Surat: સુમુલ ડેરીમાં 1 હજાર કરોડના કૌભાંડમાં ભાજપના નેતાઓેને સરકારે કેવી રીતે બચાવ્યા?

Surat: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની વિવિધ ડેરીઓમાં કૌભાંડ સામે આવી રહ્યા છે. તેનું કારણ તે છે કે, ડેરીમાં વહીવટ કરતા લોકોને ભ્રષ્ટાચાર કરીને મલાઈ ખાવી હોય છે. ત્યારે સુરતની સુમુલ ડેરીમાં પણ 1000 કરોડના કૌભાંડ થયાની ઘટના સામે આવી છે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ કૌભાંડના તાર ભાજપના નેતાઓ સુધી સંકળાયેલા હોવાનું કહેવાય છે તેઓએ  મહારાષ્ટ્રથી દૂધ મંગાવવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ કરી મલાઈ ખાધી હોવાનું કહેવાય છે.પરંતુ ભાજપના નેતાઓને બચાવી લીધા હોવાનું સામે આવ્યું છે. મોદીએ કૌભાંડીઓને જવા દીધા.

2021માં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને કરી હતી ફરિયાદ

સુરતની સુમુલ ડેરી વહીવટમાં 1000 કરોડના કૌભાંડ અંગે ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સન 2021માં પત્ર લખ્યો હતો અને પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોની તપાસની માંગ કરી હતી. આમ ખેડૂત આગેવાન દર્શન નાયકે દિલ્હી અને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચારની તપાસ માટે ફરિયાદ કરી પણ મોદીએ કંઈ ન કર્યું .

સરકારે કોઈ પગલા ન ભર્યા

સુરત અને તાપી જિલ્લાનાં ગરીબ અને આદિવાસી સમાજના પશુપાલકોની જીવાદોરી સુમુલની ભાજપે લૂંટ ચલાવી છે. સુરત તેમજ તાપી જિલ્લામાં 1050 દૂધ મંડળીઓમાં 2 લાખ 70 હજાર પશુ પાલક કુટુંબની ઠગી લેવાયા હોવાનું સામે આવ્યું છે. સુમુલને નુકશાન કરનાર વ્યક્તિઓ તેમજ સંસ્થામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલની સરકાર પગલાં ભરતી નથી. કેન્દ્રના પાણી પ્રધાન ચંદ્રકાંત પાટીલ અને સુરતના ધારાસભ્યને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ભ્રષ્ટાચાર સામે મૌન છે.

તપાસ સમિતિ બનાવી તપાસ કરાવવામાં આવે

સુમુલમાં વહીવટી બેદરકારી માટે જવાબદાર બોર્ડને તત્કાલ બરખાસ્ત કરી એક તપાસ સમિતિ બનાવો અને નિષ્પક્ષ ટીમની રચના કરી દૂધમાં મલાઈ ખાનારાઓના કરોડોની ગેરરીતિ અને વહીવટી બેદરકારીની તપાસ કરો. તેમજ ઇ–ટેન્ડરીંગ તથા બોર્ડની મંજૂરી વિના મહુવા સુગર ફેકટરીમાંથી રૂ. 10 કરોડની મોલાસીસની ખરીદીની તપાસ કરો આ સાથે ગેરવહીવટ બાબતે વારંવાર પુરાવા સાથે રજૂઆત કરવા છતાં બેદરકારી દાખવાનાર રાજ્ય સહકારી રજીસ્ટ્રારની તપાસ કરો.

ડેરી સાથે જોડાયેલ લાખો પશુપાલકોને કરોડોનું આર્થિક નુકસાન

સુમુલ ડેરીના ડિરેક્ટરોના ભાજપના બે જૂથો વચ્ચે વિખવાદો છતાં બહારથી દૂધ લાવી ડેરીમાં પધરાવી દઈ કૌભાંડ આચરવામા આવ્યુ છે.
ડિરેક્ટરોના બે જૂથો વચ્ચે તડાફડીના એંધાણથી બોર્ડની બેઠક પણ મુલતવી રાખવામાં આવેલી છે. એક જુથ બીજા જુથ ઉપર ભ્રષ્ટાચાર અને તાનાશાહીના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જૂથો વચ્ચેના વિવાદ અને લૂંટના કારણે ડેરી સાથે જોડાયેલ લાખો પશુપાલકોને કરોડોનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

મહારાષ્ટ્રથી દૂધ મંગાવીસુમુલ ડેરીમાં ભરવા બદલ ફટકાર્યો હતો દંડ

મહારાષ્ટ્રમાં ચિલીંગ કરેલું બહારનું દૂધ સુમુલ ડેરીમાં ભરવા બદલ 25 મંડળીઓને 3.25 કરોડનો દંડ ફટકાર્યો હતો. ત્યારે ભાજપનું બીજું જુથ આ દંડ પાછો ખેચવાની માંગ કરી સરકાર પર દબાણ કરે છે ત્યારે સુમુલની ઘણી ગેરકાયદેસર મંડળીઓ બનાવી દૂધની લૂંટ થઇ તેની તુરંત તપાસ કરવામાં આવે અને પતિગાડીદ અને કુકરમુંડા દૂધમાંડળીઓમાં પશુઓની સંખ્યા કરતાં દૂધ વધુ ભરતું હોવાની તુરંત તપાસ કરવામાં આવે. તેમજ 10 લાખ લિટર દૂધ બતાવીને અડધુ દૂધ ભાજપના નેતાઓ પી ગયા હોવાના આરોપની પણ તપાસ કરવામાં આવે. બોર્ડ જવાબદાર હોય પશુપાલકોના હિતને ધ્યાને રાખી આખી ભાજપના નેતાઓના બોર્ડને બરખાસ્ત કરી દો.

ભાજપના ડિરેક્ટરો દ્વારા ગેરવહીવટ કરતા ઉઠ્યા સવાલો

સુમુલની બીજી અનેક મંડળીમાં પશુ વગર દૂધ ભરવાનું કૌભાંડ છતાં ભાજપના ડિરેક્ટરોએ પગલા ન લીધા ત્યારે વધારાના દૂધના કરોડો રૂપિયા કયા ડિરેક્ટરના ભાગે ગયા ? બોગસ દૂધની ગુણવત્તા તપાસવામાં આવી હતી કે કેમ ? ગુણવત્તા તપાસ્યા વગર ગ્રાહકોને દૂધ પધરાવી દેવામાં આવ્યુ? નકલી દૂધથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાંની જવાબદારી કોની? શું સુમુલ બોર્ડના ભાજપના ડિરેક્ટરો દ્વારા ગેરવહીવટ કરી કરોડો રૂપિયાનું નુકસાન કરેલું હોવાની તપાસ નહીં થાય? આવા અનેક સવાલો થઈ રહ્યા છે.

સહકારી રજીસ્ટ્રાર અને ભાજપના 22 ડિરેક્ટરો વચ્ચે ભ્રષ્ટાચારની ભાગીદારી

જીલ્લા સહકારી રજીસ્ટ્રાર સુરત અને તાપી બંને ડેરીમાં ડિરેક્ટર તરીકે વહીવટમાં છતાં તપાસ ન કરી ભાગીદાર બન્યા છે. સહકારી રજીસ્ટ્રાર અને ભાજપના 22 ડિરેક્ટરો વચ્ચે ભ્રષ્ટાચારની ભાગીદારી છે. સહકારી રજીસ્ટ્રારએ સુરતના ઓડિટ પેરા અને સ્પેશિયલ મિલ્ક ઓડિટર દ્વારા પણ વહીવટી વિગતો છૂપાવી છે. અધિકારીઓ દ્વારા પણ સુમુલ ડેરીના થઈ રહેલ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટમાં મૂક સંમતિ આપવામાં આવી તેમજ ગાંધીનગરના સહકાર વિભાગ માટે ખૂબ જ ગંભીર બાબત છતાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિગતો જાહેર ન કરી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરની 5 વર્ષની મુદ્દત પૂરી થવા આવી છતાં સામાન્ય ચુંટણીની મંજૂરી માટે કલેક્ટરે કાર્યવાહી ન કરી અને ચુંટણી કરાવવા બાબતે ભાજપના બે જૂથો વચ્ચે વિવાદ ચાલી રહેલો છે તેથી ચૂંટણી અધિકારી નિયુક્ત ન કર્યા.

સુમુલ ડેરીમાં 1 હજાર કરોડના કૌભાંડ મામલે વધુ વિગતો જાણવા જુઓ વીડિયો…

આ પણ વાંચો:
 
 
 
 
 
 

  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 2 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    • September 16, 2026
    • 3 views
    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    • September 16, 2026
    • 8 views
    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    • September 16, 2026
    • 7 views
    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

    • September 16, 2026
    • 10 views
    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત