Digital Gold: આડેધડ ડિજિટલ ગોલ્ડ વેચતા પ્લેટફોર્મ ઉપર રોકાણ કરવા સામે SEBI ની લોકોને ચેતવણી!શું શું તકેદારી રાખવી જોઈએ,જાણો

  • India
  • November 9, 2025
  • 0 Comments

Digital Gold: આજકાલ લોકોમાં ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી રહ્યાનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ આવા રોકાણકારોને આવી રીતે આડેધડ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવા સામે ચેતવણી આપી છે અને ઉમેર્યુ છે કે જો આવા પ્લેટફોર્મ ડિફોલ્ટ થશેતો પૈસા ગુમાવવાનો વારો આવશે.જોકે,રોકાણકારો પાસે સેબી-રેગ્યુલેટેડ પ્રોડક્ટ્સના અન્ય ઘણા વિકલ્પો રહેલા છે જો તેમાં રોકાણ કરશેતો તે સંપૂર્ણ સલામત ગણાશે પણ આ માટે લોકોમાં જાગૃતિ જરૂરી છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા શનિવાર, 8 નવેમ્બરના રોજ એક સત્તાવાર નોટીસ મારફતે જાહેરાત કરીને રોકાણકારોને ડિજિટલ ગોલ્ડ અથવા ઈ-ગોલ્ડ જેવા Unregulated Products માં રોકાણ કરવા સામે ચેતવણી આપી છે અને સ્પષ્ટ કર્યું છે કે, આ ડિજિટલ ગોલ્ડ સ્કીમ્સ સિક્યોરિટીઝ કે કોમોડિટી ડેરિવેટિવ્ઝની કેટેગરીમાં આવતી નહી હોવાથી રોકાણકારો માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા લાગુ પડતી નથી પરિણામે પૈસા ગુમાવવાનો વારો આવી શકે છે.

સેબીએ જણાવ્યું કે, કેટલાક ડિજિટલ/ઓનલાઈન પ્લેટફોર્મ રોકાણકારોને ‘Digital Gold/E-Gold Products’ માં રોકાણ કરવાની ઓફર સાથે લાલચ આપી રહ્યા છે જેમાં ડિજિટલ ગોલ્ડનું ફિઝિકલ ગોલ્ડ વિકલ્પ તરીકે માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે, પરિણામે લોકો લલચાઈ રહયા છે અને ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી રહયા છે પણ હકીકતમાં તે કોઈપણ નિયમનકારી માળખા હેઠળ આવતું નથી.

સેબીએ રોકાણકારોને ચેતવણી આપી છે કે આ પ્રોડક્ટને સિક્યોરિટીઝ અથવા રેગ્યુલેટેડ કોમોડિટી ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે માન્યતા આપવામાં આવી નથી.
પરિણામે ડિજિટલ ગોલ્ડ વેચતું પ્લેટફોર્મ ડિફોલ્ટ થાય તે સંજોગોમાં રોકાણકારોને સેબી હેઠળ કોઈ કાનૂની સુરક્ષા અથવા રિફંડ અધિકાર રહેશે નહીં.

સેબી એ પણ સ્પષ્ટતા કરી કે જો કોઈ રોકાણકાર સોનામાં રોકાણ કરવા માંગે છે,તો તેની પાસે સેબી-રેગ્યુલેટેડ પ્રોડક્ટ્સનાં ઘણા વિકલ્પો રહેલા છે જેમકે ગોલ્ડ
ETF, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા સોવરીન ગોલ્ડ બૉન્ડ્સ ઉપલબ્ધ છે.

આ પ્રોડક્ટ્સમાં રોકાણ સેબી-રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયરીઝ દ્વારા કરી શકાય છે અને આ સંપૂર્ણપણે સલામત હોય છે.ઉપરાંત ઘણી ખાનગી કંપનીઓએ મોબાઇલ એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સ દ્વારા ડિજિટલ સોનું વેચવાનું શરૂ કર્યું છે જેમકે ટાટા ગ્રુપની CaratLane, SafeGold, Tanishq અને MMTC-PAMP જેવી કંપનીઓ ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડની ઓનલાઈન ખરીદીનો વિકલ્પ આપે છે.

આ ઉપરાંત, PhonePe, Google Pay અને Paytm જેવી એપ્સે પણ આ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે, જેના કારણે યુઝર્સ તેમના મોબાઇલથી થોડા રૂપિયામાં પણ ગોલ્ડ ખરીદી શકે છે. CaratLaneની વેબસાઈટ મુજબ, “ડિજિટલ ગોલ્ડ એ એવી સુવિધા છે, જેમાં તમે સોનાને ઓનલાઇન ખરીદી શકો છો, ટ્રેક કરી શકો છો અને ઇચ્છા મુજબ તેને જ્વેલરી અથવા ગોલ્ડ કૉઇનના રૂપમાં રિડિમ કરી શકો છો.

આમ,આડેધડ ઓન લાઈન રોકાણ કરતા પહેલા સેબીના દાયરામાં આવતા પ્લેટફોર્મ અંગે જાગૃત થવા સેબીએ સત્તાવાર જાહેરાત કરી લોકોને ચેતવ્યા છે અને ક્યાં રોકાણ કરવું જોઈએ અને ક્યાં નહિ તે અંગે સજાગતા રાખવા અપીલ કરી છે.

આ પણ વાંચો:

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Related Posts

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
  • March 24, 2026

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

Continue reading
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 3 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 2 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 7 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 16 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 8 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

  • March 24, 2026
  • 18 views
Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!