
Kheda Crime News: ખેડા જિલ્લામાંથી મામા-ભાણીના સંબંધોને લજવતો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળાટ મચી ગયો છે. નડિયાદ(Nadiad) તાલુકાની 17 વર્ષિય સગીર પર પોતાના જ સગા મામાએ દુષ્કર્મ(Rape) ગજાર્યું. જ્યારે સગીરા ગર્ભવતી(Pregnant) બની ત્યારે મામાની કરતૂતનો ફાંડો ફૂટ્યો. સગીરા 6 માસ અગાઉ પોતાના મોસાળમાં જતા ત્યાં સગા મામાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી. આ ઘટના અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના લગભગ 6 માસ અગાઉ બની હતી. સગીર યુવતી, જે પોતાના પરિવાર સાથે નડિયાદ પંથકમાં રહે છે, તે આણંદ જીલ્લાના આંકલાવ ગામે પોતાના મોસાળ ગઈ હતી. તે વખતે તેના સગા મામા ઇકબાલશા ઇબ્રાહીમ દીવાને તેને પ્રેમજાળમાં ફસાવી અને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું. આ ઘટનાને લીધે સગીરા ગર્ભવતી બની, જેની જાણ થતાં પરિવારજનો આઘાતમાં ડૂબી ગયા.
પરિવારજનોએ આ બનાવની ઊંડાણપૂર્વક તપાસ કરી, જેમાં સગીરાના સગા મામા ઇકબાલશાની કરતૂત સામે આવી. આ અંગે પરિવારે તાત્કાલિક ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.
મામાએ બેથી ત્રણ વાર દુષ્કર્મ ગુજાર્યું હતુ
સગીર ભાણી પર સગા મામાએ બેથી ત્રણવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હોવાના પણ આક્ષેપ થયા છે. જોકે 6 માસ બાદ સગીરાને પેટમાં દુ:ખાવો થતાં જ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં સમગ્ર કાંડનો ભાંડો ફૂટ્યો હતો. સગીરાને 6 માસનો ગર્ભ રહ્યો હતો. સગીરાના ગર્ભમાં રહેલું બાળક મૃત અવતર્યું હતું. હાલમાં સગીરાની હાલત સ્થિર છે. સમગ્ર બનાવ અંગેની ફરિયાદ ચકલાસી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે ઝીરો નંબરથી આંકલાવ ખાતે ટ્રાન્સફર કરાઈ છે.
આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભારે આઘાત અને આક્રોશ પેદા કર્યો છે. સગા સંબંધોમાં આવા ઘૃણાસ્પદ કૃત્યએ સમાજના મૂળ મૂલ્યો પર પ્રશ્ન ઉભા કર્યા છે. પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ માટે તપાસ ચાલુ છે, અને આ કેસમાં વધુ વિગતો ટૂંક સમયમાં બહાર આવે તેવી શક્યતા છે. આ ઘટના સમાજમાં સ્ત્રી સુરક્ષા અને નૈતિક મૂલ્યોના મહત્વને ફરી એકવાર રેખાંકિત કરે છે.
VADODARA: 3 સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકીઃ સ્કૂલમાં ડોગ-બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ
મોદી G7 સમિટમાં આટલું બધુ કેમ હસી પડ્યા?, રાષ્ટ્રપતિ મેક્રોને પણ ચાલતી પકડી!
UP: લગ્નના 12 વર્ષ પછી સગી કાકી ભત્રીજા સાથે ભાગી ગઈ, કાકાએ લગાવ્યા ગંભીર આરોપ!
UP: પત્નીનો મૃતદેહ લઈ પતિ કબ્રસ્તાન પહોંચ્યો, મુસ્લીમોએ કર્યો વિરોધ, જાણો મોટું કારણ!
Travel Advisory: ભારતમાં એકલા ન ફરો, બળત્કાર, હિંસાની ઘટનાઓ વધી, અમેરિકાએ આવું કેમ કહેવું પડ્યું?
Israel Iran War: ઇઝરાયલ સામેના યુદ્ધમાં આ દેશો ઈરાન સાથે, યમન યુદ્ધમાં કૂદી પડવાની તૈયારીમાં








