
Election: ગુજરાતમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે SIRની કામગીરી વિવાદમાં રહી છે અને મતદાર યાદીમાં સામૂહિક ગોટાળા કરનારા 12 હજાર લોકો અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ થતી નથી તેવે સમયે 2014ની ચૂંટણીઓ દરમિયાન શું થયુ હતું? તે અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે.
રાજ્યમાં ચૂંટણી પંચના પક્ષપાતી વલણ અંગે અનેકવાર સવાલો ઉઠ્યા છે અને તાજેતરમાં ફોર્મ 7 ભરીને લાખ્ખો મતદારોના નામ કમી કરાવવાનો જે રીતે પ્રયાસ થયો તે પણ મુદ્દો ભારે ચર્ચામાં છે ત્યારે અગાઉ પણ અનેક વખત ચૂંટણીઓમાં લાભ લેવા પ્રયાસો થયા છે અને તેની ચર્ચા પણ રહી છે.
પીએમ નરેન્દ્ર પર જાતિ આધારિત મતનું કાર્ડ ખેલવાના આરોપો લાગ્યા હતા તેઓ સામે ભૂતકાળમાં પણ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, નરેન્દ્ર મોદીનો જન્મ ઓબીસીમાં થયો નથી, વાસ્તવમાં ચૂંટણીમાં ફાયદો મેળવવા જાન્યુઆરી 2002માં ગુજરાત સરકારે મોઢ ઘાંચી જાતિને ઓબીસીનો દરજ્જો આપવા એક પરિપત્ર જારી કર્યો હોવાનો વિપક્ષ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
આ સિવાય અનેક વિવાદ રહયા છે અને ભાજપ સામે આક્ષેપ થયા છે,આ મુદ્દે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા




