પાકિસ્તાનમાં શ્રીલંકન ટીમના ખેલાડીઓમાં ‘ડર’નો માહોલ, એક તરફ જીવનું જોખમ બીજી તરફ પ્રતિબંધની ધમકી!

  • Sports
  • November 13, 2025
  • 0 Comments

Pakistan Cricket | પાકિસ્તાનમાં હાલ શ્રીલંકન ક્રિકેટની હાજરી છે બરાબર ત્યારે જ ઇસ્લામાબાદ બૉમ્બ વિસ્ફોટ થયો છે જેમાં બાર લોકોના મોત થયા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા છે, પરિણામે શ્રીલંકાના ક્રિકેટરોએ પાકિસ્તાનમાં ODI શ્રેણીની બાકીની મેચો રમવાનો ઇનકાર કર્યો છે.

કેમકે, 2009માં પણ શ્રીલંકાની ક્રિકેટ ટીમ ઉપર આતંકી હુમલો થયો હતો જેમાં શ્રીલંકાના તત્કાલીન કેપ્ટન મહેલા જયવર્ધને અને ઉપ-કેપ્ટન કુમાર સંગાકારા સહિત સાત ખેલાડીઓ ઘાયલ થયા હતા જેમાં બેની હાલત ગંભીર થઈ ગઈ હતી.

આ ઘટનાને 16 વર્ષ થઈ ગયા છે પણ તેઓની હાજરી દરમિયાન ઇસ્લામાબાદમાં આતંકી હુમલો થતાં હવે શ્રીલંકન ખેલાડીઓ અસલામતી અનુભવી રહયા છે અને ક્રિકેટ રમવાનો ઇન્કાર કરી દીધો છે.

જોકે, શ્રીલંકન ક્રિકેટ બોર્ડે તેના ખેલાડીઓને તેમની સલામતીની ખાતરી આપી છે પણ સાથે સાથે શ્રેણી અધવચ્ચે છોડી દેનાર ખેલાડીઓ સામે  પ્રતિબંધોની ચેતવણી પણ આપતા ખેલાડીઓ ભેરવાયા છે અને હાલમાં શ્રીલંકન ક્રિકેટરો ડરનો અનુભવ કરી રહયા છે. પાકિસ્તાનમાં 16 વર્ષ અગાઉ બનેલી એક આતંકવાદી હુમલાની ઘટનાએ ક્રિકેટ જગતને હચમચાવી નાખ્યું હતું.

આ ઘટના 2009 માં બની હતી, જ્યારે શ્રીલંકાની ટીમ ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ માટે પાકિસ્તાનના પ્રવાસે હતી. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે બીજી ટેસ્ટ મેચ લાહોરમાં રમાઈ રહી હતી, જે 1 થી 5 માર્ચ દરમિયાન રમવાની હતી ત્યારે તા. 3 માર્ચની સવારે શ્રીલંકાની ક્રિકેટ ટીમ બસમાં બેસીને ગદ્દાફી સ્ટેડિયમ જવા રવાના થઈ ત્યારે લિબર્ટી સ્ક્વેર પાસે 12 સશસ્ત્ર આતંકવાદીઓ ટીમ બસની રાહ જોઈ રહ્યા હતા અને બસ આવતા જ  આતંકવાદીઓએ શ્રીલંકન ક્રિકેટ ટીમની બસ પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

દરમિયાન,પોલીસે પણ વળતો ગોળીબાર કરતા આ કાર્યવાહીમાં છ પોલીસ કર્મચારીઓ અને બે નાગરિકોના મોત થયા હતા આ હુમલામાં શ્રીલંકાના તત્કાલીન કેપ્ટન મહેલા જયવર્ધને અને ઉપ-કેપ્ટન કુમાર સંગાકારા સહિત સાત ખેલાડીઓ ઘાયલ થયા હતા. આ સાત ખેલાડીઓમાં મહેલા જયવર્ધને, કુમાર સંગાકારા, અજંતા મેન્ડિસ, થિલાન સમરવીરા, થરંગા પરનવિતાના, ચામિંડા વાસ અને સુરંગા લકમલનો સમાવેશ થાય છે.

જે પૈકી સમરવીરા અને પરનવિતાના ગંભીર રીતે ઘાયલ થયા હતા જેઓને તાત્કાલિક સારવાર અપાઈ હતી. શ્રીલંકન ટીમની બસ ઉપર હુમલો કરનાર આતંકીઓ અને પોલીસ વચ્ચે 20 મિનિટની અથડામણ ચાલી હતી ત્યારબાદ આતંકવાદીઓ રોકેટ લોન્ચર અને દારૂગોળો છોડીને ભાગી છૂટવામાં સફળ રહયા હતા.

આ ઘટના હજુપણ શ્રીલંકન ખેલાડીઓ ભૂલ્યા નથી અને ફરી તેઓની હાજરીમાં ઇસ્લામાબાદમાં આતંકી હુમલો થતાં શ્રીલંકન ખેલાડીઓમાં ફફડાટ ફેલાયો છે અને રમવાનો ઇન્કાર કરી રહયા છે પણ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે રમવા માટે ધરાર ફરજ પાડી છે અને જો તેમ નહિ કરે તો પ્રતિબંધ મુકવાની ધમકી આપતા ખેલાડીઓની હાલત કફોડી બની છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”