Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!

Kheda News: નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં એક દુ:ખદ પરંતુ હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જેમાં 18 વર્ષીય યુવકના અકાળે મૃત્યુ બાદ તેના પરિવારે તેની પ્રિય વસ્તુઓ સાથે તેનું ગમતું બાઇક પણ કબરમાં દફનાવી દીધું. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભાવુક ચર્ચાઓ જન્માવી છે.

અકસ્માતમાં યુવકનું મોત

ઉત્તરસંડાના ખ્રિસ્તી ફળીયામાં રહેતા સંજયભાઈ સુલેમાનભાઈ પરમારના 18 વર્ષીય પુત્ર ક્રિશે તાજેતરમાં ધોરણ 12ની પરીક્ષામાં સફળતા મેળવી હતી અને BCAનો અભ્યાસ કરવાની તૈયારીમાં હતો. ગત 26 મેના રોજ તે આણંદ ખાતે રજિસ્ટ્રેશન કરવા માટે કોલેજમાં આવ્યો હતો. એ પછી મિત્રો-સગા-સંબંધીઓને મળ્યા બાદ રાત્રિના 8 વાગ્યાની આસપાસ તે તેના ઘર તરફ પરત જઈ રહ્યો હતો.

જેમાં ઉત્તરસંડા પાસે જ તે પુરપાટ ઝડપે જઈ રહ્યો હતો. ત્યારે આગળ જતા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ તેનું બાઈક ધડાકાભેર અથડાયું હતું. આ બનાવમાં તેને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ બાદ તુરંત જ તેને આણંદ-લાંભવેલ રોડ પરની જાણીતી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં 12 દિવસ સુધી તેની સારવાર ચાલી હતી.

આખરે શનિવારે સવારે તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. તેના મોતને પગલે પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયું હતું. પરિવારે અંતિમ વિધિ વેળાએ મૃતક સાથે  ચપ્પલ, ચશ્મા, કપડાં સહિત તેનું ગમતુ બાઇક પણ દફનાવી દીધુ હતુ.

‘ગમતું બાઇક તેની સાથે જ રહે…’

પિતા સંજયભાઈએ જણાવ્યું, “ક્રિશને બાઇકનો ખૂબ શોખ હતો. અમારી પાસે કાર હોવા છતાં તે હંમેશાં બાઇક લઈને જ ફરતો. અમે ઇચ્છતા હતા કે તેનું ગમતું બાઇક તેની સાથે જ રહે. એટલે અમે તેનાં ચપ્પલ, ચશ્માં, કપડાં ઉપરાંત તેનું બાઇક પણ તેની કબરમાં દફનાવ્યું.” તેમણે ઉમેર્યું કે, આ રીતે તેઓએ ક્રિશની આખરી ઇચ્છા પૂરી કરી.

સ્થાનિકો શોકની લાગણી

આ ઘટનાએ ઉત્તરસંડા અને આજુબાજુના વિસ્તારોમાં શોકનું મોજું ફેલાવ્યું છે. પરિવારના આ નિર્ણયને લોકો એક બાજુ ભાવુક નજરે જુએ છે, તો બીજી બાજુ ક્રિશના બાઇક પ્રત્યેના પ્રેમની ચર્ચા પણ થઈ રહી છે.

આ ઘટના દર્શાવે છે કે, પરિવારજનો પોતાના સ્વજનની યાદોને કેવી રીતે અમર રાખવા માગે છે. ક્રિશના અકાળે અવસાનથી ઉત્તરસંડા સમુદાયમાં શોકની લાગણી છે, અને તેના પરિવારનો આ નિર્ણય લોકોના હૃદયને સ્પર્શી ગયો છે.

આ પણ વાંચો:

વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ

Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Bihar: દર મહિને 2500 રૂપિયા આપીશું… રાહુલ ગાંધીનું મહિલાઓને વચન, મોદીની જેમ ફરી તો નહીં જાય?

TATA નો દ્વારકામાં કહેર, વીજ થાંબલા નાખવામાં કરી દાદાગીરી!, TATA ને કાયદો નડતો નથી!

CID ક્રાઇમની RTI મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને સૂચના

Uttarakhand: રસ્તાની વચ્ચે જ હેલિકોપ્ટરનું લેન્ડિંગ, પાછળનો ભાગ તૂટ્યો, કારણ જાણી દંગ રહી જશો!

Ahmedabad: જૈન સમાજમાં રોષ, પાલીમાં સાધુના અકસ્માત બાદ “સંત સુરક્ષા રેલી”, રુપાણી વચન ભૂલ્યા?

UP: બાંકે બિહારી મંદિર કોરિડોર પર વિવાદ વકર્યો, ભક્તોનો ભારે વિરોધ, શું છે મામલો?

Related Posts

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
  • August 5, 2025

Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

Continue reading
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ
  • August 5, 2025

Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 1 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 10 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 23 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 26 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 15 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 32 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો