બિહારના રાજકીય શતરંજમાં કોણ મારશે બાજી? વોટ ચોરી થઈ છે કે કેમ? એની ભારે ચર્ચા

  • India
  • November 14, 2025
  • 0 Comments

Bihar Election | બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પ્રારંભિક તબક્કામાં ભાજપા – જેડીયુ વગેરેના એનડીએ ગઠબંધનને વિરોધીઓને ઘણાં પાછળ રાખ્યા હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. બેરોજગારી, હાલાકી, મોંઘવારી અને વોટ ચોરી જેવાં સળગતાં મુદ્દાઓ છતાં મહિલાઓને 10,000 રૂપિયા આપીને એનડીએ દ્વારા મતદારોને રિઝવી નાંખવામાં આવ્યા હોય તેવું સ્હેજપણ જણાતું નથી. હાલના તબક્કે તો ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા માફક મોદી – શાહની જોડીએ ચૂંટણી પંચ સાથે મળીને જોરદાર ગોઠવણ કરી હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.

પ્રારંભિક પરિણામોમાં સાંજ સુધીમાં ધરખમ ફેરફારો જોવા મળી શકે છે. પરંતુ, હાલની પરિસ્થિતિને જોતાં લોકતંત્રમાં માનનારા પ્રબુદ્ધ નાગરીકોનું માનવું છે કે, જો બિહારમાં એનડીએ પ્રચંડ બહુમતીથી જીતશે તો ચોક્કસ પણે બિહારમાં અરાજકતા ફેલાશે. યુવાનો સરકારના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવશે. અને પોલીસ સહિતના તંત્રોને ભ્રષ્ટ બનાવી રાજ કરતી મોદી સરકાર યુવાનો પર ગોળીઓ ચલાવે તોય નવાઈ નહીં.

બિહાર વિધાનસભા ચૂંટણીની તમામ 243 બેઠકો અને જમ્મુ અને કાશ્મીર, પંજાબ સહિત સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની આઠ વિધાનસભા બેઠકોના પરિણામો આજે જાહેર કરવામાં આવશે.

પેટાચૂંટણી બેઠકો માટે મતદાન 11 નવેમ્બરના રોજ યોજાયું હતું, જ્યારે બિહારમાં, બે તબક્કામાં (6 અને 11 નવેમ્બર) મતદાન યોજાયું હતું. બિહાર વિધાનસભા ચૂંટણી અને સાત રાજ્યોની આઠ બેઠકો પર પેટાચૂંટણીના પરિણામો આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે.

આ વખતે બિહારમાં બમ્પર મતદાને પાછલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે,બંને તબક્કાનું મળીને સરેરાશ 67.13 ટકા મતદાન થયું હતું. ત્યારે હવે આજે(14 નવેમ્બર) બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે.

બિહાર વિધાનસભાની તમામ 243 બેઠકો પરના અંદાજે પાંચ કરોડ મતોની 4372 કાઉન્ટિંગ ટેબલ પર મત ગણતરીનો પ્રારંભ થઇ ગયો છે.

આજે સવારથીજ તમામ સ્ટાફ નિર્ધારિત સ્થળ ઉપર પહોંચ્યો છે અને પોસ્ટલ બેલેટની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ચુકી છે સાથેજ ઈવીએમના મતોની પણ ગણતરી 8:30 વાગ્યાથી શરૂ થઈ છે.

બિહાર વિધાનસભાની 243 બેઠકો પર મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. પોસ્ટલ બેલેટની ગણતરી પછી હવે EVM ખૂલી ગયા છે. શરૂઆતી વલણોમાં NDA 90 બેઠકો પર અને મહાગઠબંધન 51 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

મત ગણતરી માટે 38 જિલ્લામાં 46 કાઉન્ટિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 2,616 ઉમેદવારોની બેઠકોનો ચુકાદો લગભગ સ્પષ્ટ થઈ જશે. જેમાં નીતિશ સરકારના 29 મંત્રી, અનંત સિંહ સહિત 15 બાહુબલી પણ સામેલ છે.

મોતિહારીમાં કાઉન્ટિંગ સેન્ટરની બહાર વૉટર કેનન લગાવાઈ છે. પટનામાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનની સુરક્ષા વધારવામાં આવી છે. તમામ મતગણતરી કેન્દ્રો પર સુરક્ષાની ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે.

મહત્વનું છે કે મોટા ભાગના એક્ઝિટ પોલમાં NDAને 150થી 170 બેઠકો મળવાનો અને મહાગઠબંધન 100થી ઓછી બેઠકો પર સીમિત રહેવાનો અંદાજ મુકાઈ રહ્યો છે, છતાં વધુ મતદાનને લઈ આખરી ચિત્ર શુ હશે તે કહેવું મુશ્કેલ હોવાનું રાજકીય પંડિતોનું અનુમાન છે.

નોંધનીય છે કે બિહારમાં આ વખતે બમ્પર 66.91% મતદાન થયું છે, જે 2020ના 57.29% મતદાનની સરખામણીએ 9% વધારે છે. આ વધારો NDA માટે ચિંતાનું કારણ હોવાનું મનાય છે, કારણ કે બિહારના ચૂંટણી ઇતિહાસમાં વધેલા મતદાન સાથે હંમેશા સત્તા પરિવર્તન થયું હોવાના દાખલા છે.

બમ્પર મતદાનને વિપક્ષ  ‘સત્તા પરિવર્તન માટેનો મત’ ગણાવી રહ્યું છે કારણ કે ભૂતકાળમાં, જ્યારે પણ મતદાન 5%થી વધુ વધ્યું છે, ત્યારે ત્રણ વખત સરકાર બદલાયાના દાખલા છે.  અગાઉ 1969માં પણ 7% મતદાન વધતાં કોંગ્રેસની સરકાર બદલાઈ ગઈ હતી અને બિહારમાં બિન-કોંગ્રેસી સરકારોની શરુઆત થઈ હતી જે પરિવર્તન બતાવે છે આજ થિયરીને લોકો પરિવર્તન થશે તેમ માની રહયા છે.

દરમિયાન આજે 38 જિલ્લાઓમાં 46 મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોસ્ટલ બેલેટ બાદ  EVM ની ગણતરી શરૂ થઈ ચૂકી છે ત્યારે કોણ જીતશે?તે સવાલ સાથે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
  • March 24, 2026

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

Continue reading
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

  • March 25, 2026
  • 3 views
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 5 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 10 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 16 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 11 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 21 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!