
Bihar Voting: બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન સાંજના પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 60.13 ટકા નોંધાયું છે, જે ગત 2020ના વર્ષની ચૂંટણી કરતા વધુ છે તે વખતે 121 બેઠકો પર કુલ 55.81 ટકા મતદાન નોંધાયું હતુ. બિહારના 56 અતિ સંવેદનશીલ બૂથ પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યુ હતું.
બિહારમાં આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 5 વાગ્યા સુધીમાં 60.13% નોંધાયું હતુ જેમાં બેગુસરાયમાં સૌથી વધુ 67.32% મતદાન જ્યારે શેખપુરામાં સૌથી ઓછું 52.36% મતદાન નોંધાયું છે અને રાજધાની પટનામાં 55.02% મતદાન નોંધાયું હતું.
જોકે, બિહારમાં શહેરી મત વિસ્તારમાં મતદાતાઓમાં ઉત્સાહનો અભાવ જોવા મળ્યો હતો. 121 બેઠકોમાંથી ત્રણમાં સૌથી ઓછું મતદાન થયું જેમાં રાજધાની પટનાના શહેરી વિસ્તાર કુમ્હરારમાં 39.52%, દિઘામાં 39.10% અને બાંકીપુરમાં 40% મતદાન નોંધાયું છે.
મતદાનના પહેલા તબક્કાની પૂર્ણાહુતિ સાથે, 18 જિલ્લાઓની 121 બેઠકો પર 1,314 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું હતું. જે પૈકી 104 બેઠકો પર સીધી ચૂંટણી લડાઈ છે, જ્યારે 17 બેઠકો પર ત્રિ-પાંખીઓ ચૂંટણી જંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિહારમાં 243 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. હવે,14 નવેમ્બરે આવનારા પરિણામો ઉપર સૌની નજર છે.
આ પણ વાંચો:
Bihar Election: ‘તમારો વોટ પડી ગયો છે’, બિહારમાં મતદાન કર્યા વગર મતદારોને બહાર કાઢ્યા






