
Vadodara Fire: 19 માર્ચની મોડી રાત્રે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એટ્લાન્ટિક કોમ્પ્લેક્સમાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. જો આ આગ કાબૂમાં ન આવી હોત તો રાજકોટ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલી આગ જેવી દુર્ઘટના સર્જાઈ હોત.
વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલ એટ્લાન્ટિક્સ કોમ્પ્લેક્સના ચોથા માળે આગ લાગવાની ઘટના ઘટી હતી. આ આગનો કોલ વડીવાડી ફાયરની ટીમને મળતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. આ બિલ્ડિંગમાં કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરતા ઘણા બધા કર્મચારીઓ હાજર હતા.જે સમયસૂચકતા વાપરી નીચે ઉતરી ગયા હતા. આ બનાવમાં ઈલેક્ટ્રીક પેનલમાં શોર્ટ સર્કિટ હોવાના કારણે વીજ કંપનીના કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
રાજકોટમાં ત્રણ લોકોના થયા હતા મોત
તાજેતરમાં રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા.
આ પણ વાંચોઃ ખેડૂત આંદોલન વચ્ચે સરકારની બૂલડોઝર કાર્યવાહી, હવે ખેડૂતો શું કરશે? | Kisan Andolan
આ પણ વાંચોઃ Mumbai: ચહલ-ધનશ્રીના છૂટાછેડા અંગે આજે કોર્ટ ચુકાદો આપશે, 4.75 કરોડમાં શું થશે સમાધાન!