Surat: સુરત દુષ્કર્મ કેસમાં આસારામને રાહત, વધુ એક મહિનો લંબાવ્યા જામીન

Surat: સુરતની યુવતી સાથેના દુષ્કર્મ કેસમાં આજીવન સજા ભોગવી રહેલા આસારામને હાઇકોર્ટ તરફ મોટી રાહત મળી છે. તબીબી કારણોસર હાઇકોર્ટે આસારામના જામીન એક મહિનો લંબાવ્યા છે.

સુરત દુષ્કર્મ કેસમાં આસારામને રાહત

સુરતની યુવતી સાથેના દુષ્કર્મ કેસમાં ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી છે. જેની સામે તેને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરતા આસારામને તબીબી કારણોસર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમજ વધુ જરૂર પડે તો સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટમાં જવાની છૂટ આપી હતી. જેથી ગુજરાત હાઇકોર્ટે આસારામની અરજી ઉપર માર્ચ મહિનામાં 30 જૂન સુધીના 3 મહિનાના જામીન મંજુર કર્યા હતા ત્યારે આ જામીનની મુદત પુરી થતા આસારામે જામીન અરજીને લંબાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આસારામે વધુ 3 મહિના જામીન વધારાની કરી હતી માંગ

આસારામની જામીન અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે આસારામની હંગામી જામીન વધારવાની અરજી ઉપર દોઢ કલાક કરતા વધુ સમય સુધી સુનાવણી ચાલી હતી. સુનાવણી દરમિયાન આસારામે વધુ 3 મહિના જામીન વધારવા માટે માંગ કરી હતી. જો કે હાઇકોર્ટમાં ડબલ જજની બેંચે આ જામીન છેલ્લી વખત 1 મહિનાના જામીન લંબાવ્યા છે.

સુરતનો શું હતો કેસ?

ઉલ્લેખનીયછે કે, ઓક્ટોબર 2013 માં, સુરતની છોકરીઓએ આસારામ અને અન્ય સાત લોકો સામે બળાત્કાર અને ગેરકાયદેસર રીતે બંધક બનાવવાનો કેસ દાખલ કર્યો હતો. નાની બહેને નારાયણ સાંઈ અને મોટી બહેન વિરુદ્ધ આસારામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે ગાંધીનગર સેશન્સ કોર્ટે 2013માં સુરતની બે બહેનો પર બળાત્કાર કરવાના કેસમાં આસારામને દોષિત ઠેરવ્યા હતા. અને આજીવન કેદની સજા ફટકારી હતી.

આસારામને બે દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા

તમને જણાવી દઈએ કે આસારામ વિરુદ્ધ ગુજરાતના ગાંધીનગર અને રાજસ્થાનના જોધપુરમાં બળાત્કારના કેસ નોંધાયેલા છે. બંને કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જો કે, તેઓ તબીબી કારણોસર બંન્ને કેસમાં હાલ જેલમાંથી બહાર છે.

આ પણ વાંચો:
 
  • Related Posts

    Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
    • July 31, 2026

    Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

    Continue reading
    AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
    • July 30, 2026

    AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 5 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 6 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 7 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    • August 1, 2026
    • 7 views
    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    • August 1, 2026
    • 9 views
    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

    • August 1, 2026
    • 7 views
    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી