Donald Trump: ગ્રીનલેન્ડ પર કબ્જો કરવાની ટ્રમ્પની ધમકી બાદ NATO સક્રિય, ગ્રીનલેન્ડની રક્ષા માટે છ દેશોની સૈન્ય ટુકડીઓ રવાના

  • World
  • January 15, 2026
  • 0 Comments

Donald Trump: વેનેઝુએલના તેલ ભંડાર ઉપર અમેરિકાની નજર હતી અને મોકો જોઈને ટ્રમ્પે વેનેઝુએલ ઉપર હુમલો કરી તેના રાષ્ટ્રપતિ માદુરો અને તેમના ધર્મપત્નીને કેદ કરી લીધા અને હવે વેનેઝુએલ ઉપર કબ્જો કરી લીધો છે આ બધું એ રીતે થયું કે જેમ અગાઉના જમાનામાં રાજાશાહી સમયે કોઈ બળુકો રાજા બીજાના રાજ્ય ઉપર હુમલો કરી તેનું રાજ્ય પડાવી લે અને રાજાને કેદ કરી લે તેવું થયું છે.

ટ્રમ્પને ઇઝીલી વેનેઝુએલ ઉપર કબ્જો મળી જતા હવે તેની દાનત બગડી છે અને ગ્રીનલેન્ડ પર કબજો મેળવવા સક્રિય થયા છે,ડોનાલ્ડ ટ્રમ્પે ‘જોઈન્ટ સ્પેશિયલ ઓપરેશન કમાન્ડ’ (JSOC) ને ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે હુમલાનો પ્લાન તૈયાર કરવા કહ્યું છે.

ટ્રમ્પની ધમકી બાદ ગ્રીનલેન્ડ, ડેનમાર્ક અને યુરોપના અનેક નેતાઓ નારાજ થઈ ગયા છે તેઓ નથી ઇચ્છતા કે ટ્રમ્પ અહીં કબ્જો કરે.

ટ્રમ્પે ગ્રીનલેન્ડ કબ્જે કરવા માટે વ્હાઇટ હાઉસના અધિકારીઓ તેમજ પોતાના સહયોગી સાથીઓ સાથે બેઠક કરી ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ મામલે ચર્ચા કરી હતી અને ડેનમાર્ક તેને યોગ્ય રીતે સંભાળી શકતું નહી હોવાથી અમેરિકાનો કબ્જો જરૂરી હોવાનું કહયુ હતું ટ્રમ્પનું માનવું છે કે જો અહીં અમેરિકા કબ્જો નહિ કરે તો કાલે ઉઠીને રશિયા અથવા ચીન કબ્જો કરી લેશે જેથી ગ્રીનલેન્ડ અમેરિકામાં ભળી જાય તે જરૂરી છે.

ટ્રમ્પની દાનત પારખી જતા ડેનમાર્ક સહિત યુરોપના અનેક નેતાઓ નારાજ થઈ ગયા છે બાદમાં યુરોપીય નેતાઓએ એક સંયુક્ત નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, ગ્રીનલેન્ડ ત્યાંના લોકોનું છે અને ગ્રીનલેન્ડ તથા ડેનમાર્ક વિશે કોઈ પણ નિર્ણય લેવાનો અધિકાર માત્ર અને માત્ર ગ્રીનલેન્ડ અને ડેનમાર્ક પાસે જ છે.

બીજી તરફ ટ્રમ્પની ધમકી અને રશિયા-ચીનના ડેનમાર્ક મામલે વધતા પ્રભાવને લઈ ડેનમાર્કે છ નાટો (NATO) દેશોને મદદની અપીલ કરી છે પરિણામે આ દેશોએ ગ્રીનલેન્ડના સમર્થનમાં લશ્કરી ટુકડીઓ મોકલવાનું શરૂ કર્યું છે અહેવાલો અનુસાર, ડેનમાર્ક હેઠળના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડની રક્ષા માટે અત્યાર સુધીમાં 6 મોટા દેશોએ પોતાના સૈનિકો અને લશ્કરી ટુકડીઓ તહેનાત કરવાની જાહેરાત કરી છે, જેમાં સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસનએ પોતાના સૈનિકો મોકલવાની વાત કરી છે.

નોર્વેએ બે લશ્કરી ટીમો રવાના કરી છે જ્યારે જર્મનીએ દરિયાઈ જાસૂસી મિશન માટે સૈનિકોની ટીમ મોકલી છે ઉપરાંત ફ્રાન્સ અને સાથી દેશોએ સંયુક્ત કવાયતમાં જોડાવા લશ્કરી ટીમ રવાના કરી છે અને નેધરલેન્ડ અને કેનેડાએ પણ આ લશ્કરી કવાયતમાં જોડાવાની જાહેરાત કરી છે ટ્રમ્પની ધમકી બાદ ડેનમાર્ક દ્વારા “ઓપરેશન આર્કટિક એન્ડ્યુરન્સ” ના ભાગરૂપે આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

આ મિશનનો મુખ્ય હેતુ આર્કટિક ક્ષેત્રમાં દરિયાઈ દેખરેખ વધારવાનો અને સંભવિત સુરક્ષા જોખમોનો સામનો કરવા માટેનો છે ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડની સુરક્ષા નબળી હોવાની વાત કરી રશિયા અને ચીન તેનો ફાયદો ઉઠાવી જાય નહીં તે માટે ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવી દેવાની વાત કરતા ડેનમાર્કે ટ્રમ્પના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે અને પોતાના નાટો સાથીઓની મદદ માટે અપીલ કરતા હવે ટ્રમ્પને કબ્જો કરવો સહેલો નહિ હોય.

યુરોપિયન દેશો અને કેનેડા ટ્રમ્પને સંદેશ આપવા માંગે છે કે ગ્રીનલેન્ડની સુરક્ષા માટે નાટો સંગઠિત છે અને જો ટ્રમ્પ કબજો કરવાનો પ્રયાસ કરશે તો તેમણે ફક્ત ડેનમાર્ક જ નહીં પણ નાટોનો સામનો કરવો પડશે રશિયા કે ચીન ગ્રીનલેન્ડ પર કબજો કરી શકે નહીં તે માટે નાટોના માધ્યમથી ટ્રમ્પે લશ્કરી હાજરી વધારવાનો વિકલ્પ શોધવો પડે બાકી કબ્જો કરવાનો વિકલ્પ યોગ્ય નથી તેમ નાટોના વડાઓનું માનવું છે.આ વિવાદને લઈ ગ્રીનલેન્ડ હવે અમેરિકા અને તેના યુરોપિયન સાથીઓ વચ્ચેના સંઘર્ષનું કેન્દ્ર બની ગયુ છે અને વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

 

Related Posts

Iran US War: ઈરાન-અમેરિકા યુદ્ધમાં તણાવ ચરમસીમાએ, 5 તેલ ટેન્કર પર હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર
  • September 9, 2026

Iran US War: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બુધવારે તણાવ વધુ ગંભીર બન્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા ઈરાનના પાંચ તેલ ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા બાદ ઈરાનના…

Continue reading
AfD Germany: જર્મનીમાં AfDની ઐતિહાસિક જીત, શું હવે સમગ્ર યુરોપ RIGHT તરફ વળી રહ્યો છે?
  • September 8, 2026

AfD Germany: જર્મનીના પૂર્વીય રાજ્ય સૈક્સોની-આનહાલ્ટની ચૂંટણીમાં દક્ષિણપંથી અને પ્રવાસી વિરોધી પાર્ટી અલ્ટરનેટિવ ફોર જર્મની (AfD)ના શાનદાર પ્રદર્શનથી દેશની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. AfDએ આશરે 43.8 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

  • September 10, 2026
  • 2 views
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

  • September 10, 2026
  • 4 views
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

  • September 10, 2026
  • 9 views
Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

  • September 10, 2026
  • 5 views
Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

  • September 10, 2026
  • 8 views
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

Manipur NRC: મણિપુરમાં NRC માટે 1951 આધાર વર્ષ બનાવવાની તૈયારી, કેન્દ્ર સમક્ષ ફરી મુદ્દો ઉઠાવશે રાજ્ય સરકાર

  • September 10, 2026
  • 10 views
Manipur NRC: મણિપુરમાં NRC માટે 1951 આધાર વર્ષ બનાવવાની તૈયારી, કેન્દ્ર સમક્ષ ફરી મુદ્દો ઉઠાવશે રાજ્ય સરકાર