
Dehradun Elephant Viral Video: ઉતરાખંડના દહેરદૂનના ડોઇવાલા વિસ્તાર મણિમાઈ મંદિર પાસે એક જંગલી હાથીએ આતંક મચાવ્યો હતો. કાવડયાત્રાળુંઓ જ્યા રાતવાસો કરી રહ્યા હતા ત્યા જંગલી હાથી દોડી આવ્યો હતો. આ ઘટના સમયે સાઉન્ડ સિસ્ટમ વાગી રહી હતી. જેથી શક્યતા છે કે અવાજ સાંભળી વિફરેલા હાથીએ ટ્રેક્ટર ટ્રોલી પલટી નાખી, સાથે અન્ય વાહનો પણ દાટ વાળી દીધો. વિફરેલા હાથીના કાવડિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી.
સદનસીબે હાથી કાવાડિયાઓના મંડપમાં પ્રવેશી શક્યો નહીં, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. જોકે એક વ્યક્તિને ઈજાઓ પહોંચતાં તેને હોસ્પિટલમાં ખસેડાઈ. વન વિભાગે તાત્કાલિક મંડપ ખાલી કરાવ્યો અને કાવડિયાઓને જંગલ વિસ્તારમાં રહેવાનું ટાળવા સૂચના આપી.
Amid loud music and noise, an elephant went berserk and attacked several vehicles at a Kanwar bhandara in Dehradun. pic.twitter.com/bajSBcZEvP
— Piyush Rai (@Benarasiyaa) July 20, 2025
આ ઘટનાથી સમગ્ર મણિમાઈ મંદિરમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને 108 ની મદદથી ઘાયલ વ્યક્તિને ડોઈવાલા હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ડોઈવાલા કાઉન્સિલર મનીષ ધીમાને જણાવ્યું કે જે વ્યક્તિ પર હુમલો થયો છે તે હરરાવાલાનો રહેવાસી છે અને તેનું નામ સંજય છે. તેણે કહ્યું કે હાથીએ લગભગ 1 કલાક સુધી હોબાળો મચાવ્યો હતો.
વન વિભાગની ટીમે હાથી પર મેળવ્યો કાબૂ
હાથીને બેકાબૂ બનતા આ વિશે વન વિભાગની ટીમને સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચીને વન વિભાગની ટીમે હાથી પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કાવડયાત્રા દરમિયાન કાવડિયાઓએ કોઈને કોઈ બાબતને લઈ નિર્દોષ લોકોને માર માર્યાના વીડિયો વાયરલ થયા છે. ત્યારે હવે હાથી આવી ચઢતાં તેમના બેહાલ થયા હતા.
આ પણ વાંચો:
America Plane Fire: ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આગ, સવાર હતા 226 મુસાફરો અને 9 ક્રૂ, જુઓ પછી શું થયુ?
Bihar Election: બિહારમાં ના વીજળી આવશે, ના બીલ…ફ્રી થઈ ગઈ!, વીજળી મુદ્દે ભાજપની જુમલેબાજી?
Lucknow: બારમાંથી હિંદુ છોકરીઓ અને મુસ્લીમ છોકરા નગ્ન પકડાયા?, જાણો શું છે સચ્ચાઈ?