
- આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ; AAP ચોથી વખત સત્તામાં આવશે કે પછી થશે સત્તા પરિવર્તન
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. AAP ચોથી વખત સત્તામાં આવશે કે 26 વર્ષ પછી ભાજપ ફરી સત્તા સંભાળે તે અંગેનો નિર્ણય આજે થઇ જશે. દિલ્હીના 11 જિલ્લાઓમાં રચાયેલા 19 મત ગણતરી કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે.
દેશના પાટનગર દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી છે. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં છેલ્લી બે વખતની ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતનારી કોંગ્રેસને આ વખતે કેટલીક બેઠકો મળવાની આશા છે. ઉલ્લેખનીય છે કે અનેક એક્ઝિટ પોલમાં ભાજપને સત્તા મળવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. AAP 2015થી દિલ્હીમાં સત્તા પર છે.
દિલ્હી ભાજપના પ્રમુખ વિરેન્દ્ર સચદેવે દાવો કર્યો છે કે તેમના પક્ષને 50 બેઠકો મળશે. તો બીજી તરફ આપ નેતા ગોપાલ રાયે પણ 50 સીટ જીતવાનો દાવો કર્યો છે. AAPએ એક્ઝિટ પોલના અંદાજોને ફગાવ્યા છે અને દાવો કર્યો છે કે દિલ્હીમાં ફરીથી એક વખત આમ આદમી પાર્ટીની સરકાર બનશે.
આ પણ વાંચો-