
Narmada: ગુજરાત પેટર્ન યોજના 2025-26ના નામે નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં કરોડોનું કૌભાંડ થયું હોવાનો મોટો ખુલાસો AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે. તેમણે પ્રભારી મંત્રી ભીખુભાઈ પરમાર પર 60 કરોડના બજેટમાંથી માત્ર 45થી 50 કરોડનું આયોજન બારોબાર કરીને આદિવાસી જનતા સાથે અન્યાય કર્યાનો આરોપ મૂક્યો છે.
ચૈતર વસાવાએ કહ્યું કે, મંત્રીનું કાર્ય માત્ર સંકલન કરવાનું છે, આયોજન કરવાનું નથી. તો પછી મને, સાંસદ કે તાલુકા પ્રમુખને પૂછ્યા વિના આવું કર્યું?ચૈતર વસાવાએ જણાવ્યું કે, એનજીઓ પાસેથી 10 ટકા ટકાવારી લઈને અધિકારીઓ અને મંત્રીએ આયોજનો કર્યા છે. અમને શંકા છે કે અંબાજીથી ઉમરગામ સુધી તમામ આદિવાસી વિસ્તારોમાં આવા કૌભાંડ થઈ રહ્યા હશે.
ચૈતર વસાવાએ પ્રભારી મંત્રીના આયોજનનો વિરોધ કર્યો અને કહ્યું કે, જો અમારી માંગો પ્રમાણે આયોજન ન થાય તો મંત્રી અને અધિકારીઓ વિરુદ્ધ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.તેમણે યાદ અપાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મુકાઈ હતી, જેમાં અત્યાર સુધી એક લાખ કરોડનું બજેટ ફાળવાયું છે. પરંતુ આવા મંત્રીઓ અને અધિકારીઓ આદિવાસીઓના બજેટના પૈસા ખાઈ જાય છે. તેઓ પોતાના ઘર ભરે છે, જ્યારે નર્મદાના બાળકો કુપોષણથી પીડાય છે. અમે રોજગારી અને બોરની માંગ કરીએ છીએ, ત્યારે બીજા પ્રોજેક્ટો કરીને આ લોકો પૈસા લઈ જાય છે. મંત્રીએ વડોદરા, અમદાવાદ અને સુરતની એજન્સીઓને કરોડોના કામ આપ્યા છે.
આ ખુલાસાથી આદિવાસી સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે. AAPએ તપાસની માંગ કરી છે અને સરકારને ચેતવણી આપી છે કે, જો કાર્યવાહી ન થાય તો વ્યાપક આંદોલન શરૂ કરાશે.
આ પણ વાંચો:
Dahod માં 55 ગધેડાની ચોરીની ફરિયાદ, પોલીસ પણ ચોંકી ગઈ!
Vadodara: બે લક્ઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત, બે મુસાફરોના મોત
Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ
Botad: હવે રિપોર્ટીંગ કરવું પણ ગુનો છે? BS9ની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન








