અભિનેતા ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી અપાઈ રજા,ફેન્સમાં ખુશીનો માહોલ

  • India
  • November 12, 2025
  • 0 Comments

Bollywood News | બોલીવુડના હી-મેન ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ હવે બ્રિચકેન્ડી હોસ્પિટલમાંથી પોતાના ઘરે પરત ફર્યા છે.

ગત.તા.10 નવેમ્બરથી તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા. 89 વર્ષીય ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા હતા.જ્યાં ડોક્ટરોની  દેખરેખ હેઠળ અભિનેતાની સારવાર ચાલી રહી હતી.

દરમિયાન તેઓની તબિયત ગંભીર હોવાની વાત પ્રસરતા તેમના પરિવાર અને દેશભરના તેમના ચાહકો ચિંતિત હતા. ફિલ્મ ઉદ્યોગમાં પણ કેટલીક ઇવેન્ટ મુલતવી રાખવામાં આવી હતી.

ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાનું જાણવા મળતા બોલીવુડ સ્ટાર્સ પણ સતત હોસ્પિટલમાં ધર્મેન્દ્રને મળવા આવતા હતા. પરંતુ હવે અભિનેતાને રજા આપવામાં આવી છે અને તેઓ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે.

વિગતો મુજબ ધર્મેન્દ્રને આજે બુધવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હજુપણ તેઓ ડોક્ટરોની દેખરેખમાં રહેશે ડૉક્ટરની ટીમ હવે તેમની ઘરે સારવાર કરશે.

ડૉ. પ્રતીત સમદાનીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “ધર્મેન્દ્રજીને હવે સારું છે અને આજે સવારે 7:30 વાગ્યે રજા આપવામાં આવી છે.હવે તેમની ઘરે જ સારવાર કરવામાં આવશે, કારણ કે પરિવાર ઈચ્છે છે કે અભિનેતાની સારવાર ઘરે જ થાય.”

ધર્મેન્દ્રના ડિસ્ચાર્જના સમાચારથી ચાહકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને રાહતનો શ્વાસ લીધો છે. પરિવારના લોકો તેમજ ચાહક વર્ગ ધર્મેન્દ્ર ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે મોડી રાત્રે અને મંગળવારે પણ સવારે નવ વાગ્યાના સુમારે અગ્રણી સમાચાર ચેનલોએ ધર્મેન્દ્રનું અવસાન થયું હોવાના ખોટાં સમાચારો ફરી પ્રસારિત કરતાં સેલિબ્રિટીઓએ સોશ્યલ મિડિયા પર ધર્મેન્દ્રને અંજલિઓ પણ આપી દીધી હતી.

ધમેન્દ્ર વિશે ખોટી માહિતી  ફેલાતાં  ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે તેના સત્તાવાર સોશ્યલ મિડિયા હેન્ડલ પર સ્પષ્ટતા કરી હતી કે મારા પિતાના અવસાનની વાતો ખોટી છે અને તેમની તબિયત હાલ સ્થિર છે અને તેઓ સાજા થઇ રહ્યાં છે. તેમના અવસાનના અહેવાલો સદંતર ખોટાં છે. મિડિયા અતિઉત્સાહમાં આવી જઇ ખોટાં સમાચાર પ્રસરાવી રહ્યું છે. અમારા પરિવારની પ્રાઇવસી જાળવવા માટે અમે દરેક જણને વિનંતી કરીએ છીએ.

હેમા માલિની પણ બેજવાબદાર મીડિયા ઉપર આક્રોશ ઠાલવી પરિવારની આવા સમયે પ્રાઈવસીનું ધ્યાન આપવા વિન્નતી કરી પ્રસાર માધ્યમોની હરક્તને અક્ષમ્ય ગણાવી હતી.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?
  • September 19, 2026

West Bengal Bypolls: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજિનગર વિધાનસભા પેટાચૂંટણીઓ પહેલાં રાજકીય ઘટનાક્રમમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. રેજિનગરથી મમતા બેનર્જીના નેતૃત્વવાળા TMC જૂથના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ શનિવારે…

Continue reading
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ
  • September 19, 2026

Delhi SIR Notices: દિલ્હીમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચની કામગીરીની પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 3 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 6 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 8 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 10 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 9 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ