‘અમને કઈ જોગવાઈ, કોના હુકમથી નજરકેદ કરાયા’, હરણી બોડકાંડ પીડિતોની RTI

Vadodara, Harni Boat incident Victim, RTI:  ગુજરાતની ભૂપેન્દ્ર સરકાર હરણી બોટકાંડના પિડિતોને ન્યાય આપવાને બદલે સતત હેરાન કરી રહી છે. સરકાર પાસે બોટકાંડ પિડિતો ન્યાય માગી રહ્યા છે. જો કે સરકાર ન્યાય અપાવી શકતી નથી અને ઉપરથી હેરાન કરાવે છે. વડોદરાના હરણી બોટકાંડ પિડિતો સરકારને સવાલ કરે છે, માગ કરે છે કે અમને ન્યાય અપાવો. જો કે તે ભૂપેન્દ્ર પટેલ દાદાને ગમતું નથી.

તાજેતરમાં જ વડોદરાના એક કાર્યક્રમમાં બે મહિલાઓએ હરણી બોટકાંડ અંગે CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. જો કે આ રજૂઆત દરમિયાન મહિલાઓને અધવચ રોકી કહ્યું કે તમે એજન્ડાથી આવ્યા છો, કહી જવાબ આપવાનું ટાળ્યું હતુ. મહિલાઓ સતત રજૂઆત કરતાં કાર્યક્રમમાંથી બહાર કાઢી મૂકી હતી અને તેમના પતિઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે આવા પિડિતોને તંત્ર સતત હેરાન કરાવી રહ્યું છે.

હરણી બોટકાંડના પીડિતોને ન્યાય ન આપી શકતી સરકાર પિડિતોનું મોં બંધ કરાવવા પ્રયાસો કરી રહી છે. વડોદરાના હરણી બોટકાંડમાં જે પિડિતોએ પોતાના બાળકો ગુમાવ્યા છે. તેમને પોલીસ દ્વારા ઘરમાં જ વારંવાર નજરકેદ કરવામાં આવી રહ્યા છે. જેથી હરણી બોટકાંડના પિડિતો ન્યાય તો મળતો નથી, અને બહાર પણ નીકળી શકતાન થી. તેઓ નોકરી કે રોજગારીએ જઈ શકતા નથી. જેથી તેમની હાલત કફોડી થઈ છે.

તેમને હવે ઘર ચલાવવના ફાંફાં પડી રહ્યા છે કે કારણ કે સ્થાનિક પોલીસ તેમને નજરકેદ કર્યા છે. ત્યારે હવે આ પિડિતોએ અવાજ ઉઠાવી માહિતી અધિકાર હેઠળ જવાબ માગ્યો છે. કે અમનો કઈ જોગવાઈ અને કોના હુકમથી નજરકેદ કરવામાં આવ્યા છે. પિડિતો જે વિસ્તારમાં રહે છે તે પોલીસ મથકના વિવિધ પોલીસ જેમ કે વાડી પોલીસ સ્ટેશન, બાપોદ પોલીસ સ્ટેશન, પાણીગેટ પોલીસ સ્ટેશનના ઈસ્પેક્ટર અને વડોદરા કમિશનર પાસે માહિતી માગી છે.

પિડિતોના વકીલોએ શું કહ્યું?

હરણી બોટકાંડ પિડિતોના પરિવારના વકીલ હિતેશ ગુપ્તાએ કહ્યું કે પિડિત પરિવારોએ હાઈકોર્ટમાં પિટિશન ફાઈલ કરવા તજવીજ કરી છે. અને આ માટે RTI દ્વારા જે તે પોલીસ ઈસ્પેક્ટર અને કમિશનર પાસે વારંવાર નજરકેદ કરવા અંગે ખુલાસા માગ્યા, કે કોના ઓર્ડરથી અને કઈ જોગવાઈ મુજબ નજકેદ કરવામાં આવે છે.

હવે પોલીસ કેવી રીતે કરશે બચાવ?

ઘણા નિષ્ણાંતો માને છે કે તંત્ર 144ની ધારાનો ઉલ્લેખ કરીને RTIનો જવાબ આપી શકે છે. ધારા 144 એ ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC), 1973 ની એક કલમ છે, જે ભારતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લાગુ કરવામાં આવે છે. આ ધારા સ્થાનિક વહીવટી અધિકારીઓ (જેમ કે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ કમિશનર) ને અમુક વિસ્તારમાં ચોક્કસ પ્રતિબંધો લાદવાની સત્તા આપે છે, જો તેમને લાગે કે ત્યાં હિંસા, અશાંતિ કે જાહેર વ્યવસ્થાને જોખમ છે. આ કલમ હેઠળ 4કે તેથી વધુ લોકો એકઠા થઈ શકે નહીં. જો કે આવા જવાબ આપમાં આવે તો શું માત્ર તંત્રને હરણી બોટકાંડના પિડિતો જ નડે છે. ઘણા અપરાધીઓ દેશના નેતાઓનું સ્વાગત કરે છે. તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. શું પિડિતો ભેગા થઈ સરકારને રજૂઆત કરે તે 144ની ધારામાં આવે? જો કે હવે જોવાનું રહ્યું કે RTIનો પોલીસ તંત્ર શું જવાબ આપે છે.

હરણી બોટ કાંડ શું છે? 

હરણી બોટ કાંડ એ ગુજરાતના વડોદરા શહેરમાં, હરણી તળાવ ખાતે 18 જાન્યુઆરી, 2024ના રોજ બનેલી એક દુ:ખદ ઘટના છે, જેમાં બોટ ઊંધી થવાથી 12 બાળકો અને 2 શિક્ષકો સહિત કુલ 14 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટના વડોદરાના હરણી લેકઝોન ખાતે ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પિકનિક દરમિયાન બની હતી.

આ પણ વાંચો:

MNREGA Scam: દાહોદ ભાજપાના અન્ય નેતાઓની સંડોવણી બહારની શંકા પ્રબળ!

Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

UP: ભત્રીજા સાથે મળી પત્નીએ પતિને મારી નાખ્યો, કાકી-ભત્રીજાનો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

 Gondal dispute: અલ્પેશ કથીરિયાએ હર્ષ સંઘવીને મળી શું કરી વાત?

UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી

Donald Trump ના માથે ફરી સંઘર્ષવિરામનું ભૂત ધૂણ્યું, ‘સંઘર્ષનો ઉકેલ વ્યવસાયથી લાવ્યો’

ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump

હવે, PM મોદી સાહેબ Blood Donation નહીં કરી શકે…!

‘ ED હદો વટાવે છે’, 1 હજાર કરોડના દારૂ કૌભાંડની તપાસમાં સુપ્રીમની ED ને લપડાક

Ahmedabad:  કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ

IAS વિક્રાંત પાંડેની ગુજરાતમાં વાપસી કેમ? | Vikrant Pandey

Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!

Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!

 

Related Posts

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
  • October 27, 2025

Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

Continue reading
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
  • October 27, 2025

Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 9 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 4 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 6 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 16 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 10 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 23 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?