Morbi: રાજ્યમાં બે કિશોરીઓ ઉપર ગેંગરેપ બાદ વધુ બે અબળાની ઈજ્જત લૂંટતા બેખૌફ વાસના ભૂખ્યા વરુઓ! હર્ષ સંઘવીની પોલીસ સામે ઉઠયા સવાલ!

  • Gujarat
  • January 10, 2026
  • 0 Comments

Morbi: ગુજરાતમાં નાની બળકીઓથી લઈ સગીર યુવતી અને મહિલાઓની સલામતી સામે સવાલો ઉઠ્યા છે અને બેખૌફ બનેલા વાસના ભૂખ્યા શેતાનો સતત બળાત્કારની ઘટનાઓને અંજામ આપી રહયા છે.

2026ના પ્રારંભે બે માસૂમ સગીરાઓની છેડેચોક ગેંગરેપ કરીને ઈજ્જત લૂંટવામાં આવી છે એક ઘટના વાંસદા અને બીજી ઘટના વડોદરામાં બની છે અને આ ઘટનાના પ્રત્યાઘાતો શમે તે પહેલાં મોરબીમાં એક સામાજિક સંસ્થામાં ઘૂસી જઈ બે વાસના ભૂખ્યા વરુઓ બે અબળાઓની ઈજ્જત લૂંટીને ભાગી છૂટ્યા છે.

રાજ્યમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી જેની ઉપર દંડો ચલાવવાનો છે ત્યાં ચાલતો નથી પરિણામે આ સ્થિતિ ઉભી થઇ રહી હોવાનું અગાઉ વિપક્ષ નેતાઓ પણ કહી ચુક્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે અને મહિલાઓ હવે અસલામત બની ગઈ છે.

મોરબી શહેરમાં અત્યંત હૃદયદ્રાવક અને શરમજનક બનેલી ઘટનામાં એક સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી માનસિક અસ્વસ્થ બે મહિલા પર અજાણ્યા નરાધમો દુષ્કર્મ આચરી ભાગી છૂટ્યા હતા.આ હવસખોરો સૌપ્રથમ સંસ્થાની કમ્પાઉન્ડ વોલ (દીવાલ) કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો ત્યાર બાદ જે રૂમમાં આ મહિલાઓને રાખવામાં આવી હતી તે દીવાલમાં બાકોરું પાડીને હવસખોરો અંદર ઘૂસ્યા હતા અને રૂમમાં રહેલી 2 અસ્થિર મગજની મહિલાઓને હવસનો શિકાર બનાવી હતી ત્યારબાદ ભાગી છૂટ્યા હતા.

આમ,હવે હવસખોરો બિન્દાસ બન્યા છે કારણકે રાજ્યમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે પરિણામે મહિલાઓ અસુરક્ષા અનુભવી રહી છે.ગૃહમંત્રી સાથે ડેપ્યુટી સીએમ બનેલા હર્ષ સંઘવીએ આવા બનાવોની ગંભીરતા ધ્યાને લઇ પોલીસને જે ખરેખર ગુનેગારો છે તેવા લોકો સામે દંડો ચલાવવા કહેવાની જરૂર છે.

બાકી સામન્ય જનતામાં ભય ઉભો કરવામાં કઈ વળવાનું નથી ગુજરાતમાં બેફામ બનેલા હવસખોરોના ત્રાસથી મહિલાઓ અને બાળકીઓ-સગીરાઓમાં ગભરાટ અને ચિંતા પ્રસરી છે.ગુજરાતમાં દુષ્કર્મની બની રહેલી ઉપરા ઉપરી ઘટનાઓ ચિંતાનો વિષય છે બે કિશોરીઓ ઉપર ગેંગરેપ બાદ હવે નિરાધાર અને અશક્ત મહિલાઓ સાથે આચરાયેલું આ કૃત્ય સંવેદનશીલ સમાજ સ્તબ્ધ બની ગયો છે અને કાયદા વ્યવસ્થા ઉપરથી જાણે વિશ્વાસ ઉઠી ગયો છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ
  • March 19, 2026

Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન…

Continue reading
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 5 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 7 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 5 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 6 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 5 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?