Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ ઢીલા પડ્યા, યુરોપિયન દેશો પર ટેરિફ નહિ લગાવે! કહ્યું “હું ટેરીફની જાહેરાત પાછી ખેચુ છું!”

  • World
  • January 22, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડના સમર્થનમાં આવેલા યુરોપિયન દેશો ઉપર ટેરીફ લગાવવાની ધમકી આપ્યા બાદ ભારે તણાવ ઉભો થયા પછી  ટ્રમ્પે અચાનક આજે ગુરુવારે (ભારતીય સમય મુજબ) જણાવ્યું હતું કે યુરોપિયન દેશો ઉપર અમેરિકાએ 1 ફેબ્રુઆરીથી ટેરિફ લાદવાની કરેલી અગાઉની જાહેરાત પાછી ખેંચી લીધી છે અને ટેરીફ લગાવશે નહિ.

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ સાથી દેશો પરના ટેરિફ રદ કરી રહ્યા છે, કારણ કે તેઓ અને નાટો નેતાઓ ગ્રીનલેન્ડની સુરક્ષા પર “ભવિષ્યના કરાર માટે ફ્રેમવર્ક” પર સંમત થયા છે, આ ટેરિફ 1 ફેબ્રુઆરીથી યુરોપિયન દેશો પર લાદવામાં આવનાર હતા,ટ્રમ્પે જણાવ્યું હતું કે નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ સાથે ખૂબ જ સકારાત્મક બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રમ્પે કહ્યું કે નાટોના મહાસચિવ માર્ક રુટ્ટે સાથેની બેઠક બાદ ગ્રીનલેન્ડ અને સમગ્ર આર્કટિક ક્ષેત્રને લગતા ભવિષ્યના કરાર માટે એક “ફ્રેમવર્ક” (માળખું) તૈયાર થઈ ગયું છે. તેમણે લખ્યું, “જો આ સમજૂતી થઈ જશે, તો તે યુનાઇટેડ સ્ટેટ્સ સહિત નાટો દેશો માટે ખૂબ જ ફાયદેમંદ રહેશે.

આ બેઠક બાદ આઠ યુરોપિયન દેશો પર લાગુ થનાર 10% ટેરિફ (જે ભવિષ્યમાં 25% સુધી વધી શકતો હતો) રદ કરી દેવામાં આવ્યો છે.

● યુએસ-નાટો સહયોગ પર ભાર

યુએસ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત માળખું યુએસ અને તેના નાટો સાથી દેશો બંનેના શ્રેષ્ઠ હિતમાં રહેશે.
આ જ કારણ છે કે તેમણે ટેરિફ લાદવાનો નિર્ણય પાછો ખેંચી લીધો. તેમણે એમ પણ કહ્યું કે ગ્રીનલેન્ડ અંગે “ગોલ્ડન ડોમ” અંગે વાટાઘાટો ચાલી રહી છે. ટ્રમ્પના મતે, આ વાટાઘાટોનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને ખાસ દૂત સ્ટીવ વિટકોફ કરશે. જરૂર પડ્યે અન્ય અધિકારીઓ જોડાશે, અને બધા સીધા તેમને રિપોર્ટ કરશે.

● ડેનમાર્કની પ્રતિક્રિયા

ડેનમાર્કના વિદેશ પ્રધાન લાર્સ લોકે રાસમુસેને ટ્રમ્પના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે ગ્રીનલેન્ડ અંગે યુએસ મહત્વાકાંક્ષાઓ વચ્ચે આ પગલું એક સકારાત્મક સંકેત છે. રાસમુસેને જવાબ આપતા કહ્યું, “દિવસ શરૂ થયો તેના કરતા ઘણો સારો અંત આવ્યો છે.”

● નાટો પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો

નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટેએ બેઠક દરમિયાન ટ્રમ્પને ખાતરી આપી હતી કે કટોકટીની સ્થિતિમાં યુએસ સાથી દેશો વોશિંગ્ટન સાથે મજબૂત રીતે ઉભા રહેશે. 9/11 પછી નાટોની ભૂમિકાનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે સાથી દેશો અફઘાનિસ્તાનમાં યુએસ દળો સાથે લડ્યા હતા, જ્યાં કેટલાક સૈનિકો ક્યારેય પાછા ફર્યા નહીં. ટ્રમ્પે આ ખાતરીની પ્રશંસા કરી અને રુટને વિશ્વસનીય ગણાવ્યા, જોકે તેમણે એ પણ સંકેત આપ્યો કે ગ્રીનલેન્ડ પરના તણાવથી સાથી દેશોની પ્રતિબદ્ધતા અંગે કેટલીક શંકાઓ ઉભી થઈ હતી.

● ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર લશ્કરી નિયંત્રણ મામલે કરી પીછેહઠ

દાવોસમાં તેમના ભાષણ દરમિયાન, ટ્રમ્પે ગ્રીનલેન્ડના લશ્કરી નિયંત્રણ વિશેના તેમના અગાઉના વક્તવ્યથી પણ પોતાને દૂર રાખ્યા. તેમણે ફરી એકવાર ગ્રીનલેન્ડને યુએસ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે આર્કટિક ક્ષેત્રમાં વધતી વૈશ્વિક સ્પર્ધાને કારણે તેનું વ્યૂહાત્મક મહત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે.

આમ,ગ્રીનલેન્ડના કબ્જા મામલે ટ્રમ્પનો યુરોપિયન દેશોએ કરેલો વિરોધ અને ટ્રમ્પની ટેરીફ ધમકી સામે વળતા ટેરીફની સાથી દેશોની ચીમકી બાદ હવે ટ્રમ્પ નરમ પડ્યા છે અને બળજબરીથી કઈ નહિ થાય અને નાટો સંગઠન તૂટવા સહિત અનેક મુસીબતો સામે દેખાતા હમણાં તો ટ્રમ્પે પીછેહઠ કરવામાં શાણપણ દાખવ્યું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!
  • March 19, 2026

Iran War Updates: ઈરાન- ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે આખી દુનિયાને નડવાનું છે તેનું કારણ છે ઊર્જા ક્ષેત્ર ખતમ કરવાના થઈ થઈ રહેલા પ્રયાસો. ઈરાન વોર દરમિયાન અત્યાર સુધી માત્ર સૈન્ય…

Continue reading
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો
  • March 19, 2026

Nuclear Missile: યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડે બુધવારે સેનેટ ઇન્ટેલિજન્સ કમિટી સમક્ષ આપેલી જુબાનીમાં ચીન અને પાકિસ્તાનને યુનાઇટેડ સ્ટેટ્સ માટે વધતા પરમાણુ ખતરા તરીકે ઓળખાવ્યા હતા અને કહ્યું હતું કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 3 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 5 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 10 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 7 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 4 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ