
Delhi vehicle scrap policy: દિલ્હી સરકારે 1 જુલાઈથી લાગુ કરેલી સ્ક્રેપ નીતીએ લોકોની હાલત કફોડી કરવાનું શરુ કર્યું છે. સરકારે મંગળવારે અધિકારીઓ દ્વારા એક ડઝનથી વધુ કાર જપ્ત કરીને જૂના વાહનો માટે ઇંધણ પુરવઠા પર પ્રતિબંધ લાદ્યો છે. નવી નીતિમાં 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોને શહેરમાં રિફ્યુઅલિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ જપ્ત કરવામાં આવી રહ્યા છે. આ કારણે લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. દિલ્હી સરકાર સામે વાહનચલાકો રોષે ભારાયા છે. કેટલાક લોકોએ ભારપૂર્વક જણાવ્યું છે કે સારી રીતે જાળવણી કરાયેલા અને ઓછા ઉપયોગમાં લેવાતા વ્યક્તિગત વાહનોને સ્ક્રેપ કરવાનું ફરજિયાત બનાવવું ‘વાહિયાત’ છે.
એક X વપરાશકર્તા અનુરાધા તિવારી ગુસ્સે ઠાલવતા કહ્યું કે “મારા માતા-પિતાની કાર 15 વર્ષ જૂની છે, માંડ 20 હજાર કિમી ચાલે છે, હજુ પણ નવીની જેમ ચાલે છે. એન્જિન અકબંધ, PUC પરફેક્ટ છે. છતાં સરકારની વાહિયાત નીતિ હેઠળ તેને ફેરવી નહીં શકાય. 30-40% ટેક્સ લૂંટ્યા પછી, તેઓ હવે પેટ્રોલ પંપ પર તમારી કાર જપ્ત કરશે. ફક્ત મધ્યમ વર્ગને હંમેશા દેવામાં ડૂબેલા રાખવા માટે!”
My parent’s car is 15 years old, barely 20k km driven, still runs like new.
Engine untouched, PUC perfect. Yet it must be scrapped under govt absurd policy.
After looting 30–40% taxes, they will now seize your car at petrol pumps.
Just to keep middle class under loans forever! pic.twitter.com/8RIbUXqYkj
— Anuradha Tiwari (@talk2anuradha) July 1, 2025
બીજાએ પૂછ્યું કે “શું સારા વાહનોને સ્ક્રેપ કરીને તેને નવા બનાવશો તો પ્રદૂષણ અટકશે, તેવો કોઈએ અભ્યાસ કર્યો છે ?” વધુમાં કહ્યું સરકારનો સામનો કરો. સરકારની નીતીને હળવાશથી લઈશું તો માથે ચઢી જશે.
પહેલા દિવસે વિવિધ પેટ્રોલ પંપ પરથી 16 વાહનો જપ્ત કર્યા
દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી ટ્રાફિક મેનેજમેન્ટ, અજય ચૌધરીએ જણાવ્યું હતુ કે “અમે સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ના આદેશોનું પાલન કરી રહ્યા છીએ, આજથી, 10-15 વર્ષ જૂના વાહનોને કોઈપણ પેટ્રોલ પંપ પરથી ડીઝલ અને પેટ્રોલ મળશે નહીં… ટ્રાફિક પોલીસે વિવિધ પેટ્રોલ પંપ પર 16 વાહનો જપ્ત કર્યા છે… જેમાંથી મોટાભાગની મોટરસાયકલ છે,… મીડિયામાં વધુ જાગૃતિ, જાહેરાતોને કારણે, ઘણા લોકો જાગૃત હતા અને તેથી ઓછા વાહનો આવી રહ્યા હતા, અને લોકો આ વાહનોને દિલ્હીથી કેવી રીતે દૂર ખસેડવા તે વિશે વિચારી રહ્યા છે,”
પેટ્રોલપંપ સંચાલકો દ્વારા પાલન ન કરવા પર મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ 192 હેઠળ દંડ થઈ શકે છે. પ્રતિબંધનું ઉલ્લંઘન કરતા વાહનો જપ્ત કરવામાં આવશે, અને તેમના માલિકો પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ઇંધણ સ્ટેશનો પર ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જેથી વાસ્તવિક સમયમાં અંતિમ જીવનકાળના વાહનોને ઓળખી શકાય અને તેમની નોંધણી વિગતો મેળવી શકાય. ઇંધણ સ્ટેશનો અંતિમ જૂના વાહનોને ઇંધણ પુરવઠા પર પ્રતિબંધ દર્શાવતા સાઇનબોર્ડ પણ પ્રદર્શિત કરશે અને પરિવહન વિભાગને જાણ કરવા માટે નકારાયેલા વ્યવહારોનો લોગ જાળવશે. આ ઝુંબેશ આગામી સૂચના સુધી અમલમાં રહેશે.