
Fake letter scandal: અમરેલીના સાંસદ ભરત સુતરીયાનો વિડિયો સોશીયલ મીડિયામાં વાઈરલ થયો છે. એક મહિના પૂર્વે સુરત ખાતે લેટરકાંડ અંગે ભરત સુતરીયાનું નિવેદન સામે આવ્યું હતુ. જે વિડિયો હાલ ઘણો વાઈરલ થઈ રહ્યો છે.
સુરત ખાતે કુકાવાવ વડીયા સ્નેહ મિલન સમારોહમાં સાંસદ ભરત સુતરીયાએ લેટરકાંડના આરોપીઓ જેલમાં હોવાનું નિવેદન વાઈરલ થયું છે.
વાઈરલ વિડિયોઓમાં તેવો કહે છે કે લેટરકાંડમાં કૌશિકભાઇ વેકરીયા સામે આક્ષેપો મૂકો છોને તેનું દૂધનું દૂધને પાણીનું પાણી થઈ ગયુંને. આજના દિવસે જેલ હવાલે થઇ ગયા. પછી બહુ બોલાવવા જાય તો આગળ પાછળનું બધું ખુલી જશે તો પછી કોઈ મેળના નહિ રહો તેવું તમારા માધ્યમથી કહું છું. માપમાં રહેજો નહિતર ખુલી જશેને તો કાઇ માપમાં નહિ રહે ને બધુંય બહાર આવી જશે.
સાંસદ ભરત સુતરીયાનો જોશિલો અંદાજ અને ગર્ભિત ધમકીભર્યા સ્વર સાથેનો આ વિડિયો સોશિયલ મડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જુઓ શું કહી રહ્યા છે.
આ પણ વાંચોઃ Porbandar Election: કુતિયાણાની ચુંટણી માટે MLA કાંધલ જાડેજાના નાના ભાઈએ ફોર્મ ભર્યું
આ પણ વાંચોઃ BUDGET 2025: 12 લાખની કમાઈ પર ટેક્સમાફીથી ખુશ ન થતાં! જાણો કારણ?







