Bhavanagar: ‘વલ્લભીપુર તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો’, ખેડૂતોએ કર્યો ડિજિટલ સરવેનો વિરોધ

  • Gujarat
  • November 2, 2025
  • 0 Comments

Bhavanagar: સમગ્ર ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોનો તૈયાર પાક નાશ પામ્યો છે. જેથી ખેડૂતોએ માથે હાથ ટેકી દીધા છે અને સરકાર પાસે સહાયની યાચના કરી રહ્યા છે. જો કે સરકાર સહાય ચૂકવવામાં સતત વિલંબ અને આનાકાની કરી રહી છે. પાક વિમા યોજના બંધ કરી દીધી છે. નાશ પામેલા પાકનો ઝડપથી સરવે થઈ રહ્યો નથી. બીજી તરફ ભાવનગર જીલ્લાના ખેડૂતો સરકારના ડિજિટલ સર્વે સામે વિરોધ કરી રહ્યા છે.

મળતી જાણકારી અનુસાર હાલ પડેલા અતિભારે વરસાદે ભાવનગરના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. મૂડી લગાવીને પકવેલો પાક વરસાદમાં નાશ થઈ ગયો છે. વલ્લપુરમાં પણ વરસાદે તારાજી સરર્જી છે.  ત્યારે હવે સરકાર ડિજિટલ સરવે કરવાની યોજના ઘડી રહ્યું છે. જો કે વલ્લભીપુર તાલુકાના 54 ગામના સરપંચોનો ડિજિટલ સરવે વિરોધ કરી રહ્યા છે. વલ્લભીપુર તાલુકાના સરપંચોએ ગામ વતી કર્યો ડિજિટલ સરવેનો બહિષ્કાર મુખ્ય મંત્રીને લેટર પેડ પર પાત્રો લખી રજૂઆત કરી કરી છે. સરકાર દ્વારા માત્ર ડિજિટલ  સરવેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તાલુકાને સંપૂર્ણ અસરગ્રસ્ત તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી સહાય આપવામાં આવે તેવી માંગ તાલુકાવાસીઓ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા

ગુજરાતમાં ઓક્ટોબર અંતથી નવેમ્બરની શરૂઆત સુધી ચક્રવાત ‘મોન્થા’ (Cyclone Montha)ની અસર અને ક્લાઈમેટ ચેન્જને કારણે અતિભારે કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોની હાલત અત્યંત ગંભીર બની છે. આ વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે, ખાસ કરીને કપાસ, મગફળી, ચોખા અને ફળોના પાકોને. લાખો ખેડૂતોનું વર્ષભરનું મહેનતુ વ્યર્થ થઈ ગયું છે, જેના કારણે આર્થિક કટોકટી અને માનસિક તણાવ વધ્યો છે. હવામાન વિભાગ (IMD)એ 1 નવેમ્બર સુધી ઓરેન્જ અને યલો અલર્ટ જારી કર્યા હતા, અને વરસાદની તીવ્રતા હજુ ઘટી રહી છે પરંતુ પૂર અને કાદવથી સમસ્યાઓ ચાલુ છે.
ભારે વરસાદના કારણે ઉભા પાકો ડૂબી ગયા, કપાસ અને મગફળીના ફૂલો અને દાણા ખરાબ થયા, ચરોતરમાં ડાંગરોમાં પાણી ભરાવાને કારણે પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. દક્ષિ ગુજરાતમાં આંબા અને કેળાના પાકોને વધુ નુકસાન થયું છે. ગુજરાતમાં અંદાજે 50 ટકાથી વધુ પાકો ખરાબ થયા છે.
અહેવાલ- નીતિન ગોહેલ

આ પણ વાંચો:

ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન | Bhavnagar unseasonal rain

Sports: કતારના દોહામાં આગામી 16 નવેમ્બરે ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે થશે ટક્કર

Junagadh: ગિરનાર પરિક્રમાનું મુહૂર્ત, ભક્તોની આસ્થાને લઈ મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતોએ પ્રતિકાત્મક પરિક્રમા શરુ કરી, સાંજે પૂર્ણ થશે

Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!

Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

  • September 23, 2026
  • 2 views
IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

  • September 23, 2026
  • 3 views
Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

  • September 23, 2026
  • 4 views
Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

  • September 23, 2026
  • 5 views
SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ