ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં ED ના દરોડા, 2700 કરોડની છેતરપિંડી મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે(12 જૂન, 2025) સવારે રાજસ્થાન(Rajsthan), ગુજરાત(Gujarat) અને દિલ્હી(Delhi)માં એક સાથે દરોડા પાડ્યા છે. જેમાં એક મોટા મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી લગભગ 2700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. એજન્સીની ટીમો ત્રણેય રાજ્યોમાં લગભગ 24 સ્થળોએ એક સાથે દરોડા પાડી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડા “નેક્સા એવરગ્રીન” નામના પ્રોજેક્ટ સાથે સંબંધિત છે, જેમાં રોકાણકારોને ફ્લેટ, જમીન અથવા વધુ કિંમતે પૈસા પરત કરવાના વચન આપીને લલચાવીને મોટી છેતરપિંડી કરવામાં આવી હતી. એવો આરોપ છે કે રોકાણકારો પાસેથી અબજો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા અને બાદમાં પૈસા હડપ કરવામાં આવ્યા હતા.

રાજસ્થાન થઈ હતી FIR દાખલ  

રાજસ્થાન પોલીસે આ કૌભાંડ સંબંધિત અનેક FIR દાખલ કરી હતી. હવે ED આ સમગ્ર કેસની મની લોન્ડરિંગના દૃષ્ટિકોણથી તપાસ કરી રહી છે અને આમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે.

કઈ કઈ જગ્યાએ ED ના દરોડા 

ED ટીમો રાજસ્થાનના સીકર, જયપુર, જોધપુર, ઝુનઝુનુ, ગુજરાતના અમદાવાદ અને દિલ્હીમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ સમય દરમિયાન એજન્સીને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક પુરાવા મળવાની અપેક્ષા છે.

મિડિયા રિપોર્ટ્સ અનુસાર EDનો આ દરોડો હજુ પણ ચાલુ છે અને આગામી દિવસોમાં મની લોન્ડરિંગ નેટવર્ક સાથે સંકળાયેલા ઘણા વધુ ચહેરાઓ ખુલ્લા પડી શકે છે.

ધોલેરાને ભવિષ્યનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ કહીને લોકોને છેતર્યા

નેક્સા એવરગ્રીન કંપનીએ ગુજરાતના ધોલેરા શહેર નજીક જમીન ખરીદવા અને વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. ધોલેરા શહેરને ભવિષ્યનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ કહીને લોકોને મોટા નફાની લાલચ આપવામાં આવી હતી. આમાં ફસાઈને લગભગ 70 હજાર લોકોએ લગભગ 2700 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.

જ્યારે લોકોને ખબર પડી કે આ એક છેતરપિંડી છે અને કંપનીના સંચાલકો ભાગી જવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ પછી, રાજ્ય પોલીસ અને હવે ED એ તપાસ આગળ ધપાવી છે. અગાઉ પણ ED એ કૌભાંડ કેસમાં દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો:

Ahmedabad:શહેરની જાણીતી કલબમાં પોલીસના દરોડા, દારૂની મહેફિલ માણતા 9 લોકોની અટકાયત

ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

La Curfew: ટ્રમ્પની ઇમિગ્રેશન કડક કાર્યવાહીનો લોસ એન્જલસમાં ઉગ્ર વિરોધ, કર્ફ્યુ લાગુ

Los Angeles Violence: અમેરિકાના લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો બન્યા તીવ્ર, ટ્રમ્પે પ્રદર્શનકારીઓને આપી ચેતવણી

US: લોસ એન્જલસ સળગ્યું, ટ્રમ્પે કમાન્ડો તૈનાત કરતાં સ્થિતિ વધુ વણસી, જાણો આખો વિવાદ

સોમનાથ મંદિર પાસે દબાણ કેસ: દબાણો હટાવ્યા ત્યાં મુસ્લિમોને ઉર્સની ઉજવણીની પણ મંજરી નહીં, SCએ અરજી ફગાવી

ગીર સોમનાથ જીલ્લામાં ખનીજચોરોને અજબો રુપિયાનો દંડ, સૌથી વધુ કોડીનારમાં | Mineral theft

Junagadh: રેતી ભરેલા ડમ્પરે એક્ટિવા પર સવાર દંપતિને ટક્કર મારી, પતિનું ઘટનાસ્થળે જ મોત

Junagadh: અકસ્માતમાં ત્રણ યુવકના મોત, એક સાથે 3 જનાજા નીકળ્યા

  11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભાગની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education

Gir Somnath: પોલીસે માર મારતાં યુવકનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ: આક્ષેપ

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ