Vadodara: તંત્રની ભૂલ કે સરકારની ચાપલૂસી ! સરકાર સામે અવાજ ઉઠાવનાર આશિષ જોષીને આપેલ નોટીસ પરત ખેંચવી પડી

Vadodara: વડોદરામાં હરણી બોટ દુર્ઘટના અને અન્ય મુદ્દાઓને લઈ સરકાર સામે અવાજ ઉઠાવનાર ભાજપના કોર્પોરેટર આશિષ જોષીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જમીન પર દબાણના આરોપસર નોટીસ ફટકારવામાં આવી હતી. પરંતુ આ નોટીસ ફટકારવામાં તંત્રએ એટલી ઉતાવળ કરી કે આશિષ જોષીના નામે ઘર ન હોવા છતા તેમને નોટીસ આપી દેવામાં આવી. જો કે આખરે તંત્રને ઉતાવળમાં કરેલી ભુલનું ભાન થતા તેમણે નોટીસ પરત ખેંચવી પડી હતી.

શિષ જોષી સહિત 11 લોકો સામેની નોટિસ પરત ખેંચાઈ

સરકાર અને સત્તા સામે તમે બોલશો તો તેનું પરિણામ શું આવે શકી તે આશિષ જોષી સાથે બનેલી ઘટનાથી સાબિત થાય છે. હરણી બોટ કાંડના પીડિતને ન્યાય અપાવવા માટે કાઉન્સીલર આશિષ જોશી તેમની પડખે ઉભા રહ્યા આ વાત ભાજપને ન ગમી. જેથી તેમની પાર્ટીમાંથી કાઢી મુક્યા.ત્યારબાદ ગત તા. 14મી મેના રોજ આશિષ જોષી, પશુપતિનાથ મંદિરના પુજારી સહિત 20 લોકોને તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબીંગની નોટીસ ફટકારવામાં આવી હતી. આ નોટીસ અન્વયે 17 મીએ સાંજે 5 વાગે રહીશો આશિષ જોષીએ પહોંચ્યાં હતાં. ત્યારે સુનાવણીના અડધા કલાક પહેલાં જ આશિષ જોષી, મંદિરના પૂજારી સહિત 11 લોકો સામેની લેન્ડગ્રેબિંગની નોટિસ પરત ખેંચી લીધી હતી. જ્યારે 9 લોકો સામે નોટિસ યથાવત રાખવામા આવી હતી.

એડવોકેટ હિતેષ ગુપ્તાએ શું કહ્યું ?  

આ મામલે એડવોકેટ હિતેષ ગુપ્તાના જણાવ્યા મુજબ વાઘોડીયા રોડ પર આવેલા રતિલાલ પાર્કમાં રહેતા આશિષ જોષી, પશુપતિનાથ મંદિર સહિત કૂલ 20 વ્યક્તિઓને લેન્ડ ગ્રેબીંગની નોટિસ આપવામાં આવી હતી. આ મામલે તેમને કલેક્ટર કચેરી ખાતે હાજર રહેવાનુ હતું. પરંતુ આ લોકો કલેકટર કચેરીએ આવે તે પહેલાજ 20 માથી 11 વ્યક્તિઓની નોટીસ પરત ખેંચી લેવામા આવી હતી. આ નોટીસ અભ્યાસ અને જરૂરી જાણકારી વગર આપવામાં આવી કારણ કે, રેકોર્ડ પર વિગતો કંઇ જુદી જ છે, કેમ કે, આશિષ જોષીના નામે રતિલાલ પાર્કમાં એક પણ જગ્યા નથી તે દાવો કરવામાં આવ્યો છે. જે 135 સ્કેવર મીટર જગ્યાની વાત છે, એ મહાદેવ મંદિર પાસેની ખુલ્લી જગ્યા છે. ત્યાં લોકોએ બીલીપત્રના ઝાડનું રોપણ કર્યું છે. આ બાબત સરકારના ધ્યાને આવતા 11 વ્યક્તિઓની નોટિસ પરત ખેંચી લેવામાં આવી છે.

આ સાથે એડવોકેટ હિતેષ ગુપ્તાએ તમામ જરૂરી પુરાવા રજુ કરીને પોતાનો પક્ષ મુક્યો છે. અને તંત્રની નોટિસનો જવાબ પણ આપ્યો છે. આ સાથે જે વ્યક્તિઓને નોટિસ આપવામાં આવી છે, જેમાં ભગવાન મહાદેવનું મંદિર પણ છે, તો તેમનું પઝેશન રેકોર્ડે પર છે. ભગવાન મહાદેવનું પણ પઝેશન એ જગ્યા પર રેકોર્ડમાં છે. જે તે સમયે સ્થાનિક નેતાઓના યોગદાનથી જ આ મંદિરનું નિર્માણ થયું હતું, તો પછી તેમની સામે પણ કાર્યવાહી થવી જોઇએ. પરંતુ માત્ર આશિષ જોશીને ટાર્ગેટ કરી પક્ષમાંથી કાઢી મુક્યા બાદ તેમને લેન્ડ ગ્રેબીંગની નોટિસ આપવામાં આવી છે.

તંત્રની ભૂલ કે સરકારની ચાપલૂસી !

આ ઘટના બતાવે છે તંત્ર સરકારને સારુ લગાડવા માટે જે પણ સરકારની વિરુદ્ધ બોલે છે તેમની સામે કાર્યવાહી કરે છે અને તે કાર્યવાહી કરવામાં એટલી ઉતાવળ કરે છે કે, તે જોવાનું ભુલાઈ જાયછે કે, જેમની સામે કાર્યવાહી કરી રહ્યા છે તેમના નામે ઘર છે કે નહીં, આ ઘટનાએ તંત્રની પોલ કોલી નાખી છે.  જે વર્ષોથી દબાણો હોય છે ત્યાં તંત્ર કાર્યવાહી નથી કરતું અને જ્યારે કોઈ સરકાર વિરુદ્દ બોલે તો તેની સામે ખોટી રીતે કાર્યવાહી કરવી આ કેવી નીતિ છે તંત્રની?

આ પણ વાંચોઃ

Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા

surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?

ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

Kedarnath Dham Helicopter Crash : મેડિકલ ઇમરજન્સી માટે AIIMSથી પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ, મુસાફરોનું શું થયું?

Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?

surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી

Edi Rama and Giorgia Meloni: જ્યોર્જિયા મેલોનીના સન્માન માટે ઘૂંટણિયે બેઠાં આલ્બેનિયાના PM,કર્યું હૃદયસ્પર્શી સ્વાગત

Dahod: મનરેગા કૌભાંડનો રેલો મંત્રી પુત્ર સુધી પહોંચ્યો ખરો, બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડને પોલીસે ઝડપ્યો

Doha Diamond League 2025: 90 મીટરથી વધુનો ઐતિહાસિક થ્રો ફેંક્યો છતાં નીરજ ચોપરા ન બન્યા ચેમ્પિયન, શું છે કારણ ?

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા

Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે

Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Gujarat Samachar: બાહુબલી શાહની ધરપકડ મુદ્દે મોટો ખુલાસો, કરોડોના નાણાકીય વ્યવહારો, શું છે પાકિસ્તાન કનેક્શન?

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી