Surat: પવન સાથે વરસાદ પડતાં લગ્નમંડપ તૂટી પડ્યો, 7 દિવસ વરસાદની આગાહી!

Surat,  wedding pavilion collapsed: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે.  સુરતના વિસ્તારમાં લગ્નમંડપ તૂટી પડ્યો છે.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસે લગ્ન મંડપ વાવાઝોડાની ઝપેટમાં આવી જતા ધરાશાયી થયો હતો. આ લગ્નમંડપ ગત રાત્રે તૂટી પડ્યો હતો. વરસાદ અને ભારે પવનના કારણે મંડપમાં નુકસાન થયું છે. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. રાત્રિના ફૂંકાયેલા ભારે પવન દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતાં.

ભારે પવનથી આખો મંડપ પડ્યો

જહાંગીરપુરા ખોડીયાર માતાના મંદિર નજીક એક પરિવારનો લગ્નનો કાર્યક્રમ હોવાથી મંડપ બાંધવામાં આવ્યા હતા. લગ્નની જાણ તમામ લોકોને કરવામાં આવી હતી, પરંતુ લગ્નના થોડા સમય બાદ અચાનક ભારે પવન શરૂ થયો હતો. પવન એટલો તીવ્ર હતો કે, મંડપના કાપડ અને સ્ટ્રક્ચર તૂટી પડ્યાં હતા અને આખો મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો.

જાનહાની ટળી

મંડપમાં લાગેલા ડેકોરેશનની સામગ્રી, સ્ટેજ, લાઈટિંગ સહિતના અન્ય સાધનોને પણ ભારે નુકસાન થયું છે. પવન સાથે વરસાદ વરસતા સ્થિતિ વધુ બગડી હતી. લોકોના જણાવ્યા મુજબ, ત્યાં હાજર ઘણા લોકોએ સમયસર સ્થળ છોડ્યું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માત સમયે ત્યાં કોઈ હાજર ન હોવાને કારણે કોઈને ઈજા થઈ નથી.

સાત દિવસ ગુજરાતમાં વરસાદી મોસમ, દરિયો ન ખેડવા સૂચના

અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ગુરુવારે સાંજના સમયે અને રાત્રે ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે રાજકોટ, અમરેલી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં અનેક વૃક્ષો અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયાં હતાં. પવનની ગતિ એટલી તેજ હતી કે ઈમારતોની બારીના કાચ તૂટી ગયા હતા.

આ પણ વાંચો:

જ્યોતિ મલ્હોત્રાના પિતાએ કહ્યું મારી પાસે વકીલ રાખવા પૈસા નથી, તપાસમાં પોલીસને શું મળ્યું? | Jyoti Malhotra

MNREGA Scam: દાહોદ ભાજપાના અન્ય નેતાઓની સંડોવણી બહારની શંકા પ્રબળ!

Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

UP: ભત્રીજા સાથે મળી પત્નીએ પતિને મારી નાખ્યો, કાકી-ભત્રીજાનો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

 Gondal dispute: અલ્પેશ કથીરિયાએ હર્ષ સંઘવીને મળી શું કરી વાત?

UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી

Donald Trump ના માથે ફરી સંઘર્ષવિરામનું ભૂત ધૂણ્યું, ‘સંઘર્ષનો ઉકેલ વ્યવસાયથી લાવ્યો’

ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump

હવે, PM મોદી સાહેબ Blood Donation નહીં કરી શકે…!

‘ ED હદો વટાવે છે’, 1 હજાર કરોડના દારૂ કૌભાંડની તપાસમાં સુપ્રીમની ED ને લપડાક

Ahmedabad:  કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ

IAS વિક્રાંત પાંડેની ગુજરાતમાં વાપસી કેમ? | Vikrant Pandey

Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!

Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!

 

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

  • February 4, 2026
  • 6 views
Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

  • February 4, 2026
  • 4 views
Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

  • February 4, 2026
  • 5 views
Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 5 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 7 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો