
Potat Sorathiya Case: અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને મોટા સમાચારસામે આવ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાને હવે જેલમાં જવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્યની હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ દ્વારા સજા માફી અંગેનો હુકમને લઈ સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપ્યો છે. કોર્ટે આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો આપ્યો છે.
અનિરુદ્ધસિંહ જાડેજાને જવું પડશે જેલમાં
ગોંડલના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની હત્યાના કેસમાં આરોપી અનિરૂદ્ધસિંહ જાડેજાની સજા માફીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે અનિરૂદ્ધસિંહની સજા માફી રદ કરીને તેમને ચાર સપ્તાહમાં સરેન્ડર કરવા આદેશ આપ્યો હતો. આ નિર્ણયની સામે અનિરૂદ્ધસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં સજા માફીનો હુકમ કાયમ રાખવાની માંગ કરવામાં આવી છે. સોરઠીયા પરિવારે પણ સજા જાળવી રાખવાની હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે આજે સુનાવણી થવાની શક્યતા છે.
શું હવે પોપટ સોરઠીયા કેસ?
1988માં ગોંડલમાં ધ્વજવંદનના એક કાર્યક્રમ દરમિયાન પોપટ સોરઠીયાની પિસ્તોલથી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, પાછળથી તેમની સજા માફ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ માફીને ગેરકાયદે ગણાવી, અનિરૂદ્ધસિંહને જેલ સત્તાવાળાઓ સમક્ષ હાજર થવા અને તેમનો પાસપોર્ટ જમા કરાવવા હુકમ કર્યો હતો. અનિરૂદ્ધસિંહે તેમના વકીલ મારફતે પાસપોર્ટ જમા કરાવ્યો છે.
અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર
અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર અમિત ખૂંટના આપઘાત કેસમાં પણ આરોપી છે. આ કેસમાં બંને પિતા-પુત્ર છેલ્લા ચાર મહિનાથી ફરાર છે. પોલીસે તેમને પકડવા માટે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ટીમો મોકલી છે, પરંતુ હજુ સુધી તેમને શોધવામાં સફળતા મળી નથી.
આ કેસ હાલ ગુજરાતની રાજકીય અને કાયદાકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે, અને સુપ્રીમ કોર્ટનો આગામી નિર્ણય આ મામલે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:
LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત
Gir Somanath: સુત્રાપાડાની GHCL કંપનીમાં જ કર્મચારીએ ઝેરી દવા પી લીધી, અધિકારીઓનો ત્રાસ!
EVM હટાવી મતદાર કાર્ડ ફરજિયાત કરવા ટ્રમ્પની કવાયત, છેતરપીંડીનો અહેસાસ કેમ?
LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત