Donald Trump: ઈરાન વોર સીઝફાયર લંબાયો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા UK-ફ્રાન્સે 30 દેશોની બેઠક બોલાવી!

  • World
  • April 22, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકા-ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યોજાયેલી મંત્રણા પડી ભાંગ્યા બાદ 21મી એપ્રિલના રોજ સીઝફાયરની મુદ્દત પુરી થાય તે પહેલા બીજા તબક્કાની શાંતિ વાર્તા ફરી પાકિસ્તાનમાં યોજવાનું નક્કી થયું પણ આ શાંતિ વાર્તામાં ભાગ લેવાનો ઈરાને સ્પષ્ટ ઇન્કાર કરી દેતા અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સનો ઇસ્લામાબાદ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકા દ્વારા કરવામાં આવેલી નૌકાદળની નાકાબંધીને ‘એક્ટ ઓફ વોર’ એટલે કે યુદ્ધ સમાન ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે નાકાબંધીજ સીઝફાયરનું ઉલ્લંઘન છે.

આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા, પાકિસ્તાનની અપીલ પર ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધવિરામ (સીઝફાયર)ને અમે લંબાવી રહયા છે. જોકે તેમણે એ નથી કહ્યું કે આ કેટલા દિવસ માટે લંબાવવામાં આવ્યું છે ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં હાલ નેતૃત્વ અને સરકાર વચ્ચે સંકલન નથી. આવા સમયે પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ અને આર્મી ચીફે તેમને ઈરાન પર થોડા સમય માટે હુમલા રોકવાની અપીલ કરી, જેથી ઈરાનને સંયુક્ત પ્રસ્તાવ તૈયાર કરવાનો સમય મળી શકે.

ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો આગળ જતાં સમજૂતી નહીં થાય તો બોમ્બમારો ફરી શરૂ કરવામાં આવશે આમ,હાલતો સીઝ ફાયર લંબાતા હુમલાઓ ટળ્યા છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને અમેરિકાની ભૂલ ગણાવી છે,તેમણે કહ્યું કે અમેરિકાએ નાકાબંધી યથાવત રાખતા ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને ફરી બંધ કર્યું છે,જેથી માર્ગ ખુલ્યા બાદ અમેરિકાના કારણે ઈરાને આ માર્ગ ફરી બંધ કર્યો છે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે UK-ફ્રાન્સે 30 દેશોની બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે,લંડનમાં આજે આ બેઠક યોજાશે.

■સીઝ ફાયરનો કોઈ મતલબ નહિ,ગમેત્યારે ફરી યુદ્ધ શરૂ થશે

ઈરાનમાં નેતૃત્વની મડાગાંઠ યથાવત રહેતા ફરી ગમેત્યારે યુદ્ધ થશે.
ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફના સલાહકાર મહેદી મોહમ્મદીએ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામ વધારવાની જાહેરાત નિરર્થક ગણાવી
છે.

મહેદી મોહમ્મદીએ કહ્યું કે ટ્રમ્પના યુદ્ધવિરામનો કોઈ મતલબ નથી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ‘હારનાર પક્ષ શરતો નક્કી કરી શકતો નથી’ તેમના મતે અમેરિકા દ્વારા ઘેરાબંધી ચાલુ રાખવી પણ યુદ્ધનો એક ભાગ જેવું જ છે અને ઇરાને તેનો જવાબ લશ્કરી કાર્યવાહીથી આપવો જોઈએ.

તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ટ્રમ્પે યુદ્ધવિરામ એટલા માટે લંબાવ્યો છે જેથી અમેરિકા અચાનક હુમલાની તૈયારી કરી શકે. મોહમ્મદીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે અમેરિકા હુમલો કરે તે પહેલાં ઈરાન પોતે પહેલ કરે આમ,અમેરિકાની કોઈ શરતો ઈરાન સ્વીકારવા તૈયાર નથી પરિણામે ફરી મોટાપાયે યુદ્ધ થશે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!
  • June 19, 2026

India UK FTA: ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે ૧૫ જુલાઈ ૨૦૨૬થી મુક્ત વ્યાપાર કરાર (FTA) અમલી બનવા જઈ રહ્યો છે. સરકાર આ કરારને ભારત અને કોઈ પશ્ચિમી દેશ વચ્ચેનો…

Continue reading
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?
  • June 18, 2026

Nepal-China relations impact: નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલની તાજેતરની ચીન યાત્રાએ દક્ષિણ એશિયાના રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. વડાપ્રધાન બલેન્દ્ર શાહના નેતૃત્વમાં બનેલી નવી સરકાર બાદ આ ચીનની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 2 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 5 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 11 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 8 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 8 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 17 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!