
Donald Trump: ઈઝરાયેલ અને અમેરિકાની ઈરાન પર તા.૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ થયેલી સંયુક્ત લશ્કરી કાર્યવાહી દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના થયેલા નિધન બાદ સોશિયલ મીડિયા પર અને વિપક્ષ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના “મૌન” રહેવા અંગે વ્યાપક ચર્ચા થઈ રહી છે.
ભારત અને ઈરાન વચ્ચે હજારો વર્ષો જૂના ગાઢ સાંસ્કૃતિક ઐતિહાસિક અને ભાષાકીય સંબંધો છે જે “ઇન્ડો-પર્સિયન” સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. વૈદિક કાળથી લઈને મુઘલ સમયગાળા સુધી ફારસી ભાષા અને સ્થાપત્યથી બન્ને દેશો એકબીજાથી જોડાયેલા છે એટલુંજ નહિ પણ ભારતમાં શિયા સમુદાયની મોટી વસ્તી છે,જેઓ ઈરાન સાથે સાંસ્કૃતિક રીતે ગાઢ સંબંધ ધરાવે છે અને ભારતમાં શાંતિપૂર્ણ રીતે વસે છે, તેમછતાં અમેરિકાના દબાણ હેઠળ મોદીજીના મૌન બાદ દિલ્હીમાં ઈરાની દૂતાવાસે ભારત સરકાર અને અન્ય સ્વતંત્ર દેશોને હુમલાની નિંદા કરવા અને ચૂપ ન રહેવા અપીલ કરી હોવા છતાં મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
કોંગ્રેસ અને AAP સહિત ઘણા વિપક્ષી નેતાઓએ એ સવાલ ઉઠાવ્યો કે ગયા વર્ષે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના અવસાન પર ભારતમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના અવસાન પર નરેન્દ્ર મોદીએ શોક સંદેશ કે ટ્વીટ ન કરી ચૂપ રહેવાનું પસંદ કર્યું છે ત્યારે વિશ્લેષકોનું માનવું છે કે મોદી પોતાના મિત્ર ટ્રમ્પથી એટલા ડરે છે કે “એકપણ શબ્દ બોલી શકતા નથી!!”
જ્યારે કેટલાક પીએમ મોદીનું “વ્યૂહાત્મક મૌન” બદલાતી વૈશ્વિક ગતિશીલતા અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ સાથે સંબંધો પણ હોય શકે છે,જોકે નરેન્દ્ર મોદીએ ખામેનીનું ખાસ નામ લીધા વિના ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી અને “નાગરિકોની સલામતી” અને “યુદ્ધ તાત્કાલિક બંધ કરવા” પર ભાર મૂક્યો. તેમણે યુએઈના રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરી અને ત્યાં થયેલા હુમલાઓની નિંદા કરી હતી.
આ સિવાય વિદેશ મંત્રાલયે એક સામાન્ય નિવેદન જારી કરીને તમામ પક્ષોને “સંયમ” રાખવા અને “સંવાદ અને રાજદ્વારી” ના માર્ગથી ઉકેલ લાવવાની વાત ઉપર ભાર મુક્યો હતો પણ સીધી રીતે ખામેનીના નિધન ઉપર કોઈ શોક સંદેશ કે દુઃખ વ્યક્ત કરવામાં નહિ આવતા તેની વૈશ્વિક નોંધ લેવામાં આવી છે,કારણ કે ઈરાન પણ ભારતનું મિત્ર રાષ્ટ્ર રહ્યું છે ત્યારે વિશ્લેષકોનો એક વર્ગ માને છે કે મોદી ખાસ કરીને ટ્રમ્પથી ગભરાય છે તે વાત ફરી સપાટી ઉપર આવી છે અગાઉ પણ ટ્રમ્પના દબાણથી પાકિસ્તાન સાથે તરતજ સીઝ ફાયર કર્યું હતું જે ટ્રમ્પ વારંવાર કહી રહયા છે.
આ અંગે સિનિયર પત્રકાર મયુર જાનીએ ખૂબજ ઉંડાણપૂર્વક વિસ્તુત રીતે વિશ્લેષણ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે જોવાનું ચૂકશો નહિ, જુઓ વિડીયો.







