ભાજપમાં ફરી ફરીને ભડકો થાય અને તેને ઠારવા રાજીનામાં લઈ લેવાય છે BJP Leaders Resignation

  • ભાજપના નેતાઓ સાચા કારણો આપવાના બદલે જુઠ્ઠુ બોલી રહ્યાં છે
  • ગુજરાત ભાજપમાં વિખવાદોથી સતત રાજીનામા

BJP Leaders Resignation: ભારતીય જનતા પાર્ટી પહેલા જેવી ભાજપા નથી એવું ભૂતકાળમાં અનેક ભાજપના વરિષ્ઠ નેતાઓ ભારે વસવસા સાથે બળાપો ઠાલવતા રહે છે. ત્યારે હવે ભાજપ અને સીઆર પાટીલથી ભાજપમાં નેતાઓ નારાજ જોવા મળી રહ્યા છે. સતત રાજીનામા આપી રહ્યા છે. અને લઈ પણ લેવામાં આવી રહ્યા છે.  ગઈકાલે જ આંબેડરની જન્મજયંતિ નિમિતે ભાજપમાં ન્યાય ન મળતો હોવાનું કારણ ધરી ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ રાજીનામું ધરી દીધું છે.

ભાજપની જૂથબંધી’ને કારણે પાર્ટીના ‘વફાદાર નેતા’નો ભોગ લેવાય છે. ભાજપના નેતાઓ વિરૃદ્ધ લાગણી એટલી ઘેરી બની છે કે સત્તા પરિવર્તન ને ભાજપને ઉખેડી ફેંકવા સુધી વાત પહોંચી છે. ભાજપ માટે રાત દિવસ કામ કરીને પક્ષને ઊંચો લાવનારા કાર્યકરોને જ હવે પક્ષ સાંભળતો નથી અને ભ્રષ્ટાચારથી આવક મેળવી આપતાં નેતાઓને જ સાંભળવામાં આવી રહ્યાં હોવાનું કાર્યકરો માની રહ્યાં છે.

પક્ષ પલટુઓ અને પક્ષનો એક જ ધર્મ હોય છે સત્તા અને અહંમ. જ્યારે સત્તા દેખાતી હોય ત્યારે લાલચુ રાજનેતાઓ પક્ષાંતર કરવાનું એક મિનિટ પણ વિચારતા નથી. પણ જ્યારે પોતાના સ્વમાન ઘવાતું હોય અને રાજીનામું આપી દેતાં હોય એવા મરજીવા રાજકારણીઓ પણ છે. જ્યારે બે નેતાઓ મોદી અને સીઆર પાટીલના અહંકારને ઠેસ પહોંચતી હોય છે ત્યારે પણ પક્ષને અલવિદા કરી દેતાં હોય.

તાલાલા શહેર પ્રમુખ સુનિલ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 8 માર્ચ 2025ના રોજ દારૂ પીને ધમાલ મચાવનારા તાલાલા ભાજપ શહેર પ્રમુખ સુનિલ ગેંગદેવનું 9 એપ્રિલ 2025માં એક મહિના પછી રાજીનામું લઈ લેવાયું હતું. નશામાં મારામારી કરીને ભાજપની આબરૂના લીરા ઉડાડ્યા હતા. ભાજપ શરમજનક સ્થિતિમાં મૂકાઈ હતી. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પાર્ટીને અલવિદા કરી દીધું છે.

પોલીસ ધરપકડ કરવા ગઈ ત્યારે ભાજપ પ્રમુખ દારૂ ઢીંચી લથડિયા મારતા હતા. દારૂ પી દંગલ કરી હોબાળો મચાવ્યો હતો. સોમનાથ સોસાયટીમાં શ્યામવિલા એપાર્ટમેન્ટ પાસે રાત્રે રમી રહેલા બાળકોને તેમણે ગાળો આપી હતી. વાલીઓ સમજાવવા ગયા ત્યારે તેમને પણ ગાળો આપી બેટથી હુમલો કર્યો હતો.

જિલ્લા ભાજપ પ્રમુખ ડો.સંજય પરમારે જણાવ્યું હતું કે, સુનિલગેંગદેવે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું. ભાજપના નેતાઓ સાચા કારણો આપવાના બદલે જુઠ્ઠુ બોલી રહ્યાં છે.

રુચિત સંચેલા નામના યુવક પર બેટથી હુમલો કરતાં તેને તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. એક મહિલા સહિત ત્રણ લોકો ઉપર હુમલો કર્યો હતો, જેમાં રૂચિત તથા તેમના માસી રશ્મિતાબેનને ઈજા થતાં તાલાલા હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા. આ ઘટનાના વીડિયો લોકોએ પત્રકારોને આપ્યો પછી જ ભાજપ અને પોલીસ કામે લાગ્યા હતા.

ગઢડા પ્રકાશ – સંજય જોષી

ભાજપ અને આરઆરએસ (સંઘ) વચ્ચેનો ખટરાગ જોવા મળ્યો હતો. હવે તે ખટરાગના બી ગુજરાતમાં સંઘ અને ભાજપ વચ્ચે જોવા મળે છે. બોટાદના ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ વશરામ સાંકળીયાનું ગાંધીનગરની સૂચનાથી મૌખિક રાજીનામું માંગી લીધું હતું. પણ પ્રકાશે વાંધો ઉઠાવીને રાજીનામું આપવા ઈન્કાર કર્યો હતો.
ભાજપમાં મોદીના અન્યાયનો ભોગ બનેલાં નેતા અને સંઘી સંજય જોષીને 6 એપ્રિલ 2025ના રોજ જન્મદિવસની શુભેચ્છા આપવા બદલ રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું. જોષી ગુજરાત ભાજપના મંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતથી બહાર મોકલી દેવા માટે કાર્ય થયું તેમાં તેમનો હિસ્સો હતો.

સી આર પાટીલે નિમણૂંક આપી અને 3 દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું. તેમની નિમણૂંકના 2 દિવસ પહેલાં સંજય જોષીને શુભેચ્છા આપતી પોસ્ટ મૂકી હતી.

સંજય જોષીને વ્યક્તિગત સંબંધના કારણે ફેસબુલ સોશિયલ મીડિયામાં જન્મદિવસે શુભેચ્છા આપી હતી. નરેન્દ્ર મોદીની ખાનગી સૂચના છે કે, તેના કટ્ટાર હરિફ સંજય જોષી સાથે કોઈએ સંબંધ રાખવા નહીં.

તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશે જાહેર કર્યું હતું કે પોતે કોઈ ખોટું કામ કર્યું નથી. પક્ષ તરફથી કારણ દર્શક નોટિસ આપી નથી. તેથી રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો હતો. વર્ષોથી સંજય જોષી સાથે સંબંધો છે. સંબધો ના નાતે શુભકામના પાઠવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે રાજીનામુ માંગવા માટેનું કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યું ન હતું.

ધોરાજી

દારૂની બોટલ અને હુક્કા સાથે વાયરલ થયેલા વીડિયો બાદ ભાજપના ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખ અને રીલ બનાવવાના ક્વિન ગણાતાં સંગીતા બારોટે 13 દિવસમાં 19 માર્ચ 2025ના રોજ રાજીનામું આપી દેવું પડ્યું હતું. દારૂની બોટલ, હુક્કા અને અભદ્ર તસવિરોના કારણે વિવાદ થયા હતા.

સંગીતા બારોટ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ બન્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે સંબોધ્યા હતા. વીડિયો વાઇરલ કરીને ટ્રોલ કર્યા હતા. સમાજિક કામના કારણે મેં રાજીનામું આપ્યું છે. નગરપાલિકામાં મારી શક્તિ કરતાં વધુ કામ હોવાના કારણે મેં રાજીનામું આપ્યું છે. મને પક્ષ કે સંઘ દ્વારા કોઈ દબાણ કરવામાં નથી આવ્યું. પક્ષ અને સંઘ મારી સાથે જ છે.

ઉપલેટા
10 માર્ચ 2026ના રોજ ઉપલેટા શહેર ભાજપ પ્રમુખે 1 દિવસમાં રાજીનામું આપ્યું હતુ. ઉપલેટા નગર પાલિકાની ચૂંટણી બાદ ભાજપનો જૂથવાદ વકર્યો હતો. જિલ્લા ભાજપ મહામંત્રી વિરુદ્ધનો લેટર બોમ્બ ફૂટ્યો હતો.

પોલીસે સ્થાનિક ભાજપનાં આગેવાનોને ઊઠાવ્યા

26 ડિસેમ્બર 2024માં ઉપલેટામાં આવું જ થયું હતું. સવારે શહેર ભાજપ પ્રમુખ પ્રતીક વોરાની નિમણુંક થઈ અને સાંજે સી આર પાટીલને રાજીનામું આપ્યું હતું. વાદ, વિવાદ, વિવાદ, આંતરિક ડખ્ખાના કારણે રાજીનામું આપી દીધા બાદ ફરીથી પદગ્રહણ કર્યું હતું.

ભાયાવદર
2025માં નયન જીવાણી સહિત 19 ભાજપના કાર્યકરો એ રાજીનામા આપી દીધા હતા. ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. નયન જીવાણી સહિત 19 ભાજપના કાર્યકરો એ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યું હતું.
રાજપા, બસપા, કોંગ્રેસ, ભાજપ એમ આ ટોળી પલટી મારતી રહી છે.

શિહોર
ભાવનગરની શિહોર નપામાં ભાજપમાં જૂના સભ્યોને ઉમેદવાર ન બનાવતાં બળવો કર્યો હતો. પૂર્વ પ્રમુખ દીપસંગ રાઠોડ રાજીનામું આપ્યું હતું. તેઓ અપક્ષ થયા હતા.
શિહોર નપામાં ભાજપ-કોંગ્રેસમાં જૂના જોગીઓની ટિકિટ કાપી નંખાતા બળવો કર્યો છે. નપાના પૂર્વ પ્રમુખ દીપસંગ રાઠોડે અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે

સાવરકુંડલા
માર્ચ 2025માં સાવરકુંડલાના તાલુકા ભાજપ પ્રમુખ પ્રમુખ હિતેષ ખાત્રાણીએ રાજીનામું આપ્યું હતું. સાવરકુંડલા તાલુકા ભાજપમાં મોટો રાજકીય ફેરફાર થયો છે. ખાત્રાણી સામે પાર્ટીના કાર્યકર્તાઓએ સક્રિય સભ્ય ન હોવાનો આક્ષેપ મૂક્યો હતો.

રાજ શેખાવત
લોકસભા ચૂંટણીમાં મોદી સરકારના ખેતી પ્રધાન પરસોત્તમ રૂપાલાના વર્તન સામે 2024માં ભાજપના તમામ પદેથી રાજ શેખાવતે રાજીનામું આપ્યું હતું. કરણી સેનાના ગુજરાતના પ્રમુખ છે.

પક્ષપલટાના વિરોધમાં રાજીનામુ

સાબરકાંઠામાં ખેડબ્રહ્માની દંત્રાલ બેઠકના જિલ્લા પંચાયતના ભાજપ સભ્ય અમૃતભાઈ પટેલેએ પદ અને પક્ષમાંથી રાજીનામું આપી દીધુ હતું. ખેડબ્રહ્મા એ.પી.એમ.સી ચેરમેનની ચૂંટણીમાં મેન્ડેટ ન આપવામાં આવતા રાજીનામું આપ્યું હતું. કેસરીયો ખેસ જિલ્લા ભાજપ પ્રમુખને આપી દીધો હતો.

APMCના ચેરમેન હતા ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષાંતર કરાવીને હીરા પટેલને લાવવામાં આવ્યા અને તેમને ઉમેદવાદ બનાવી દેવાયા હતા. તેથી અમૃત પટેલ નારાજ થયા હતા, કારણ કે હીરાભાઈ પટેલને પક્ષપલટો કરાવીને બે મહિના પહેલા લવાયા હતા. તેથી પક્ષપલટુઓના કારણે ભાજપમાં ભડકોથયો હતો.

ડીસા

ડિસેમ્બર 2024માં ડીસા નગર પાલિકાના પ્રમુખ સંગીતા દવેએ 15 મહિનામાં રાજીનામું આપી દીધું હતું. ડીસાના ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ માનસિક ત્રાસ આપી રાજીનામુ આપવા મજબુર કર્યાના આક્ષેપ કર્યો હતો. ભાજપના નગર સેવકોએ ડીસા પાલિકાના ભાજપના પ્રમુખ સંગીતા દવે સામે આરોપો મૂક્યા હતા.

અક્ષયનું રાજીનામું

અમૃત પટેલ ઉપરાંત ભાજપ યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ભાજપના વફાદાર કાર્યકરોને કાઢીને આયાતી ઉમેદવારને અધ્યક્ષ બનાવતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

 ધોરાજી
એપ્રિલ 2024માં ધોરાજીમાં ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોએ રાજીનામું આપ્યું

ભાર્ગવ
એપ્રિલ 2023માં ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું.

ડાંગ
2023માં ભાજપ સંગઠન-ચૂંટાયેલા પાંખ વચ્ચે વિખવાદ ચાલતો હતો. પાટીલના ગઢ દક્ષિણ ગુજરાતનાં ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં પાટીલને ફટકો પડ્યો હતો. ભાજપ પ્રમુખે થોડા દિવસો પહેલા ડાંગ જિલ્લામાં થતા ભ્રષ્ટાચારને લઈ અવાજ પણ ઉઠાવ્યો હતો. પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તકની સીઝનલ હોસ્ટલોમાં ભૂતિયા વિદ્યાર્થીઓ, પ્રાયોજના વહીવટદારની કચેરીમાંથી ખેડૂતોને આંબાની કલમો તથા એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલોમાં ગણવેશનાં નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો કરી હતી. કોર્ટમાં પણ જવાની ચીમકી ઉચ્ચારી હતી. રાજ્યની ડબલ એન્જીન સરકારમાં શાસક પક્ષનાં જ પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારે બે ત્રણ વ્યક્તિઓ સાથે મળી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝૂંબેશ શરૂ કરી હતી.

3 એપ્રિલ 2023માં ડાંગ બે દિવસમાં ડાંગ જિલ્લા સંગઠનમાં ત્રીજા હોદ્દેદાર લઘુમતી મોરચાના મહામંત્રી આસીફ શાહે રાજીનામું આપી દીધું હતું. આંતરિક જૂથવાદના કારણે રાજીખુશીથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. જૂથવાદ અને રાજીખુશી એ મેળ ખાતો નથી. ત્રીજા એક નેતા આહવા મંડળના પ્રમુખ સંજય વ્યવહારે રાજીનામું આપ્યું હતું. ઘણા દિવસથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાખ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. અન્ય હોદ્દેદારો પણ રાજીનામાં આપે એવી શક્યતા છે.
પ્રમુખ પ્રત્યે નારાજગી જોવા મળી હતી.

5 એપ્રિલે ડાંગમાં 13 રાજીનામા 13 નેતાઓએ તેમના હોદ્દા પરથી રાજીનામાં ધરી દીધાં હતા. દશરથ પવાર, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દક્ષા પટેલ, ડાંગ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેશ ગવળી, ડાંગ જિલ્લા આહવા તાલુકા આદિજાતિ મોરચા પ્રમુખ રાહુલ બચ્છાવ, ડાંગ જિલ્લા અનુસૂચિત મોરચાના ઉપપ્રમુખ રેખા પટેલ, ડાંગ જિલ્લા આહવા તાલુકા મહિલા મોરચા પ્રમુખ તુષાર ખરે, ડાંગ જિલ્લા અનુસૂચિત મોરચા ઉપપ્રમુખ હેમંત ખરે, આહવા તાલુકા અનુસૂચિતજાતિ મોરચાના પ્રમુખ આમિન શાહ, આહવા તાલુકા લઘુમતિ મોરચાના મહામંત્રી સંજય પાટીલ, વઘઈ તાલુકા ભાજપ પ્રભારી સંજય વ્યવહારે, આહવા મંડળના પ્રમુખ આસિફ શાહ, ડાંગ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી પ્રવિણ આહિરે, ડાંગ જિલ્લા અનુસૂચિતજાતિ મોરચાના પ્રમુખ બાળુ ગવળી, ડાંગ જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી પ્રદીપ વાઘેલા

2023માં ભાજપના મંત્રી પ્રદીપ વાઘેલાનું ભ્રષ્ટાચારના કારણે રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું. અનામી પત્રિકામાં કૌભાંડો વર્ણવેલા હતા. ભાજપે હંમેશની જેમ જૂઠ બોલીને જાહેરાત કરી હતી કે, પ્રદીપસિંહ વાઘેલા સામે કોઈ ફરિયાદ થઈ નથી, સામેથી રાજીનામું આપ્યું હતું.

તો પછી પ્રદીપનું રાજીનામું કેમ લઈ લેવામાં આવ્યું?

તે પ્રશ્નનો જવાબ તેમની પાસે નથી. ભાજપે આ મામલે ન તો કારણ રજૂ કર્યું છે ન વિગતો. ભાજપે બસ અધિકારીક રીતે એમ જ કહ્યું છે કે પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું સામેથી આપ્યું છે. પણ ભાજપના નેતાઓ જાહેરમાં મૌન હતા, ખાનગીમાં ઘણું કહી રહ્યાં હતા. વાઘેલાએ પત્રકાર સાથે વાતમાં કહ્યું કે, ભ્રષ્ટાચારની પત્રિકાની તપાસ થઈ રહી છે. 24 કલાકની રાહ જુઓ. હું નિર્દોષ છું. હું નિર્દોષ બહાર આવીશ.

એપ્રિલ 2025 સુધીમાં પ્રદીપ પોતે શુદ્ધ થઈને નિર્દોષ જાહેર થયા નથી. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખથી તેઓ વિવાદી રહ્યાં અને ભાજપમાં સંઘ સાથેના વિવાદો વધતાં તેમનો ભોગ લેવાયો હતો.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના બકરાણા ગામના પ્રદીપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા. 19 જુલાઈ, 2010માં યુવા ભાજપ મોરચાના પ્રમુખ બન્યા. ભાજપની પ્રદેશ કાર્યકારીણીમાં નિમાયા હતા.

ભાજપના સચિવ અને મહાસચિવ બન્યા. પ્રદેશ કાર્યાલયની જવાબદારી હતી. સ્વચ્છંદપણે નિર્ણય લેતા હતા. ઘણા કાર્યકર્તાઓ નારાજ હતા. નિરંકુશ અને અભિમાની થઈ ગયા હતા. ઘણીવાર પક્ષના નેતાઓને ગણકારતા નહોતા. જે કારકિર્દી લઈ ડૂબ્યો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના તેમના પર ચાર હાથ હતા. નાની ઉંમરમાં મોટાં પદો મેળવ્યાં તેથી પ્રદીપને ભ્રષ્ટાચારમાં પાડી દેવાયા હતા.

યુનિવર્સિટીના રાજકારણથી બહાર નહોતા આવતાં તેથી ભ્રષાટાચારનો અડ્ડો બની ગઈ હતી. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. હિમાંશુ પંડ્યાએ પ્રદીપ સામે ફરિયાદ કરી હતી. જમીનનો મામલે પોલીસની તપાસ કરી રહી હતી.

ભાજપનો જૂથવાદ છે અને તેને કારણે ભોગ લેવાયા છે. સાણંદમાં કથિત જમીન કૌભાંડની ચર્ચા હતી.

પાટીલ
પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, સાંસદ પ્રભુ વસાવા અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ વિરુદ્ધ એક પત્રિકા ફરતી કરવામાં આવી હતી. જેમાં ત્રણેય પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ મામલે સુરત ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી.

રાકેશ સોલંકીનું નામ ખુલ્યું હતું જે ભાજપના આદિવાસી નેતા ગણપત વસાવાના નજીકના માણસ મનાય છે. મનાય છે કે રાકેશ સોલંકીએ આ પ્રકારની કથિત આરોપ લગાવતી 100 જેટલી પત્રિકા અને પેનડ્રાઈવ ફરતી કરવામાં આવી હતી. જે પૈકી કેટલીક પત્રિકા અને પેનડ્રાઈવ પોલીસે જપ્ત કરી હતી.

વડોદરામાં ભાજપના નેતા અને મેયર વિરુદ્ધ પત્રિકા ફરતી કરવામાં આવી હતી. જેમાં ભાજપના કાઉન્સેલર અલ્પેશ લિંબાચિયાનું નામ બહાર આવ્યું હતું. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી.

કલોલ 12 રાજીનામા
31 ઓક્ટોબર 2023માં કલોલ નગરપાલિકામાં ભાજપના 9 કોર્પોરેટરો – સભ્યોએ સાગમટે રાજીનામાં આપી દીધા હતા. અધ્યક્ષ તરીકે પ્રકાશ વર્ઘડેની નિમણૂક થતા રાજીનામાં ધર્યા હતા. અગાઉ પ્રમુખની નિમણુંકમાં રાજીનામાં આપી દેવામાં આવ્યા હતા. સત્તાની સાઠમારી હતી. અસંતોષ હતો. બીજા દિવસે વધુ 3 કોર્પોરેટરોએ રાજીનામા ધરી દીધા હતા. આ સાથે રાજીનામું આપનારા 12 કોર્પોરેટરો થયા હતા.

અગાઉ પ્રમુખ તરીકે શૈલેષ પટેલની વરણી થઈ હતી ત્યારે પણ આ કોર્પોરેટરોએ રાજીનામાં આપી દીધા હતા.

છોટા ઉદેપુર

11 એપ્રિલ 2023માં છોટા ઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જશુ રાઠવાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને રાજીનામું મોકલી આપ્યું હતું. હજુ તો 11 દિવસ પહેલા જશુ રાઠવાને પ્રદેશ અનુસૂચિત જન જાતી મોર્ચાના ઉપપ્રમુખ બનાવાયા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જશુ રાઠવાને ટિકીટ આપી હતી. સીઆર પાટીલને તેમના જ ગઢમા મોટો ઝટકો લાગ્યો હતો. પાટીલ પ્રમુખ બનતાં સુરત રાજકીય પાટનગર બની ગયું છે.

2022

મહુવા
નવેમ્બર 2022માં મહુવા બેઠક પર ઉમેદવારનું નામ જાહેર થતા જ ધારાસભ્ય આર.સી મકવાણાની ટિકિટ કપાતા 400 કાર્યકરોએ રાજીનામાં આપી દીધા હતા. મહુવા શહેર ભાજપ સંગઠન, ગ્રામ્ય સંગઠન, શહેર યુવા મોરચો તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો સહિતના ભાજપના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી સામૂહિક રાજીનામાં આપ્યા હતા. શીવા ગોહિલને ટિકિટ આપતાં આવું થયું હતું.

ખેરાલુ
ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું પડી ગયું હતું.

વિસનગર
વિસનગર ભાજપ શહેર ઉપપ્રમુખ અજમલજી ઠાકોરે પક્ષમાંથી રાજીનામું 2022માં આવ્યું હતું. ભાજપ ઠાકોર સમાજની અવગણ થતાં રાજીનામું આપ્યું હતું. ઋષિકેશ પટેલ અને સી આર પાટીલને ફટકો પડ્યો હતો. ઠાકોર સમાજ માટે 15% અનામત અથવા તો વસ્તીના આધારે અનામત આપવામાં આવે. ઠાકોર વિકાસ નિગમમાં 1000 કરોડનું પેકેજ આપવામાં આવે. દરેક જિલ્લામાં અમારા માટે શાળા અને હોસ્ટેલ બનાવામાં આવે. એવી માંગણી કરી હોવા છતાં ભાજપના નેતાઓ કંઈ કરતાં નથી. તેથી રાજીનામું આપ્યું હતું.

વડોદરા

ડિસેમ્બર 2022માં વડોદરા જિલ્લાની પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કર્યાં બાદ ભાજપના બળવાખોર દિનેશ પટેલ (દિનુ મામા)એ ફોર્મ મંજૂર થતા જ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતું. ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડનારને ભાજપે ટીકીટ આપી છે.

16 રાજીનામા

દીનુમામાની સાથે પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ૧૬ જેટલા સભ્યોએ પણ રાજીનામા આપ્યા હોંવાનુ જાણવા મળે છે.

ખેડા 122 રાજીનામા

જાન્યુઆરી 2021માં ખેડા શહેર ભાજપ સંગઠનના પ્રમુખની નિમણૂંકના વિરોધમાં 72 હોદ્દેદારોએ અને કઠલાલાલના 50 મળી 122 હોદ્દેદારોએ રાજીનામા એક મહિના પહેલા ડિસેમ્બર 2021માં ધરી દીધા હતા. રાજીનામાં આપનારા સાંસદ દેવુની લોબી હતી. નવા હોદ્દાદારો સામે સાંસદનો વિરોધ હતો.

ખેડા શહેર ભાજપ અને કઠલાલ તાલુકાના પૂર્વ મહામંત્રી, તાલુકા ઉપપ્રમુખ, શક્તિ કેન્દ્રના પ્રમુખો, જિલ્લાના કન્વીનર, યુવા મોરચાના સભ્યોએ એક સાથે રાજીનામાં આપી દીધા હતા. જેમાં ભાજપના મોટા નેતાઓનો દોરી સંચાર હતો. આ અગાઉ 23 ડિસેમ્બર 2020ના દિવસે ખેડા શહેર ભાજપના 70થી વધુ કાર્યકરોએ રાજીનામાં આપી દીધા હતા.

રાજકોટ
2020માં 20 દિવસમાં રાજકોટ શહેર યુવા ભાજપના પ્રમુખ અને મહામંત્રીનું રાજીનામું લઈ લેવાયું હતું. પ્રમુખ પૃથ્વી વાળા અને મહામંત્રી હિરેન રાવલે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. પાટીલે 35 વર્ષનું કારણ આગળ ધર્યું હતું. પણ તેઓ રૂપાણીને ખતમ કરવા માંગતા હતા. કાર્યકર્તાઓમાં નારાજગી હતી.

પાટણ
ડિસેમ્બર 2020માં પાટણ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ અને ભાજપના અગ્રણી ગિરીશ મોદીએ અન્યાયા માટે રાજીનામુ આપ્યું હતું. ભાજપના સંગઠનમાં નાના સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી અને પૈસાદાર વ્યક્તિઓને હોદ્દાઓની લ્હાણી કરી સાચવવામાં આવે છે તેવા આક્ષેપો સાથે વીડિયો પાટીને પહોંચાડ્યો હતો.

ભરૂચ
ડિસેમ્બર 2020માં ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. મોદી સામે થવાની સજા અને CM રૂપાણી અને PM મોદીને આદિવાસી પ્રજાના હિતમાં સાચું કહેવાનું નહોતા ચુકતા.

કેતન ઈમાનદાર
ભાજપેં પક્ષ પલટો કરાવીને લાવેલા સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે વીજ પ્રધાન સૌરભ દલાલની તુમાખીના કારણે રાજીનામું આપી દીધું હતું. સૌરભ પટેલ પોતાની તોછડી વર્તણુંક અને તુમાખી ભર્યા વલણના કારણે જાણીતા છે. કેતન ઈમાનદારે ફોન કરીને 8 દિવસથી સાવલી શહેર આખાનું વીજળીનું જોડાણ ફરીથી ચાલુ કરવા કહ્યું ત્યારે સૌરભ પટેલે તેમને ઉતારી પાડ્યા હતા. બોલાચાલી થઈ હતી. ધારાસભ્યનું અપમાન કરતાં ધારાસભ્યએ રાજીનામું આપી દીધું હતું. આમ સૌરભ દલાલની ફરી એક વખત તુમાખી ભાજપને નડી છે.

પક્ષમાંથી રાજીનામા
કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામા બાદ સવલીના તાલુકા ભાજપ પ્રમુખે પણ પોતાના પ્રમુખ પદેથી રાજીનામું ફેંકી દીધું હતું. સાવલી તાલુકા પંચાયતના 17 સભ્યો રાજીનામા આપવાની તૈયારી કરી લીધી હતી. વડોદરા જિલ્લા પંચાયતમાં સાવલીના સભ્યો રાજીનામાં આપવા તૈયાર થયા હતા. વડોદરા જિલ્લા પંચાયતમાં સાવલીના ચાર સભ્યો છે. આ બન્ને એ પક્ષના નેતા પર દબાણ વધારી દીધું હતું.

ડીસા 12 રાજીનામાં
ફેબ્રુઆરી 2020માં ડીસા ભાજપમાં ભંગાણ થયું હતું. રાજીનામા આપનાર સભ્યોમાં

1.મકનજુલાબેન કિરણભાઈ રાવલ, સમાજ કલ્યાણ ચેરમેન,
2.રમીલાબેન દિનેશભાઇ પ્રજાપતિ, ઇ એસ ટી ચેરમેન,
3. મણીબેન નાગજીભાઈ રાણા, સેનિટેશન..કમિટી ચેરમેન,
4. ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડા, ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન,
5. અતુલભાઈ મફતલાલ શાહ, બાંધકામ કમિટી ચેરમેન,
6. કંચનબા સુરેન્દ્રસિંહ રાજપુર, ભુરગભ ગટર કમિટી ચેરમેન,
7. જબુબેન દિનેશભાઇ રાજપૂત, શિક્ષણ કમિટી ચેરમેન,
8. નિલેશભાઈ હિંમતલાલ ઠક્કર, શાસક પક્ષ નેતા,
9. પલવીબેન કનુભાઈ જોશી, લીગલ કમિટી ચેરમેન,
10. અનિતાબેન વિજયભાઈ વાઘેલા, પાણીપૂરવઠા કમિટી સભ્ય,
11. પ્રવીણ ગોરધનજી માળી (પૂર્વ પ્રમુખ) દંડક અને
12. રમેશભાઈ અમરાજી માજીરાના, પાણીપૂર્વઠા સમિતિ ચેરમેન હતા.
આંતરિક રાજકારણ પાછળ, શંકર ચૌધરી અને ભાજપના ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાનો જૂથવાદ જવાબદાર હતો.

બનાસકાંઠા
ભટોળે શંકરના કારણે રાજીનામું આપ્યું.બનાસકાંઠામાંથી ભાજપનાં દાંતા વિધાનસભામાં 2009માં ધારાસભ્ય રહી ચૂકેલા વસંત ભટોળ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પરથી ભટોળના તેઓ પુત્ર છે. વસંત ભટોળ એટલા માટે રાજીનામું આપશે કારણ કે જિલ્લામાં શંકર ચૌધરીના વ્યક્તિવાદ ભાજપનું બનાસકાંઠામાંથી નિકંદન કાઢી રહ્યા છે.

2019
ભાજપમાં પક્ષાંતર કરાવીને લવાયેલા અલ્પેશ ઠાકોર સામે સેનાનો વિરોધ થતાં 5 હજાર રાજીનામાં આપવાની ધમકી આપી હતી.

આણંદ
એપ્રિલ 2019માં આણંદ જિલ્લાના બોરસદ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ભંવર પુરોહિત પોતાના 200 જેટલા કાર્યકર્તાઓ સાથે રાજીમાં આપી દીધા હતા. ભંવરસિંહના કોર્પોરેટર પત્ની ભગવતીએ અને કોર્પોરેટર સુરેશ પરમારે પણ ભાજપનો સાથ છોડી દીધો હતો. ભંવરસિંહના ભાજપ છોડવા પાછળ જૂથવાદ હતો. બોરસદને અન્યાય કરવામાં આવતો હતો. કાર્યકર્તાઓની અવગણ હતી.

2018: નવસારીમાં 16 રાજીનામા

નવસારી જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં ભાજપમાં વિવાદો હતા. સરમુખત્યારશાહી ઘર કરી ગઈ હોવાથી વિરોધ હતો. વિજલપોર પાલિકા અસંતોષની આગ ફાટી નિકળી હતી. તેથી વિજલપોરમાં પાલિકામા સાચું બોલનારને શિસ્તના નામે ભાજપે પગલાં ભરવા માટે કારણદર્શક નોટીસ આપતા રાજીનામા ધરી દીધા હતા. ભાજપના સરમુખત્યાર નેતાઓ સામે આંદોલન છેડી દીધું હતું.

ભાજપની ચુંટાયેલી પાંખના અસંતુષ્ઠોએ પાલિકા પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી જેના કારણે ભાજપ સંગઠને કારણદર્શક નોટીસ આપતા 16 ચુંટાયેલા સભ્યોએ રાજીનામા ધરી દીધા હતા.

જસદણ
2019માં જસદણ નગરપાલિકાની બાંધકામ સમિતિના અધ્યક્ષ મીઠા છાયાણીએ માત્ર નામનો જ હોદ્દો હોવાના આક્ષેપ સાથે મંગળવારે પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ભ્રષ્ટાચારની તપાસ કરવાના બદલે શાસકો તપાસ અટકાવવાનો આક્ષેપ કર્યો હતો. કાઉન્સલર કાજલ ધોકળીયાએ રાજીનામું આપીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા વચ્ચેનો વિવાદ હતો.

જસદણ મહિલા મોરચા કાર્યકારી પ્રમુખ સોનલ વસાણી અને કાઉન્સીલર સોનલ વસાણીએ રાજી રાજીનામુ આપ્યું હતું. જસદણ નગરપાલિકાના પૂર્વ નગરસેવક દિનેશભાઈ હીરપરાએ રાજીનામુ આપ્યુ હતું.
ગઢડા
ગઢડા નગરપાલિકામાં ભાજપમાં વિખવાદ, નગરપાલિકા સભ્યએ રાજીનામુ આપ્યું.

આ પણ વાંચો:

મહેશ વસાવાનું રાજીનામુ ભાજપ માટે ખોટ, ચૂંટણીમાં કરશે અસર! | Mahesh Vasava

Ahmedabad: અસમાજિક તત્વોનો આતંક યથાવત, તલવાર-ધોકાથી પરિવાર પર હુમલો, જુઓ વીડિયો

Gir Somnath: અકસ્માત સ્થળે એકઠાં થયેલા ટોળા પર ડમ્પર ફરી વળ્યું, 2ના ઘટનાસ્થળે જ મોત

Surat: દારુડિયાએ સગીર પાસે દારુ પીવા પૈસા માગ્યા, ન આપતાં હત્યા, આ છે દારુબંધીવાળુ ગુજરાત!

 

 

Related Posts

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

Continue reading
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 1 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 4 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 9 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 23 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 7 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ