
Kutch: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતની જનતાને અનેક મોટા મોટા વચનો આપ્યા હતા પરંતુ તેઓ સત્તાના શીખરે ચઢ્યા બાદ તેઓ પોતે આપેલા વચનોને ભુલી ગયા છે. ત્યારે 21 વર્ષ પહેલા કચ્છના લોકોને સિંધુ નદીનું પાણી આપવાનું વચન આપ્યુ હતું.
કચ્છને સિંધુ નદીના પાણીનો હક ન મળ્યો
કચ્છએ સિંધુ તટપ્રદેશનો ભાગ છે પાણી એ કચ્છનો પ્રાણપ્રશ્ન છે. ત્યારે 1960 માં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ કરાર થયા એમાં કચ્છનો સિંધુ નદીના પાણી પરનો અધિકાર છીનવાઈ ગયો. આ કરારમાં પશ્ચિમની સિંધુ સહિતની ત્રણેય નદીઓનાં પાણીના 100 ટકા ઉપયોગનો પૂર્ણ અધિકાર પાકિસ્તાનને મળવાને કારણે કચ્છનો અધિકાર છીનવાઈ ગયો હતો. જો કે,નરેન્દ્ર મોદીએ જ 2002માં કચ્છને સિંધુજળ મળવાની જરૂરિયાતનો મુદ્દો ઉઠાવ્યો હતો.નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનમાં સિંધુનાં પાણી ઉપર કચ્છના અધિકારની વાત છેડીને કેન્દ્ર પાસેથી ન્યાય માગ્યો હતો.
નરેન્દ્ર મોદીના વચનો અધૂરા
24 મી જાન્યુંઆરી 2003 ના દિવસે ગાંધીનગરમા ભારતીય કિસાન સંઘની ઓફિસના ઉદ્ઘાટન વખતે નરેન્દ્ર મોદીએ સિંન્ધુ નદીના પાણી ઉપર કચ્છ-બનાસકાંઠા પ્રદેશના હક્કોનો સ્વીકાર કરનારા આઝાદી પહેલાના બે ઐતિહાસિક દસ્તાવેજોની જાણકારી આપી જણાવ્યું કે પાકિસ્તાન સરકાર સાથે ભારત સરકાર મારફત આ અંગેની રજૂઆત માટે ગુજરાતે આગ્રહ રાખ્યો છે. આ હક્ક મળશે તો સિંધુના પાણીથી કચ્છ અને ઉત્તર ગુજરાતની સૂકી ધરતીને ઉપયોગી જળસ્રોત પણ પ્રાપ્ત થશે. ગુજરાત પોતાનો આ અધિકારને જતો કરવાનું નથી તેમ તેમણે જણાવ્યું હતું.
સિંધુ નદીના પાણી ઉપર કચ્છનો અધિકાર
શરૂઆતમાં કચ્છમાં વહેતી હતી. ઉત્તર, પશ્ચિમ કચ્છમાં ચોખા સિંચાઈથી પાકતા હતા સર્વે ઓફ ઈન્ડીયાનાં નકશામાં કચ્છના ઉત્તર પશ્ચિમિ વિસ્તારોમાં સિંધુનો પ્રવાહ બતાવે છે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે સિંધુ નદીના પાણી ઉપર કચ્છનો અધિકાર છે. ભારત પાકિસ્તાન જળવિવાદના નિરાકરણ વખતે કચ્છને સિંધુના પાણી મળ્યાં નહિ. કેન્દ્ર સરકારે સિંધુ તટપ્રદેશના તરીકે કચ્છ માટે પાણીનો હિસ્સો માંગવો જોઈએ.
લોહી અને પાણી એક સાથે ન વહી શકે એવું પાકિસ્તાન કહે છે પણ કચ્છમાં આંદોલનમાં પાણીનું લોહી થયું. છતા પણ આજે પણ હજુ સુધી પાણી નથી મળ્યું. રાજસ્થાન સિંધુના તટપ્રદેશનો ભાગ નહિં હોવા છતાં પાણી અપાયું છે પરંતુ કચ્છને નથી અપાયું. કચ્છ સિંધુ તટપ્રદેશનો ભાગ હોવાનું અને સિંધુનાં પાણી ઉપર કાયદેસરનો અધિકાર વિશ્વબેન્કના ચૂકાદામાં છે. કચ્છએ સિંધુ નદીનાં છેડે હોવા છતા પાણીથી વચિત રહ્યું છે.
1960નાં સિંધુ જળકરાર સામે કચ્છમાં આંદોલનો થયા જે બાદ કોટરી બેરેજની ફુલેલી કેનાલ મારફતે કચ્છ સુધી પાણી મેળવવાનો સ્વીકાર કર્યો ત્યારે પૂર્વ મુખ્ય પ્રધાન રૂપાણીએ કહ્યું હતુ કે, કેન્દ્રમાં મોસાળે જમણ અને માં પીરસનારી આમ કચ્છને પાણી મળી શકે તેમ હોવા છતા કચ્છને પાણી આપવામા આવ્યું નથી. ત્યારે નરેન્દ્ર મોદીએ શું વાત કરી હતી અને સિંધુ નદીના પાણી માટે અત્યાર સુધીમાં શું શું થયું તેના વિશે જાણવા માટે જુઓ ધ ગુજરાત રિપોર્ટની વિશિષ્ટ સિરિઝ કાલચક્રનો ભાગ 17 નો વીડિિયો..
આ પણ વાંચો:
Ahmedabad plane crash: બેદરકારી દાખવવા બદલ એર ઈન્ડિયાના 3 કર્મી સસ્પેન્ડ!
Ghazipur: સાસરિયાઓએ વહુને પ્રેમી સાથે જોઈ જતા બંનેને બંધક બનાવી કરાવી દીધા લગ્ન
Paris Diamond League: નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં જીત્યો ગોલ્ડ મેડલ
ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War
Iran Earthquack: યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ભૂકંપ, 5.1ની તીવ્રતાનો આવ્યો આંચકો






