
Ambaji News: શક્તિ પીઠ અંબાજીમાં ગબ્બર ખાતે આવેલી રોપ વે સુવિધ 6 દિવસ માટે બંધ રહેવાની છે. રોપ વેનું મેન્ટેન્સ સર્વિસ કામ કરવાનું હોવાથી સેવા બંધ રખાઈ છે. અંબાજીમાં આવતા ભક્તો ચાલીને દર્શન કરી શકશે. અંબાજી મંદિરમાં શકિતદ્રારે દર્શન કરી ભકતો ગબ્બર પર દર્શન કરવા જતા હોય છે. જોકે વરિષ્ઠ નાગરિકો ઉંમર વધુ હોયો તે ગબ્બર ચઢી શકતાં નથી. તેઓ રોપવેથી દર્શન કરવા જતાં હોય છે. પરંતુ રોપ-વે 6 દિવસ મેઇન્ટેનન્સ સર્વિસના કારણે બંધ રહેશે,રોપ-વે બંધ રહેશે પણ ગબ્બરના દર્શન ખુલ્લા રહેશે. જેથી ચાલીને જવું પડશે.
આ તારીખથી સેવા બંધ
તારીખ 3 થી 8 માર્ચ સુધી રોપવે સેવા બંધ રાખવામાં આવનાર છે. જે બાદ 9 માર્ચથી ફરીથી રાબેતા મુજબ સેવા શરૂ કરી દેવામાં આવશે.
અંબાજી ભક્તોની આસ્થાનું કેન્દ્ર
શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું જગત વિખ્યાત મા જગતજનની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. મા અંબાના ધામમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીનો આશીર્વાદ મેળવતા હોય છે. મા અંબાના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર મા જગતજનની અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા માટે ભક્તો પગથિયા ચઢીને અને રોપ વેની સેવાનો લાભ લઇ ગબ્બર પર્વતની ટોચ પર આવેલા માતાજીના દર્શન કરવા પહોંચે છે. ત્યારે આવનાર દિવસોમાં ગબ્બર પર્વત પર રોપ વેની સેવા 6 દિવસ સુધી બંધ રહેશે.
Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?
ઘરના છોકરા ઘંટી ચાટે અને સંસ્થાને આટો
Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?
આ પણ વાંચોઃ Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?
આ પણ વાંચોઃ Pune Rape Case: બસમાં મહિલા પર બળાત્કાર ગુજારનાર શખ્સ ઝડપાયો