Donald Trump: ટ્રમ્પ ફૂંફાડા મારે છે પણ ઈરાન ઉપર હુમલો નથી કરતા કેમ? વાંચો આ અહેવાલ

  • World
  • January 15, 2026
  • 0 Comments

●હવે દુનિયામાં “મુસ્લિમ મુસ્લિમ ભાઈ ભાઈ”નો માહોલ બની રહ્યો છે અને શિયા-શુન્ની ભૂલી હવે “ઈસ્લામિક એકતા” મજબૂત બનાવવા સૌ એકમંચ ઉપર આવી રહયા છે.

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઈરાન સામે લશ્કરી કાર્યવાહીની ધમકી આપી રહ્યા છે પણ તે માત્ર ફૂંફાડા મારતા હોય તેવુ લાગી રહ્યું છે, વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડથી ટ્રમ્પની હિંમત વધી ગઈ છે અને હવે ગ્રીનલેન્ડ અને ઈરાન ઉપર હુમલાની ધમકી આપી રહયા છે પણ કઈ કરી શકે તેવું લાગતું નથી.

ઈરાનમાં હાલ સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે ત્યારે ટ્રમ્પ વારંવાર હુમલાની ધમકી આપી રહયા છે, પરંતુ મોટો સવાલ એ છે કે શું અમેરિકા ખરેખર ઈરાન પર હુમલો કરશે ? અમેરિકા આવું કેમ નહીં કરે તેના 5 કારણો વાંચો.

● ટ્રમ્પના આક્રમક વાણી-વર્તન છતાં, યુએસ સૈન્યએ હજુ સુધી મધ્ય પૂર્વમાં મોટી તૈનાતી શરૂ કરી નથી.

પેન્ટાગોને વિમાનવાહક જહાજ પણ મોકલ્યું નથી બીજી ખાસ વાત એ કે અમેરિકાના ગલ્ફ સાથી દેશો પણ મુસ્લિમ હોવાના નાતે ઈરાન પર હુમલા માટે તેમના થાણાઓનો ઉપયોગ નહિ કરવા દેવા માટે એક થઈ રહ્યા હોવાની વાત સામે આવી રહી છે તેના તાજા ઉદાહરણમાં ઇરાનના કટ્ટર હરિફ ગણાતા અને અમેરિકાના મિત્ર એવા સાઉદી અરેબિયાએ પણ સ્પષ્ટ કહી દીધું છે કે અમે મુસ્લિમ રાષ્ટ્ર ઇરાનને સાથ આપીશું અને અમારા એર સ્પેસમાંથી એવા કોઈ ફાયટર જેટને પસાર થવા દઈશું નહિ કે જેનું લક્ષ ઈરાન હોય.
એટલુંજ નહિ પણ પોતાના સૈન્ય મથકોનો અમેરિકાને ઉપયોગ કરવા દેશે નહિ તેવું સાઉદી વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે આ પગલું નવા સમીકરણો દર્શાવે છે અને ઈસ્લામિક દેશોમાં વધી રહેલી એકતાનો સંદેશનો સંકેત આપે છે.

●નિષ્ણાતો માને છે કે યુએસ હુમલાઓ ફક્ત ઈરાની સરકારને જ ફાયદો કરાવી શકે છે. આનાથી ઈરાની નેતૃત્વ આંતરિક વિરોધને વિદેશી કાવતરું તરીકે દર્શાવીને તેને દબાવી શકે છે અને જનતાને પોતાના પક્ષમાં કરી શકે છે.

● આ ક્ષેત્રમાં અમેરિકાના લશ્કરી સંસાધનો કમજોર છે. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનના જણાવ્યા અનુસાર, અમેરિકાએ તાજેતરના મહિનાઓમાં મધ્ય પૂર્વમાંથી પોતાના સૈનિકો અને સંસાધનોને ઘટાડી દીધા છે. ઓક્ટોબર 2025 પછી મધ્ય પૂર્વમાં કોઈ પણ અમેરિકન વિમાનવાહક જહાજ તૈનાત કરવામાં આવ્યુ નથી.

● અમેરિકા કદાચ કઈ છમકલું કરે તો અગાઉ જૂન 2025 માં કરવામાં આવેલા હુમલા જેવો જ હુમલો હોઈ શકે છે, જેમાં અમેરિકાએ B-2 બોમ્બરથી ઈરાનના ફોર્ડો પરમાણુ સુવિધાને નિશાન બનાવી હતી. જો કે, ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવા હુમલાથી જાનમાલનું નોંધપાત્ર નુકસાન પણ થઈ શકે છે.

● ઈરાને પહેલાથી જ ચેતવણી આપી દીધી છે કે જો હુમલો કરવામાં આવશે તો તે યુએસ બેઝ અને જહાજોને નિશાન બનાવશે, પછી ભલે તેમનું સ્થાન ગમે તે હોય. ઈઝરાયલ સાથેના 12 દિવસના યુદ્ધમાં ઈરાનની લશ્કરી તાકાતને નુકસાન થયું હોવા છતાં, તેની પાસે હજુ પણ મર્યાદિત મિસાઈલ ક્ષમતા છે.

● ઈરાન મિસાઈલ લોન્ચિંગ સ્થળોનું નવીનીકરણ કરી રહ્યું છે

અહેવાલો અનુસાર, ઈરાનના ઘણા મિસાઈલ લોન્ચિંગ સ્થળો પર્વતોની અંદર આવેલા છે અને તેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ધ ગાર્ડિયન અનુસાર, ઈરાન પાસે આશરે 2,000 ભારે બેલિસ્ટિક મિસાઈલો છે.

જો મોટી સંખ્યામાં ફાયર કરવામાં આવેતો તે યુએસ અને ઇઝરાયેલી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ પણ ઇરાનની મિસાઇલનું કઈ બગાડી શકે નહિ અને એર ડિફેન્સ સિસ્ટમથી બચીને પોતાનું લક્ષ પાર પડવા સક્ષમ હોય યુએસ માટે વ્યૂહાત્મક જોખમ પણ ઊભું કરી શકે તેમ છે બીજો મોટો પડકાર આ હુમલા માટેના લક્ષ્યો નક્કી કરવાનો છે. ઈરાનમાં વિરોધ પ્રદર્શનો વ્યાપક છે, તેથી લશ્કરી થાણાઓને અલગ પાડવાનું સરળ રહેશે નહીં.

ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, હંમેશા ખોટા લક્ષ્યાંક અને નાગરિક જાનહાનિનું જોખમ રહેલું છે. આનાથી અમેરિકાની આંતરરાષ્ટ્રીય છબીને પણ નુકસાન થઈ શકે છે નિષ્ણાતો માને છે કે આવા હુમલાથી ઈરાની સરકાર વધુ મજબૂત થઈ શકે છે, કારણ કે તે વિદેશી હસ્તક્ષેપ તરીકે દર્શાવીને તેના લોકોને એક કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે ઈરાનમાં યુએસ હસ્તક્ષેપનો ઇતિહાસ 1953ના બળવાથી શરૂ થયો છે. તેથી, ઈરાની સરકાર કોઈપણ હુમલાને જૂના ઘા ફરી ખોલી તાજા કરી કરી શકે છે રોયલ યુનાઇટેડ સર્વિસીસ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાત રોક્સેન ફરમાનફાર્મિયનના મતે, ઈરાનની સરકાર અને સુરક્ષા તંત્ર સુવ્યવસ્થિત અને મજબૂત છે.

●ખામેનીના વિકલ્પો શું છે?

જો અમેરિકા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની પર સીધો હુમલો કરે છે, તો તે આંતરરાષ્ટ્રીય કાયદા વિશે ગંભીર પ્રશ્નો ઉભા કરશે.

આવા પગલાથી લાંબા સમય સુધી લશ્કરી સંઘર્ષ થઈ શકે છે. વધુમાં, તે ઈરાનમાં શાસન પરિવર્તનની ગેરંટી આપતું નથી. ખામેનીએ પહેલાથી જ સંભવિત અનુગામીઓની યાદી તૈયાર કરી દીધી છે આમ,આવા ઘણા બધા કારણો હોય અમેરિકા અત્યારે માત્ર ગર્જના કરી રહ્યું છે પણ હુમલો કરવામાં સો વખત વિચાર કરી રહ્યું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

 

Related Posts

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો
  • June 19, 2026

US-Iran Deal: ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો વૈશ્વિક તણાવ, જે એક સમયે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્માવી રહ્યો હતો, તે ૧૮ જૂને એક અચાનક અને આશ્ચર્યજનક વળાંક સાથે સમાપ્ત થયો છે. જે…

Continue reading
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!
  • June 19, 2026

India UK FTA: ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે ૧૫ જુલાઈ ૨૦૨૬થી મુક્ત વ્યાપાર કરાર (FTA) અમલી બનવા જઈ રહ્યો છે. સરકાર આ કરારને ભારત અને કોઈ પશ્ચિમી દેશ વચ્ચેનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 3 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 6 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 8 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 7 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 9 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 7 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા