
Delhi car blast: દિલ્હી કાર બ્લાસ્ટ બાદ આગળ વધેલી પોલીસ તપાસ દરમિયાન ધરપકડ કરાયેલા મહિલાઆરોપી ડૉ. શાહીને કરેલી કબુલાતમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, દેશમાં બ્લાસ્ટ કરવાના ષડયંત્રના ભાગ રૂપે મેવાતમાં 60 થીવધુ આતંકવાદીઓને તૈયાર કર્યા હતા જેઓને શાહીન તેમને તાલીમ આપી તેમનું બ્રેઇન વોશ કરતી હોવાની વાત સામે આવી છે.
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા આ ડોક્ટર મોડ્યુલે દેશભરમાં 32 કાર બ્લાસ્ટ કાવતરું ઘડ્યું હતું.આ માટે, મેવાત અને આસપાસના વિસ્તારોમાં 60 થી વધુ સ્લીપર સેલ તૈયાર કરવામાં આવ્યા હતા,તેમાંથી મોટાભાગના ડોક્ટર છે અને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની વાત સપાટી ઉપર આવી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ગુપ્તચર વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ગ્રુપ જૈશ-એ-મોહમ્મદના સમર્થનમાં રાષ્ટ્ર વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા,બસ આ પોસ્ટરોના કારણે જ આતંકીઓના મનસૂબા સામે આવ્યા અને દેશભરમાં કાર બ્લાસ્ટ કરવાનું કાવતરું નિષ્ફળ બનાવી શકાયું છે અને માની પણ ન શકાય તેવા તબીબી આતંકી નેટવર્કનો પર્દાફાશ થયો છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ગુપ્તચર વિભાગે તપાસ શરૂ કરી અને 5 નવેમ્બરના રોજ જૈશ-એ-મોહમ્મદના સમર્થનમાં પોસ્ટરો લગાવવાના આરોપમાં ડૉ. આદિલની ધરપકડ કરી. આરોપી સહારનપુરની એક હોસ્પિટલમાં કામ કરતો હતો. ત્યારબાદ મૌલવી ઇરફાન અહેમદની ધરપકડ કરવામાં આવી.
આદિલે પોતે શાહીન અને અન્ય ડૉક્ટરોના નામ તપાસ એજન્સીઓને જાહેર કર્યા. ત્યારબાદ, 9 નવેમ્બરના રોજ ફરીદાબાદમાં મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા.આમ,જો પોસ્ટરોની તપાસ ન થઈ હોત તો ઘણી જગ્યાએ બોમ્બ વિસ્ફોટને અંજામ આપવામાં આતંકીઓ સફળ થયા હોત.કેમકે,ધરપકડ કરાયેલા શંકાસ્પદોની પૂછપરછમાં 32 કારમાં દેશભરમાં બોમ્બ વિસ્ફોટ કરવાનું ખતરનાક કાવતરું સામે આવ્યું છે.
દિલ્હી પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા મહિલા આરોપી ડૉ. શાહીને દેશમાં આતંક ફેલાવવાના કાવતરાના ભાગ રૂપે મેવાતમાં 60 થી વધુ આતંકી તૈયાર કર્યા હતા.શાહીન તેઓનું બ્રેઇન વોશ કરી તાલીમ આપી હોવાનો ખુલાસો થયો છે, આ આતંકીઓ કોઈને કોઈ રીતે અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે.સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે મેવાત અને આસપાસના વિસ્તારોમાંથી 25 થી વધુ લોકોની ધરપકડ કરી છે. તે બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો









