
UP News: ઉત્તર પ્રેદશમાં ભાજપ નેતાઓ બેફામ બની રહ્યા છે. વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપી કોમી વિવાદ સર્જી રહ્યા છે. ત્યારે સિદ્ધાર્થનગરમાં ડુમરિયાગંજના ભાજપના પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે એક આશ્ચાર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “જો બે હિંદું છોકરીઓ ભાગી છે, તો તમે 10 મુસ્લીમ લઈને જાઓ, લગ્નની જવબાદારી અમારી, આ અખિલેશ નહીં યોગી સરકાર છે”, હવે નિવેદનથી યુપીમાં ખળભળાટ મચ્યો છે.
વીડિયો 16 ઓક્ટોબરનો
BJP MLA Raghvendra Singh is openly admitting in a press conference that he made the statement
yet @siddharthnagpol claims they’re still “verifying the video’s authenticity.”When the accused himself confirms it, what’s left to investigate?
This double standard exposes how power… https://t.co/vkltLQxXpy pic.twitter.com/5iCQRu7ygE— Team Rising Falcon (@TheRFTeam) October 29, 2025
ઘવેન્દ્ર પ્રતાપ સિંહ ધનખરપુર ગામ પહોંચ્યા હતા. તેમણે ત્યાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. ધારાસભ્યના નિવેદનનો એક વીડિયો, જે 16 ઓક્ટોબરનો હોવાનું કહેવાય છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે બે હિન્દુ છોકરીઓએ એક મહિનાની અંદર મુસ્લિમ છોકરાઓ સાથે લગ્ન કર્યા. આ સંદર્ભમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બે છોકરીઓના બદલામાં દસ મુસ્લિમ છોકરીઓને ભગાડી જવા કહ્યું હતુ. પૂર્વ ધારાસભ્યએ સ્પષ્ટ કહ્યું હતું કે, “બેના બદલામાં દસ મુસ્લિમ છોકરીઓ લાવો.”
યોગી સરકારના શાસનમાં આતંકવાદમાં ઘટાડો
પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપે કહ્યું કે લોકો ડુમરિયાગંજને “નાનું પાકિસ્તાન” કહેતા હતા. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ લોકોનો આતંક ઓછો થઈ ગયો છે. બાકી, એવા ડઝનબંધ ગામો હતા જ્યાં હિન્દુઓ મુસ્લિમોની સામે લાચારીથી રહેતા હતા. પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે પહેલા હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવતા હતા, પરંતુ હવે જ્યારે રાજ્યમાં હિન્દુલક્ષી સરકાર છે, તો ગભરાવાની જરૂર નથી. જે કોઈ તેમને ઉશ્કેરે છે તેને છોડવામાં ન આવે. વિરોધી પક્ષોએ આ નિવેદનનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે.
કોંગ્રેસે ભાજપને ઘેરી લીધો
દરમિયાન યુપી કોંગ્રેસે રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ પર વળતો પ્રહાર કર્યો છે અને તેમના નિવેદનને શરમજનક ગણાવ્યું છે. કેપ્શનમાં લખ્યું છે કે, “આ શરમજનક નિવેદન ભાજપના પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે એક જાહેર સભામાં આપ્યું હતું. ધર્મના નામે નફરત ફેલાવવી, સમાજમાં ભાગલા પાડવા અને બેરોજગાર યુવાનોને ગેરમાર્ગે દોરવા એ ભાજપનું સાચું રાજકારણ બની ગયું છે.”
આ પણ વાંચો:
Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ
Bihar Politics: ‘મોદી-નિતશકુમારની સરકાર બે-ત્રણ અરબપતિઓ માટે’, રાહુલ ગાંધીનો પલટવાર








