Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું

Ahmedabad Sabarmati river, water empty: અમદાવાદ શહેર વચ્ચે વહેતી સાબરમતીનું પાણી ખાલી કરાયું છે. સાબરમતી નદીની સાફ-સફાઈ માટે ખાલી કરવામાં આવી છે. સાથે સાથે વાસણા બેરેજના સમારકામ અને ઉપરવાસમાં માટીના રેમ્પ નિર્માણ હેતુસર રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા નદીને સંપૂર્ણપણે ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી  આજે 12 મે, થી 5 જૂન, 2025 સુધી ચાલશે.

શહેરના હૃદય સમાન સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરીને સ્વચ્છ બનાવવાનું અભિયાન શરૂ થયું છે. સાબરમતી નદી પર વાસણા ખાતે નિર્મિત બેરેજના દરવાજાના રિપેરિંગ અને તેના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની અત્યંત જરૂરી કામગીરી કરાશે. આ હેતુસર રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સુભાષબ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીના અંદાજિત પાંચ કિલોમીટરથી વધુ લાંબા નદી પટને ખાલી કરી દેવામાં આવશે. નદી સંપૂર્ણપણે શુષ્ક થયા બાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ દ્વારા નદીના તળિયાની સફાઈ હાથ ધરવામાં આવશે, જેમાં જમા થયેલો કચરો અને કાંપ વગેરે દૂર કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ અને એનજીઓ સાથે મળીને જનભાગીદારી સાથે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી. નોંધનીય છે કે સુભાષ બ્રિજ નજીક સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે, જેથી તે વિસ્તારથી આગળનો નદી પટ ખાલી થશે. નદીના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલું છે, જે આગામી દિવસોમાં સુકાઈ જશે ત્યારબાદ ત્યાં પણ સફાઈ કરવામાં આવશે.

સાબરમતી નદી

સાબરમતી નદી ભારતની મહત્વની નદીઓમાંની એક છે, જે રાજસ્થાનના અરાવલી પર્વતમાળામાં, ઉદયપુર જિલ્લાના માઉન્ટ આબુ ખાતે જય સમુદ્ર તળાવ નજીકથી ઉદ્ભવે છે. આ નદી રાજસ્થાન અને ગુજરાત થઈને લગભગ 371 કિલોમીટરની મુસાફરી કરીને ખંભાતના અખાતમાં સમાય છે. તેના માર્ગમાં અમદાવાદ અને ગાંધીનગર જેવાં શહેરો આવે છે, જ્યાં તે સાંસ્કૃતિક અને આર્થિક રીતે મહત્વની છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટે અમદાવાદમાં નદીના કાંઠાને પ્રવાસન અને પર્યાવરણીય સુધારણાનું કેન્દ્ર બનાવ્યું છે. જોકે, નદી પ્રદૂષણનો સામનો કરે છે, કારણ કે ગટરનું ગંદું પાણી અને ઔદ્યોગિક કચરો તેની ગુણવત્તાને અસર કરે છે. સફાઈ માટે 2025માં વાસણા બેરેજના સમારકામ અને પાણી ખાલી કરવાની કામગીરી શરૂ થઈ છે.

સાબરમતી નદી દેશની બીજા નંબરની ગંદી નદી?

સાબરમતી નદી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (નવેમ્બર 2022) અનુસાર, તે ભારતની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે. અમદાવાદ જેવા શહેરોમાં ગટરનું ગંદું પાણી, ઔદ્યોગિક કેમિકલ્સ અને ઘન કચરો નદીમાં ઠલવાય છે, જેના કારણે પાણી પીવાલાયક નથી રહ્યું. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હોવા છતાં, ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનો અને અપૂરતી સફાઈને કારણે પ્રદૂષણ વધ્યું છે.

આ પણ વાંચોઃ

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire

PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire

India Pakistan Updates: બંને દેશ તરફથી યુદ્ધવિરામ, છતાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ ચાલુ

India-Pakistan ઘર્ષણ: સીઝ ફાયર કરાવવામાં કોનો હાથ?, પૂર્વ સેના પ્રમુખ નારાજ!, કહ્યું ફરી નહીં મળે મોકો

PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?

Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?

ઓપરેશન સિંદૂર ચાલુ રાખવા સેના મક્કમ, હવે શું થશે? | Operation Sindoor

 

 

 

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 2 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 3 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 12 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!