં મારવા પડે છે, જ્યારે બાબુઓ નિવૃત્તિ પછી પણ હલવો-પૂરી ખાઈ રહ્યા છે!

  • September 11, 2026
  • 3 views
Retired Bureaucrats Corporate Appointments: આમ જનતાને રોટી, કપડાં અને મકાન માટે પણ વલખાં મારવા પડે છે, જ્યારે બાબુઓ નિવૃત્તિ પછી પણ હલવો-પૂરી ખાઈ રહ્યા છે!

Delhi SIR Voter List: દિલ્હી SIRમાં મોટો ફેરફાર, 729 મતદારો ધરાવતા બૂથની ડ્રાફ્ટ યાદીમાં માત્ર એક નામ

  • September 11, 2026
  • 4 views
Delhi SIR Voter List: દિલ્હી SIRમાં મોટો ફેરફાર, 729 મતદારો ધરાવતા બૂથની ડ્રાફ્ટ યાદીમાં માત્ર એક નામ

Hasdeo Tara Coal Block Auction: તારા કોલ બ્લોકની હરાજી સામે હસદેવ બચાવો જૂથનો વિરોધ, કોંગ્રેસે પણ રદ કરવાની માંગ કરી

  • September 11, 2026
  • 6 views
Hasdeo Tara Coal Block Auction: તારા કોલ બ્લોકની હરાજી સામે હસદેવ બચાવો જૂથનો વિરોધ, કોંગ્રેસે પણ રદ કરવાની માંગ કરી