Kadi by Election: કડીમાં કોંગ્રેસ ઉમેદવાર હારી જતાં EVM પર શું બોલી ગયા?

  • Famous
  • June 23, 2025
  • 0 Comments

Kadi by Election: જૂનાગઢની વિસાદવર અને મહેસાણાની કડી પેટા ચૂંટણીની આજે 23 જૂનના રોજ મતગણતરી થઈ છે. વિસાદવરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા જીતી ગયા છે. જ્યારે કડીમાં રમેશ ચાવડાની સામે ભાજપના ઉમેદવા રાજેન્દ્ર ચાવડા જીત્યા. ભાજપના રાજેન્દ્ર ચાવડા 39 હજારથી વધુ મતથી કડી વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા છે.

જેથી કોંગ્રેસને બંને જગ્યાએથી કારમી હાર મળી છે. કોંગ્રેસ કડી બેઠક પરથી રમેશ ચાવડાને ઉતાર્યા હતા. જો કે તેવો કડી પેટા ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા છે. જોકે તેઓ હારી જતાં સમગ્ર દોષનો ટોપલો EVM  પર ઢોળ્યો છે. તેમણે ગેરરીરતીના આક્ષેપ પરિણામાં આવ્યા બાદ કર્યા છે.

ચૂંટણી હારી ગયા બાદ ગેરરીરતીના આક્ષેપ કરતાં જણાવ્યુ હતુ કે હું ઘરેથી જ DJ વાળા બધાને કહીને આવ્યો હતો કે આવી જજો, આપણે જીતવાનું છે. તમણે વધુમાં આક્ષેપ કરતાં કહ્યું કે EVM કાચની બારીવાળા મકાનમાં મૂક્યા હતા. પાછળ એક કાચી દીવાલ ઈંટ, રેતી, સિમેન્ટ બનાવેલી છે. જેને પ્લાસ્ટર કર્યું નથી. તેને ખોલી એક બાકુરુ પાડી પૂરી દો તો ખબર પણ ન પડે. આ આ આયોજનપૂર્વક કરેલું છે.

જોકે હાર્યા પછી કોંગ્રેસે EVM  પર દોષનો ટોપલો ઢોળતા અનેક સવાલો થઈ રહ્યા છે.

કડીમાં AAP ન ફાવી
કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્રકુમાર ચાવડાને 99742 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને 60290 મત મળ્યા છે. આમ આદમી પાર્ટી જાણે કે આ બેઠક પર ક્યાંય હોય જ નહીં તેવો માહોલ હતો. આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3090 મત મળ્યા છે. ભાજપના રાજેન્દ્ર ચાવડાનો 39452 મતે વિજય થયો.
કડી અને વિસાવદરની પેટાચૂંટણી 2025 ગુજરાતના રાજકારણનો એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ રહ્યો. ભાજપે કડીમાં પોતાની પકડ જાળવી, જ્યારે AAPએ વિસાવદરમાં આશ્ચર્યજનક જીત સાથે પોતાની હાજરી નોંધાવી. કોંગ્રેસ માટે આ હાર ગંભીર પડકારો રજૂ કરે છે. આ પરિણામો ગુજરાતના રાજકીય ભવિષ્ય માટે દિશાસૂચક માનવામાં આવે છે.

આ પણ વાંચો:

Related Posts

પ્રખ્યાત અભિનેતા સતીશ શાહનું અવસાન, કિડનીની હતી બિમારી | Satish Shah
  • October 25, 2025

Satish Shah passed away: બોલીવુડ અને ટીવીના જાણીતા અભિનેતા સતીશ શાહનું નિધન થયું છે. તેમણે આજે 25 ઓક્ટોબરના રોજ બપોરે 2:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર સતીશ કિડની સંબંધિત…

Continue reading
જાણિતા સંગીતકાર સચીન સંઘવી સામે FIR, યુવતીએ લગાવ્યા શારીરિક શોષણના આરોપ |  Sachin Sanghvi
  • October 24, 2025

 Sachin Sanghvi Against FIR: પ્રખ્યાત સંગીતકાર સચીન સંઘવી સામે મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે, જોડી સચિન-જીગરના સભ્ય સચિન સંઘવી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ફરિયાદમાં ગાયિકાએ આરોપ લગાવ્યો છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 4 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

  • October 27, 2025
  • 4 views
Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

  • October 27, 2025
  • 8 views
Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત,  15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

  • October 27, 2025
  • 3 views
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 13 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ