Election: લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી! કાળા નાણાંનો ધૂમ વપરાશ! જુઓ ચોંકાવનારો અહેવાલ

Election: દેશ અને ગુજરાતમાં હાલ ચુંટણીઓનો માહોલ છે ત્યારે લોકશાહી પર્વ સમાન આ ચૂંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી છે અને પારદર્શકતા ખોવાઈ ગઈ છે, હવેના સમયમાં ચુંટણીઓ દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા કાળા નાણાં (Unaccounted Money)નો ધૂમ વપરાશ થવા સાથે ચૂંટણી પંચ (Election Commission) ને ખર્ચનો સચોટ હિસાબ ન આપવો એ લાંબા સમયથી ચર્ચાનો અને ચિંતાનો વિષય રહ્યો છે.

તાજેતરના અહેવાલો મુજબ, આ મુદ્દો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈને લોકસભા સુધીની ચૂંટણીઓમાં જોવા મળે છે ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય રાજકીય પક્ષોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખર્ચના હિસાબ અને ઓડિટ રિપોર્ટ નિયત સમયમાં જમા કરાવ્યા ન હોવાના અહેવાલો છે RTI કાર્યકર્તા સંતોષસિંહ રાઠોડની તપાસમાં સામે આવ્યું છે કે ભાજપે 10 વર્ષથી વધુ સમયથી અને કોંગ્રેસે 8 વર્ષથી વધુ સમયથી ચૂંટણી ખર્ચના હિસાબ જમા કરાવ્યા નથી.

ચૂંટણીમાં ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા (જેમ કે લોકસભા માટે 95 લાખ અને વિધાનસભા માટે 40 લાખ સુધી) હોવા છતાં, વાસ્તવમાં ઉમેદવારો અને પક્ષો આના કરતાં અનેકગણો વધુ ખર્ચ કરે છે ચૂંટણી પંચ દ્વારા કડક મોનિટરિંગ, ફ્લાઈંગ સ્ક્વોડ અને વાહનોની તપાસ કરવામાં આવે છે, તેમ છતાં પણ મોટી માત્રામાં રોકડ રકમ પકડાય છે, જે દર્શાવે છે કે મોટાપાયે કાળા નાણાંનો ઉપયોગ થઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ ચાલુ કરેલા ઇલેક્ટોરલ બોન્ડ્સને ગેરબંધારણીય જાહેર કર્યા હતા, જે રાજકીય ફંડિંગમાં પારદર્શિતા લાવવાને બદલે અસ્પષ્ટતા વધારતા હતા અને કાળા નાણાંને વ્હાઇટ કરવાના સાધન તરીકે ટીકા પામ્યા હતા ચૂંટણીઓમાં કાળા નાણાંનો આડેધડ ઉપયોગ લોકશાહીમાં સમાન તકો (Level Playing Field) ને નષ્ટ કરે છે અને સામાન્ય ઉમેદવારો માટે ચૂંટણી લડવી મુશ્કેલ બનાવે છે.

ચૂંટણી પંચ દ્વારા કડક સૂચનાઓ હોવા છતાં, રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી ખર્ચના સચોટ આંકડા રજૂ કરવામાં અનિચ્છા અને કાળા નાણાંનો વ્યવસ્થિત ઉપયોગ એ ભારતીય ચૂંટણી પ્રક્રિયાના પારદર્શિતા સામે એક મોટો પડકાર બન્યું છે ત્યારે The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ મુદ્દા ઉપર RTI કાર્યકર્તા સંતોષસિંહ રાઠોડ સાથે વાત કરી ત્યારે તેઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા,આ વીડિયો જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

Gujarat Housing Board ભયંકર ભ્રષ્ટાચારનો અખાડો બની ગયું છે!
  • May 18, 2026

Gujarat Housing Board: સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજબી કિંમતે પોતાના હકનું આશરાસ્થાન મળી રહે તેવા પવિત્ર ઉદ્દેશ્ય સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) ની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ વર્તમાન…

Continue reading
Gujarat bulldozer action: આને કહેવાય અમૃતકાળ! GUJARAT માં 12 વર્ષમાં 5 લાખ મકાનો ધ્વસ્ત કરાયા
  • May 17, 2026

Gujarat bulldozer action: ગુજરાતમાં હાલ કાયદો અને માનવતા વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જામનગરના જડેશ્વર વિસ્તારમાં કાળજાળ ગરમી વચ્ચે ડિમોલિશનની એક એવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Housing Board ભયંકર ભ્રષ્ટાચારનો અખાડો બની ગયું છે!

  • May 18, 2026
  • 5 views
Gujarat Housing Board ભયંકર ભ્રષ્ટાચારનો અખાડો બની ગયું છે!

Jairam Ramesh: નીટ પરીક્ષા રદ થયા બાદ ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદન પર રાજકીય વિવાદ, કોંગ્રેસે રાજ્યસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ આપી

  • May 18, 2026
  • 5 views
Jairam Ramesh: નીટ પરીક્ષા રદ થયા બાદ ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદન પર રાજકીય વિવાદ, કોંગ્રેસે રાજ્યસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ આપી

Mamata Banerjee Bulldozer Politics: કોલકાતા અને હાવડામાં તોડફોડ અભિયાન વચ્ચે મમતા બેનર્જી ભડક્યા, ‘બંગાળ બુલડોઝર પોલિટિક્સમાં વિશ્વાસ નથી રાખતું’

  • May 18, 2026
  • 8 views
Mamata Banerjee Bulldozer Politics: કોલકાતા અને હાવડામાં તોડફોડ અભિયાન વચ્ચે મમતા બેનર્જી ભડક્યા, ‘બંગાળ બુલડોઝર પોલિટિક્સમાં વિશ્વાસ નથી રાખતું’

Iran Citizens Weapon Training: તેહરાનમાં ‘ડેથ ટુ અમેરિકા’ના નારા ગુંજ્યા, સામાન્ય નાગરિકોને AK-47 ચલાવવાની અપાઈ રહી છે ટ્રેનિંગ

  • May 18, 2026
  • 8 views
Iran Citizens Weapon Training: તેહરાનમાં ‘ડેથ ટુ અમેરિકા’ના નારા ગુંજ્યા, સામાન્ય નાગરિકોને AK-47 ચલાવવાની અપાઈ રહી છે ટ્રેનિંગ

AAP Deepak Singla Arrested: ૧૮૦ કરોડના કથિત બેંક ફ્રોડ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી, દિલ્હી-ગોવામાં દરોડા બાદ AAP નેતા દીપક સિંગલાની ધરપકડ

  • May 18, 2026
  • 6 views
AAP Deepak Singla Arrested: ૧૮૦ કરોડના કથિત બેંક ફ્રોડ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી, દિલ્હી-ગોવામાં દરોડા બાદ AAP નેતા દીપક સિંગલાની ધરપકડ

Metasar dalit discrimination: સુરેન્દ્રનગરના મેતાસર ગામમાં દલિતોને કૂવામાંથી પાણી ન ભરવા દીધાનો આક્ષેપ: 6 લોકો સામે ઍટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ

  • May 18, 2026
  • 12 views
Metasar dalit discrimination: સુરેન્દ્રનગરના મેતાસર ગામમાં દલિતોને કૂવામાંથી પાણી ન ભરવા દીધાનો આક્ષેપ: 6 લોકો સામે ઍટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ