
Rahul Gandhi Viral Video for RSS | આજે દશેરા પર્વ ઉપર RSSની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા સંસ્થાના શતાબ્દી વર્ષ નિમિત્તે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ગતરોજ સ્વ-ઘોષિત નોન-બાયોલોજીક, જુમલેબાજેશ્વર, મહામાનવ નરેન્દ્ર મોદીએ દેશનાં અંધભક્તોની આંખોમાં ધૂળ નાંખવાનો વધુ એક પ્રયાસ કર્યો અને ઐતિહાસિક તથ્યોને કોરાણે મૂકી સંઘની પ્રશંસા કરી હતી. જેમાં નરેન્દ્ર દામોદરદાસ મોદીએ સ્વતંત્રતાની લડાઈમાં સંઘના યોગદાન વિશે અને સંઘના વડાઓના બલિદાનો વિશે જાહેર મંચ પરથી ગપગોળાં ફેંક્યા હતાં.
ઐતિહાસિક પૂરાવા વગરના નરેન્દ્ર મોદીના ભાષણની દેશભરના પ્રબુદ્ધ લોકો તેમજ ઇતિહાસકારો ટીકા કરી રહ્યાં છે. મોહન ભાગવતની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવાં સંઘના કાર્યક્રમમાં મોદીએ પોતાની ફેંકવાની કુટેવનું મતિ અનુસારનું પ્રદર્શન કર્યું. તેના બાદ વિપક્ષે પણ મોદીનાં જુઠ્ઠાણાંઓ અંગે સોશિયલ મિડીયામાં ફિટકાર વરસાવવામાં આવ્યો છે. તે સાથે રાહુલ ગાંધીની એક જૂની ટિપ્પણી પણ વાઇરલ થઈ રહી છે.
1924માં વિજયાદશમીના દિવસે સ્થાપિત RSSએ આજે દશેરા પર્વ ઉપર ગુરુવારે 100 વર્ષ પૂર્ણ કર્યા છે,ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની RSSની વિચારધારા અંગેની પ્રતિક્રિયા સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે, રાહુલ ગાંધીની X ઉપર એક યુઝર્સ દ્વારા મુકાયેલી પોસ્ટમાં રાહુલ ગાંધી બોલતા સંભળાય છે કે “તેમના પુસ્તકમાં, સાવરકરે લખ્યું છે કે તેમણે અને તેમના કેટલાક મિત્રોએ એક વખત એક મુસ્લિમ વ્યક્તિને માર માર્યો હતો અને તે દિવસે તેઓ ખૂબ ખુશ થયા હતા.” આ RSS વિચારધારા છે કે નબળાઓને માર મારવો” આ પ્રકારની પોસ્ટ RSS ના શતાબ્દી વર્ષની ઉજવણી વખતે વાયરલ થતાં આ મામલો ગરમાયો છે.
“In his book, Savarkar has written that once he and his few friends beaten up a Muslim man and they felt very happy that day.”
This is RSS ideology is….to beat weak people.
— Listen to Rahul Gandhi Ji
— Shantanu (@shaandelhite) October 1, 2025
અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે વીર સાવરકરના પૌત્ર સત્યકી અશોક સાવરકરે રાહુલ ગાંધી સામે બદનામીનો આરોપ લગાવ્યો હતો.
આપને જણાવી દઇએ કે એપ્રિલ 2023માં રાહુલ ગાંધી વિરુદ્ધ IPCની કલમો 499 અને 500 અંતર્ગત માનહાનીનો દાવો કરવામાં આવ્યો હતો જેમાં આરોપ કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ સ્વતંત્ર સેનાની વીર સાવરકર વિશે જુઠ્ઠાણું ફેલાવીને તેઓનું અપમાન કરાયુ હતું.
આ આરોપ વીર સાવરકરના પૌત્ર સત્યકી અશોક સાવરકરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2023માં રાહુલ ગાંધીએ લંડનમાં એક ભાષણ દરમિયાન હિંદુવાદી વિચારધારા ધરાવતા વીર સાવરકરને બદનામ કર્યા હતા. આ ફરિયાદ દાખલ થયા બાદ કોર્ટે સ્થાનિક પોલીસને તપાસના આદેશ આપ્યા હતા.
આમ,આજે ફરી આ ભાષણ વાયરલ થતાં ફરી એકવાર રાહુલ ગાંધીની વિચારધારા સપાટી ઉપર આવતા મામલો ગરમાયો છે અને યૂઝર્સની જુદીજુદી પ્રતિક્રિયા સામે આવી રહી છે.
આ પણ વાંચો:
UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…
Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર
UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….








